ફિલ્મના કેટલાક દ્રશ્યો ઉલ્લેખનીય છે. જેવા કે જોધા દ્વારા અકબરનુ નામ લખવુ અને અભણ હોવાને કારણે અકબરનું તેને વાંચવામાં અસમર્થ હોવું. તે જોધાને વાંચવાનુ કહે છે અને જોધા વિચિત્ર પરિસ્થિતિમાં ફંસાય જાય છે કે એક હિન્દૂ સ્ત્રી પોતાના પતિનુ નામ કેવી રીતે લે. જોધા દ્વારા લગ્ન પહેલા અકબર સામે શરતો મૂકવી. રસોડામાં જોધા દ્વારા અકબર માટે જમવાનુ બનાવવું. ત્યાં તેનુ અકબરની દાઈ માઁ (ઈલા અરુણ)સાથે વાક યુધ્ધ. ત્યારબાદ તેનુ બધાની સામે જમવાનુ ચાખવુ અને સાબિત કરવુ કે તેણે આ રસોઈમાં કશુ નથી ઉમેર્યુ અને અકબરનુ ત્યારબાદ તે જ થાળીમાં ભોજન કરવુ. છેલ્લે અકબર અને શરીબુદ્દીનની વચ્ચે લડાઈ. અકબરના વેશમાં ઋત્વિક થોડા અસ્વસ્થ લાગ્યા. તેઓ અકબર કરતા ઋત્વિક વધુ લાગતા હતા. એશ્વર્યા રાય સામે ફીકા લાગ્યા. પહેલી જ એંટીમાં દર્શકો તેને જોધાના રૂપમાં સ્વીકારી લે છે. અભિનયની દ્રષ્ટિએ 'જોધા અકબર' એશ્વર્યાની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક ગણાશે. સોનૂ સૂદ(રાજકુમાર સુજામલ), ઈલા અરુણ(મહામ અંગા). કૂલભૂષણ ખરબંદા (રાજા ભારમલ), નિકિતન ઘીર(શરીફુદ્દીન), ઉરી(બૈરમ ખાન), પ્રમોદ માઉથો(ટોડરમલ)નો અભિનય પણ શ્રેષ્ઠ છે. નીતા લુલ્લાનો કોસ્ટ્યૂમ ઉલ્લેખનીય છે. કિરન દેઓહંસનુ કેમરાવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરનું છે. એ.આર.રહેમાન નુ સંગીત ફિલ્મ જોતી વખતે વધુ સારુ લાગે છે. 'જશ્ને બહારા'. 'અજીમ ઓ શાન શહંશાહ' અને 'ખ્વાજા મેરે ખ્વાજા' સાંભળવા લાયક છે. રહેમાનનુ બેકગ્રાઉંડ સંગીત ફિલ્મની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે.
ફિલ્મ થોડી લાંબી છે પણ બોરિંગ નથી લાગતી. જો ફિલ્મનુ સંપાદન કરીને તેને ત્રીસ મિનિટ નાની કરી દે તો ફિલ્મ વધુ સારી લાગશે.
'જોધા અકબર' એકવાર જરૂર જોવી જોઈએ. એવુ લાગે છે કે ટાઈમ મશીનમાં બેસીને આપણે સોળમી સદીમાં પહોંચી ગયા છે, અને બધુ આપણી નજરો સમક્ષ થઈ રહ્યુ છે.