નિર્માતા : પરસેપ્ટ પિક્ચર કંપની
નિર્દેશક : પ્રિયદર્શન
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : તુષાર કપૂર, તનુશ્રી દત્તા, શરમન જોષી, કુણાલ ખેમુ, રાજપાલ યાદવ, ઓમપુરી, પાયલ રોહંતણી, અરબાજ ખાન, અસરાની
આજકાલ બોલીવુડમાં એક નવો ટ્રેંડ ચાલી રહ્યો છે. એક હીટ હીરો લીધા વિના ત્રણ ચાર ફ્લોપ નાયિકાઓને લઈને એક કોમેડી ફિલ્મ બનાવી નાંખો. મસ્તી, ગોલમાલ, ધમાલ બધી આ શ્રેણીની જ ફિલ્મો છે. કુણાલ ખેમુ કે પછી તુષાર કપુરને દર્શકો એકલા નાયકના રૂપમાં ત્રણ કલાક સહન નથી કરી શકતાં એટલા માટે ત્રણ ચાર નાયિકાઓની ભીડ કરવામાં આવે છે.
ઢોલમાં પણ તુષાર, શરમન, કુણાલ જેવા નાયકોની ભીડ છે. તેમની સાથે રાજપાલ યાદવ પણ છે. રાજપાલે તેમાં સારૂ કામ કર્યું છે પરંતુ આ નવજવાનોની વચ્ચે તેઓ ઘરડા લાગે છે.
ઢોલ જોવાનું કારણ આ ફ્લોપ નાયક નહી પરંતુ પ્રિયદર્શન છે. દર્શક તેમનું નામ સાંભળીને જ ટીકીટ ખરીદે છે પરંતુ પ્રિયદર્શન પણ રામાગોપાલ વર્માના માર્ગે ચાલી રહ્યાં છે. તેમને પણ રામુની જેમ ફિલ્મ બનાવવાની ફેક્ટરી ખોલી દીધી છે. અને ક્વોલીટીની જ્ગ્યાએ ક્વોંટીટી પર ધ્યાન આપવાની અસર પ્રોડક્ટ પર પડવા લાગી છે.
એક અમીર છોકરી, ચાર બેકાર ટાઇપના છોકરા અમીર બનવા માટે અમીર છોકરીને પટાવવી અને સાથે અપરાધનો એક પેંચ સેકડો વખત દર્શક પડદા પર જોઈ ચુક્યા છે. ઢોલમાં પણ તે બધું જ જોવા મળે છે.
પ્રિયદર્શને હંમેશા પરિસ્થિતિને કારણે ઉત્પન્ન થયેલ હાસ્યને કારણે હસાવવાની જ કોશીષ કરી છે. પરંતુ ઢોલમાં બાબત સંવાદ પર આવીને અટકી છે. સંવાદોને કારણે અડધો કલાક હસી શકાય છે પરંતુ છેલ્લે એવું લાગે છે કે જાણે નકામું હસાવવાની કોશીષ કરવામાં આવી છે.
દોરા કરતાં પણ પાતળી વાર્તાને અઢી કલાક સુધી ખેંચી છે. અડધી ફિલ્મ સુધી તો વાર્તા આગળ જ નથી વધતી એવું લાગે છે કે જાણે નકામા દ્રશ્યો અને સંવાદોથી દર્શકોને બાંધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અડધી ફિલ્મ બાદ તેની વાર્તાને આગળ વધારવામાં આવી છે.
પ્રિયદર્શકની ફિલ્મોનો અંત કેવો હોય છે તે કોઇ પણ જણાવી શકે છે. બધા જ પાત્રો છેલ્લે ભેગા થાય છે અને તેમની વચ્ચે ભાગમભાગ અને મારપીટ થાય છે. ઢોલમાં પણ આ જ દ્રશ્ય જોવા મળે છે.
રાજપાલ યાદવને નિર્દેશકે સૌથી વધું ફૂટેજ કર્યાં છે. તેમનો અભિનય પણ સારો છે પરંતુ તે ટાઇપ્ડ થતાં જઈ રહ્યાં છે. શરમન જોષીનો વધું સારો ઉપયોગ થઈ શકતો હતો. કુણાલ ખેમુમાં આત્મ વિશ્વાસ જોવા મળતો હતો. તુષારની અભિનય ક્ષમતા સિમિત છે.
તનુશ્રીને એકલી નાયિકા હોવા છતાં પણ વધારે સીન નથી મળ્યાં. તેમના ગ્લેમરનો પણ ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઓમપુરી જેવા કલાકારે આ પ્રકારની મહત્વહીન ભૂમિકાઓ ન કરવી જોઈએ. અસરાની અને અરબાઝે જ્ગ્યા પુરવાનું કામ કર્યું છે.
ગીતોની અંદર ઢોલ બજાકે સારૂ ગીત છે. બીજા બધા ગીતો ભુલવા લાયક છે. સંવાદ દ્વીઅર્થી નથી પરંતુ તેનું સ્તર કાદર ખાન નુમા છે. મવાલી લોકો આવા પ્રકારના સંવાદ બોલે ત્યાર સુધી તો ઠીક છે પરંતુ ઓમપુરી અને તનુશ્રીને ફિલ્મમાં સભ્ય બતાવવામાં આવ્યાં છે.
આ ફિલ્મનું સંપાદન ખુબ જ ઢીલુ છે. ફિલ્મને હજુ અડધો કલાક નાની કરવી જોઈતી હતી.