Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજારિશ : ફિલ્મ સમીક્ષા

ગુજારિશ : ફિલ્મ સમીક્ષા
IFM
બેનર : એસએલબી ફિલ્મ્સ, યૂટીવી મોશન પિક્ચર્સ
નિર્માતા : સંજય લીલા ભંસાલી, રૉની સ્ક્રૂવાળા
નિર્દેશન અને સંગીત - સંજય લીલા ભંસાલી
કલાકાર - ઋત્વિક રોશન, એશ્વર્યા રાય, આદિત્ય રોય કપૂર, મોનિકાંગના દત્તા, શેરનાઝ પટેલ, નફીસ અલી, રજત કપૂર

રેટિંગ : 3/5

'હૂઝ લાઈફ ઈઝ ઈટ એનીવે' અને 'ધ સી ઈનસાઈડ'થી પ્રેરિત સંજય લીલા ભંસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગુજારિશ' એથેન મૈસ્કેરેહાસ(રિતિક રોશન)નામના જાદુગરની વાર્તા છે, જે ક્વાડ્રોપ્લેજિયા નામની બીમારીને કારણે છેલ્લા ચૌદ વર્ષોથી પલંગ પર પોતાની જીંદગી વીતાવી રહ્યો છે. વગર કોઈની મદદે તે હલી પણ શકતો નથી. નાક પર બેસેલી માખી પણ ઉડાવી શકતો નથી. એક રેડિયો શો હોસ્ટ કરી સાંભળનારાના મનમાં તે જીંદગીમાં એ આશા અને વિશ્વાસ જગાવે છે. જીંદગીને જિંદાદીલીથી જીવે છે, પરંતુ ચૌદ વર્ષની મુશ્કેલી પછી કોર્ટમાંથી 'ઈચ્છા મૃત્યુ'ની માંગ કરે છે.

પોતાની જીંદગીથી નિરાશ એક માણસના દર્દને સંજય લીલા ભંસાલીએ ખૂબ જ સુંદરતાથી સેલ્યૂલાઈડ પર ઉતાર્યુ છે. ફિલ્મ શરૂ થતા જ તેમે એથેનની દુનિયાનો એક ભાગ બની જાવ છો. તેના દર્દ અને નિ:સહાય સ્થિતિનો અનુભવ કરવા માંડે છે. તેની હાલત જોઈ સમજમાં આવી જાય છે કે મેદાન પર ફૂટબોલ રમવુ કે પોતાના પગ પર ચાલવુ કેટલી મોટી વાત છે. સાથે જ ફિલ્મ જોતી વખતે આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો છે કે તેને ઈચ્છા મૃત્યુની અનુમતિ આપવી જોઈએ કે નહી ?

webdunia
IFM
મર્સી કિલિંગવાળી વાર્તાની સાથે સાથે એથેન અને સોફિયા(એશ્વર્યા રાય)ની સુંદર લવ સ્ટોરી પણ ચાલે છે. એવી લવ સ્ટોરી જે સેક્સથી ઉપર છે. વગર કંઈક કહે સાંભળે તેમની ખામોશી જ બધુ કહી દે છે.

ફિલ્મનો વિષય ભલે ગંભીર છે, પરંતુ ભંસાલીએ ફિલ્મને બોઝિલ નથી બનવા દીધી. તેઓ ભવ્યતાને હંમેશા મહત્વ આપતા આવ્યા છે. 'ગુજારિશ'ની દરેક ફ્રેમ સુંદર પેંટિંગની જેવી લાગે છે. લાઈડ, શેડ અને કલર સ્કીમનો સુંદર નમૂનો જોવા મળ્યો છે. પરંતુ ભંસાલીની આ ભવ્યતા ઘણીવાર વાર્તા પર ભારે પડે છે. મતલબ એક મોટી હવેલીમાં રહેનારો, ચૌદ વર્ષથી બીમાર, જેના ઘરમાં ઘણા નોકરો છે, છેવટે તે આટલો ખર્ચો કેવી રીતે ઉઠાવી શકે છે ? જ્યારે કે ફિલ્મમાં તો બતાવવામાં આવ્યુ છે કે તેની આર્થિક પરિસ્થિતિ સારી નથી.

ફિલ્મમાં મર્સી કિલિંગની વાત જરૂર કરવામાં આવી છે. પરંતુ આ મુદ્દો ફિલ્મમાં યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો નથી. તેને લઈને કોર્ટમાં જે ચર્ચા બતાવવામાં આવી છે, તે એટલી પ્રભાવશાળી નથી બની શકી. આ ઉણપો છતા ફિલ્મ બાંધીને રાખે છે. ઘણા દ્રશ્યો દિલને સ્પર્શી જાય છે. છત પરથી ટપકતા ટીપાંથી પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરતો એથેન. એથેનનુ સોફિયા સાથે સેક્સ કરવાની કલ્પના કરવ્વી અને સોફિયા દ્વારા તેનો જવાબ આપવો, 12 વર્ષ પછી એથેનનું ઘરની બહાર નીકળીને દુનિયા જોવાનું દ્રશ્ય અને ફિલ્મનુ ક્લાઈમૈક્સ સારુ બની ગયુ છે.

અભિનય આ ફિલ્મનો સશક્ત પહેલુ છે. ઋત્વિકને ફક્ત ચહેરા દ્વારા જ અભિનય કરવાનો હતો અને કહી શકાય છે કે 'ગુજારિશ' તેમના શ્રેષ્ઠ પરફોર્મંસમાંથી એક છે. એક જ એક્સપ્રેશનમાં તેણે ખુશી અને ગમને એક સાથે રજૂ કર્યુ છે. વય વધવાની સાથે સાથે એશ્વર્યા રાય વધુ સુંદર થતી જઈ રહી છે. પોતાના કેરેક્ટરમાં સંપૂર્ણ રીતે ડૂબેલી જોવા મળી. મોનીકંગનાએ આ ફિલ્મ દ્વારા પોતાનુ કેરિયર શરૂ કર્યુ છે. પરંતુ તેને ઘણા થોડા ફુટેજ મળ્યુ છે. શેરનાઝ પટેલ, આદિત્ય રાય કપૂર, સુહેલ સેઠ, નફીસા અલીએ પણ પોત-પોતાની ભૂમિકાઓ સાથે ન્યાય કર્યો છે. રજત કપૂરે ઓવર એક્ટિંગ કરી છે.

webdunia
IFM
પ્રથમવાર ભંસાલીની ફિલ્મનુ સંગીત નબળુ છે. ગીતો સારા લખવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે ન્યાય કરનારી ધુનો ભંસાલી ન બનાવી શક્યા. 'ઉડી' અને 'જિક્ર હૈ' જ પસંદ આવે એવા છે. 'ઉડી' ગીતને શ્રેષ્ઠ રીતે ફિલ્માવવામાં આવ્યા છે. ફિલ્મનુ બેકગ્રાઉંડ મ્યુઝિક પર ખૂબ મહેનત કરવામાં આવી છે. સુદીપ ચેટર્જીની સિનેમાટોગ્રાફીએ ફિલ્મ દર્શનીય છે.

અશ્લીલ ફિલ્મોના ગાળામાં 'ગુજારિશ' જેવી ફિલ્મો રાહત આપે છે.

Share this Story:

Follow Webdunia gujarati