નિર્માતા : સુરેશ સેઠ
નિર્દેશક : તારિક ખાન
સંગીત : રવિ પવાર
કલાકાર : અરશદ વારસી, નતાશા, રાજપાલ યાદવ, તુષા, ગોવિન્દ નામદેવ, યશપાલ શર્મા.
એક બગડેલાને બીજો બગડેલો મળી જાય તો સારા કામ કરવાની શક્યતા જ નથી રહેતી અને સારી ફિલ્મ પણ નથી બની શકતી. એવુ લાગે છે કે ખરાબ ફિલ્મો બનાવવાના વચન સાથે કેટલાક લોકો ભેગા થઈ ગયા છે અને ખરાબ ખૂબ જ ખરાબ ફિલ્મ બનાવી નાખી. ન તો એમા સારી વાર્તા, ન નિર્દેશન, ન અભિનય, ન તો સંવાદ છે.
વાર્તા છે ટોટી(અરશદ વારસી) અને ટોની(રાજપાલ યાદવ)ની. જે નાના મોટા ચોર છે. તેમને એક ડોન (ગોવિન્દ નામદેવ)એક ખજાનો શોધવાની જવાબદારી સોપે છે. જ્યારે તેમને નકશો મળી જાય છે તો એ ડોનને બદલે પોતે ખજાનો હડપવાનો વિચાર કરે છે. ટોટી અને ટોની એક ઘરમાં સંતાય જાય છે જ્યા ખજાનો છિપાયેલો છે. ત્યારબાદ પકડવાનો અન ભાગવાની પ્રક્રિયા શરૂ થાય છે.
વાર્તામાં દમ નથી અને સ્ક્રીનપ્લે ખૂબ જ ખરાબ. સતત એવા દ્રશ્યો આવે છે. જેનો કોઈ મતલબ નથી. હસાવવાના બહાને ઊંધી છતી હરકતો કરવામાં આવી છે જેને જોઈને કોઈને હસવાની ઈચ્છા થતી નથી.
અરશદ વારસી અને રાજપાલ યાદવ આટલી ખરાબ એક્ટિંગ પણ કરી શકે છે એ ફિલ્મ જોઈને ખબર પડી. બધુ મળીને 'એક સે બુરે દો' ફિલ્મ ન જોવી સારુ કહેવાશે.