એક સમય એવો હતો કે જ્યારે પારિવારિક ફિલ્મો હિન્દી ફિલ્મોનો એક મહત્વનો ભાગ હતો., જે વર્તમાન યુગમાંથી ગાયબ થઈ રહ્યો છે. 'એક વિવાહ ઐસા ભી' એ સમયની યાદોને તાજી કરાવે છે. ચાંદની(ઈશા કોપ્પીકર) ભોપાલમાં રહેનારી એક મધ્યમવર્ગીય છોકરી છે. આ પોતાના પિતા અને બે નાના ભાઈ-બહેનની સાથે રહે છે, જેમને તે ખૂબ જ ચાહે છે. ચાંદની શાસ્ત્રીય સંગીતમાં નિપુણ છે અને સ્ટેજ પર પરફોર્મ કરે છે. ચાંદનીની મુલાકાત પ્રેમ (સોનૂ સૂદ) સાથે થાય છે અને તે એને પ્રેમ કરવા લાગે છે. પ્રેમ અને ચાંદનીની જે દિવસે સગાઈ થવાની હોય છે, તે દિવસે ચાંદનીના પિતા(આલોકનાથ)નું મૃત્યુ થઈ જાય છે. અચાનક તે પરિવારની સૌથી મોટી વ્યક્તિ બની જાય છે. પોતાના ભાઈ-બહેનની માટે ચાંદની લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ તેમના પાલન-પોષણ કરી શકે. ચાંદનીના આ નિર્ણયનો પ્રેમ સન્માન કરે છે. બાર વર્ષ સુધી તેઓ ચાંદનીની રાહ જુએ છે, જ્યા સુધી તે તેની જવાબદારીથી મુક્ત નથી થઈ જતી. ત્યાગની વાર્તા પડદાં પર ઘણી વાર બતાવવામાં આવી છે, પરંતુ આ ત્યારે જ સફળ થાય છે જ જ્યારે ચરિત્રોના દુ:ખ દર્દને અનુભવી શકાય. નિર્દેશક કૌશિક ઘટક આ બાબતે સફળ રહે છે. રાજશ્રીવાળાઓને વિશ્વાસ પર તેઓ ખરા ઉતરે છે.
સંગીત(રવિન્દ્ર જૈન) આ ફિલ્મનો નિરાશાજનક પહેલુ છે. 'મુજમે જિન્દા હૈ વો'હી યાદ રહે છે. પહેલા એક કલાકમાં ઢગલો ગીતો મુકી દીધા છે, જેમાં બોર થઈ જવાય છે. સંવાદ ઠીક ઠાક છે.
બધુ મળીને 'એક વિવાહ એસા ભી' પાસ્તા અને પિઝાના જમાનામાં ભારતીય ભોજનની થાળી છે. રણનીતિના હેઠળ આ ફિલ્મના મલ્ટીપ્લેક્સમાં નથી રજૂ કરવામાં આવી, કારણ કે એવુ માનવામાં આવે છે કે મેટ્રો અને મોટા શહેરોમાં રહેતા લોકો આને કદાચ ઓછી પસંદ કરશે. નાના શહેરોમાં રહેતા લોકો કદાચ આને પસંદ કરે.