એક મેં ઔર એક તૂ : ફિલ્મ સમીક્ષા
બેનર : ધર્મા પ્રોડક્શંસ, યૂટીવી મોશન પિક્ચર્સ નિર્માતા : કરણ જૌહર, રોની સ્ક્રૂવાલા, હીરુ જોહર નિર્દેશક : શકુન બત્રા સંગીત : અમિત ત્રિવેદી કલાકાર : ઈમરાન ખાન, કરીના કપૂર, બોમન ઈરાની, રત્ના પાઠક, રામ કપૂર. સેસર સર્ટિફિકેટ : યૂ/એ *15રીલ રેટિંગ 3.5/5
'
એક મે ઔર એક તૂ' માં કરીના કપૂરની જ એક હિટ ફિલ્મ 'જબ વી મેટ'ને અનુભવી શકાય છે. તેમા પણ બોરિંગ ટાઈપનો છોકરો સંજોગરૂપે જીંદગીના દરેક સેકંડનો આનંદ ઉઠાવનારી છોકરીના સંપર્કમાં આવે છે. તેની પાસેથી જીંદગી જીવવાનો અંદાજ શીખે છે. અને પ્રેમ કરી બેસે છે. આની સાથે જ મળતી આવતી સ્ટોરી 'એક મૈ ઔર એક તૂ' માં પણ જોવા મળે છે. જો કે 'એક મૈ ઔર એક તૂ'માં નવી વાત એ છે કે હીરો-હીરોઈનનું લગ્ન થઈ જાય છે. બંને લગ્ન તોડવાની કાર્યવાહી કરે છે અને આ દરમિયાન તેમની મૈત્રી થઈ જાય છે. રાહુલ (ઈમરાન હાશમી) અને રિહાના(કરીના કપૂર)નો ઉછેર એકદમ જુદા જ વાતાવરણમાં થયો છે. રાહુલ પોતાના ડેડી સામે મોઢુ નથી ખોલી શકતો. ટાઈ પણ તે પોતાના પિતાને પૂછીને જ પહેરે છે. મમ્મીના કહેવાથી તે દરેક કોળિયો 32 વાર ચાવીને ખાય છે. દિવસે ત્રણ વાર બ્રશ કરે છે અને અંડરવિયર પણ ઈસ્ત્રી કરીને પહેરે છે. એ વાત સાચી કે આનાથી થોડી સારી આદતો શીખવા મળે છે, પરંતુ તેના પર વધુ પડતા મેનર્સ લાદી દેવામાં આવે છે. જેનુ વજન ઉઠાવતા ઉઠાવતા તે પરેશાન થઈ ગયો છે. તે 25 વર્ષનો છે, પણ તેના પેરેંટ્સ હજુ પણ તેને દસ વર્ષનું બાળક જ સમજે છે. બીજી બાજુ રિહાના પોતાની મરજીની માલિક છે. પોતાના રીતે લાઈફને એંજોય કરે છે. પેરેંટ્સનું કોઈ પ્રકારનું પ્રેશર તેના પર નથી. રિહાના અને તેના ડેડીના સંબંધો એટલા ઓપન છે કે તે પોતાની પુત્રીને પૂછી લે છે કે જે વ્યક્તિ સાથે તેનું ભૂલથી લગ્ન થઈ ગયુ છે, તેની સાથે તેણે સુહાગરાત માણી છે કે નહી.