ભૈયાજી રૂપિયા વસૂલવાની જવાબદારી કાનપુરમા રહેનારા બચ્ચન પાંડે(અક્ષયકુમાર)ને સોંપે છે. બચ્ચનને પૂજા પોતાના પ્રેમના જાળમાં ફસાવી બુધ્ધુ બનાવવા માંગે છે, પરંતુ એ જ એના બાળપણનો પ્રેમ હોય છે. છેવટે જિમી, પૂજા અને બચ્ચન મળીને ભૈયાજી અને તેની ગેંગનો સફાયો કરી દે છે. પૂજા પચ્ચીસ કરોડ રૂપિયા ચોર્યા પછી તેણે આખા ભારતમાં જુદી જુદી જગ્યાએ મૂકી દે છે. ઝૂંપડીમાં રહેતા ગ્રામીણો તેના કરોડો રૂપિયા સાચવે છે. આ બહાને અનેક જગ્યાએ ફરાવવામાં આવ્યા છે. ફિલ્મનું શૂંટિંગ લદ્દાખ, કેરલ, હરિદ્વાર, અને ગ્રીસમાં કરવામાં આવ્યુ છે. લોકેશન અદ્દભૂત છે, પણ હરિદ્વાર અને રાજસ્થાન જતા વચ્ચે ગ્રીસનુ લોકેશન અવી જાય છે. ફિલ્મના ક્લાયમેક્સમાં ઘણા દ્રશ્યો હાસ્યાસ્પદ છે. જમીન પર ચીની લોકો સાથે અક્ષયની લડાઈ થતી હોય છે. તો બીજા જ દ્રશ્યમાં તે વીજળીના થાંભલા પર લડવા માંડે છે. સેફ અલી ખાન બોટ પર આવીને અનિલની ધુલાઈ કરે છે તો બીજ જ દ્રશ્યમાં અનિલ સાઈકલ રિક્ષા પર આવી જાય છે. ફિલ્મમાં ભૈયાજીની પેંટ વારે ઘડીએ સરકતી રહે છે અને ભૈયાજી તેને ઉપર ચઢાવતા રહે છે, આ જ હાલ ફિલ્મની સ્ટોરીના પણ છે. વારે ઘડીએ તે પાટા પરથી ઉતરી જાય છે અને તેને વારંવાર પાટા પર ખેંચીને લાવવી પડે છે. મધ્યાંતર પછી ફિલ્મની ગતિ ધીમી પડી જાય છે. ફિલ્મનો સકારાત્મક ભાગ છે અક્ષય કુમાર અને કરીના કપૂરનો અભિનય. કરીના આ ફિલ્મની હીરો છે અને પટકથા તેમને કેન્દ્રમાં મૂકીને જ લખવામાં આવી છે. કરીનાએ આ ફિલ્મ માટે ખાસ કરીને જીરો ફિગર બનાવી અને તેને ઘણી બતાવી પણ ખરી. તેમના ચરિત્રના ઘણા રૂપ બતાવવામાં આવ્યા છે જેણે કરીનાએ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા છે. અક્ષય કુમાર ખિલંદડ વ્યક્તિની ભૂમિકા હંમેશા સારી રીતે ભજવે છે. આ ફિલ્મમાં તેમનો અભિનય પ્રશંસનીય છે કરીના સાથે પ્રેમ થયા પછી તેમનુ શરમાવવાનુ દ્રશ્ય જોવા લાયક છે. તેમણે પોતાના પાત્રની બોડી લેંગેવેઝને બારીકાઈથી પકડયુ છે.
સેફનુ ચરિત્ર થોડુ દબાયેલુ છે, પણ તેમનો અભિનય અને સંવાદ બોલવાની છટા શ્રેષ્ઠ છે. અનિલ કપૂરે હિગ્લિશમાં એવા સંવાદો બોલ્યા છે કે અડધાથી વધુ તો સમજાતા જ નથી. અનિલની એક્ટિંગ તો સારી છે પણ તેમનુ પાત્ર બોર કરે છે.
વિશાલ શેખરનુ સંગીત ફિલ્મ જોતી વખતે વધુ સારુ લાગે છે. 'છલિયા', 'દિલ ડાંસ માંગે' અને 'ફ્લક તક' નું નિર્માણ ભવ્ય છે.
'ટશન' ની ટેગ લાઈન છે, ધ સ્ટાઈલ, ધ ગુડલક, ધ ફાર્મૂલા પણ ફિલ્મમાં ફક્ત બેઅસર થયેલો ફોર્મૂલા જ જોવા મળ્યો છે.