નિર્માતા : અનુરાગ કશ્યપ, દેવેન ખોટે, રોની સ્ક્રૂવાલા, જરીના મહેતા.
નિર્દેશક ; રાજકુમાર ગુપ્તા
સંગીત ; અમિત ત્રિવેદી
કલાકાર : રાજીવ ખંડેલવાલ
કોઈ પણ ફિલ્મને તેની ભવ્યતા કે તેમા કામ કરી રહેલા કલાકારોને ધ્યાનમં રાખીને પારખવી ન જોઈએ. 'આમિર' ફિલ્મમાં આ રીતનુ કોઈ આકર્ષણ નથી. ઓછા બજેટવાળી આ ફિલ્મમાં કોઈ મોટો સ્ટાર નથી. તેને એક નવા નિર્દેશકે બનાવી છે અને ફિલ્મનું શૂટિંગ મુંબઈની ગંદી ગલીઓમાં કરવામાં આવ્યુ છે. આ નાની ફિલ્મ ખૂબ જ પ્રભાવશાળી છે અને આપણને વિચાર કરતા મૂકી દે છે.
ફિલ્મનો નાયક આમિર(રાજીવ ખંડેલવાલ) જ્યારે મુંબઈ આવે છે તો તેને ખબર નથી હોતી કે તેનો સામનો મુસીબતો સાથે થવાનો છે. તે આ દુનિયાથી અજાણ છે. આમિર મુંબઈના તે વિસ્તારમાં જાય છે, જ્યાં સાંકડી અને ગંદી ગલીઓ છે, સસ્તા હોટલ છે, ભીડથી ભરેલા બજાર છે. આ આમિરની દુનિયા નથી અને તે મુસીબતોમાં ફસાય જાય છે.
'આમિર' એક પ્રેમ કથા નથી, ન તેમા નાયિકા છે, ન તો તેમાં હીરો ગીત ગાય છે, ન તેને યૂએસએ કે યૂરોપની શાનદાર લોકેશન પર શૂટ કરવામાં આવી છે, પરંતુ છતાં ફિલ્મ પ્રભાવિત કરે છે.
કારણકે ફિલ્મ વાસ્તવિકતાની સમીપ છે, તેથી તેને વાસ્તવિક લોકેશન પર શૂટ કરવામાં આવી છે, જ્યા ઘણા લોકો કદાચ જ ગયા હોય. ફિલ્મ સારી બની છે જેનો બધો શ્રેય નિર્દેશક રાજકુમાર ગુપ્તાને જાય છે.
તેમણે વિષય મુશ્કેલ પસંદ કર્યો છે અને ફિલ્મના નાયકની અસહાય સ્થિતિને પડદાં પર શ્રેષ્ઠ રીતે બતાવી છે. તેમણે સિનેમાટોગ્રાફર, સંપાદક અને બેકગ્રાઉંડ મ્યૂઝીકનો શ્રેષ્ઠ સાથ મળ્યો છે.
રાજીવ ખંડેલવાલે પોતાની ભૂમિકા પૂરી યોગ્યતાથી ભજવી છે. તેમણે ચરિત્રની ઝીણવટોને પકડીને અભિનય કર્યો છે. તેમના હાવ-ભાવ જોવા લાયક છે. મોટા પડદા ઉપર તેમણે જોરદાર શરૂઆત કરી છે.
'આમિર' એક શ્રેષ્ઠ ફિલ્મ છે. આ તમને બેચેન કરી દે છે. ફિલ્મ પોતાનો સંદેશ આપવામાં સંપૂર્ણ રીતે સફળ છે. એકવાર આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.