ફિલ્મના શરૂઆતના 45 મિનિટ ખૂબ જ બોરિંગ છે. રિમી સેન જ્યારે ફિલ્મમાં પ્રવેશ કરે છે ત્યારે ફિલ્મમાં થોડી વાર માટે રુચિ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ ફિલ્મમાં થોડી બહુ વધેલી રુચિ પણ પૂરી થઈ જાય છે અને જે બતાવવામાં આવે છે તે જ જોવુ પડે છે. ફિલ્મના નિર્દેશક ઈશ્વર નિવાસ(પહેલા ઈ.નિવાસ હતા, હવે ઈશ્વર થઈ ગયા છે, કદાચ કિસ્મત જાગી જાય તેથી)નુ ધ્યાન ફિલ્મને મોર્ડન લુક આપવામાં રહ્યુ. મોર્ડન કપડાં, ટ્રી હાઉસ, ડિસ્કોથેક, શાનદાર ઘર અને ઓફિસ, મોટી વાતોની ભૂલભૂલૈયામાં તે ફિલ્મની પટકથા પર ધ્યાન આપવાનુ ભૂલી ગયા. ગીતોનુ ફિલ્માંકન ભવ્ય છે, પરંતુ વગર કોઈ સિચ્યુએશને ગમે ત્યારે ટપકી પડે છે. વિશાલ-શેખરનુ સંગીત દમ વગરનુ છે.
ફિલ્મની સ્ટોરી ટીનએજ કલાકારોની માંગ કરે છે, પરંતુ આફતાબ અને રિતેશ જેવા કલાકારો પાસે કામ લીધુ છે. રિતેશ તો ઠીક લાગે છે પરંતુ આફતાબ મિસફિટ છે. તેમણે બહુ બોર કર્યા ક હ્હે. હાસ્ય ભૂમિકાઓ ઉભી કરવામાં રિતેશ નિપુણ છે. આ એક વાર ફરી તેમણે સાબિત કર્યુ છે. આયેશા ટાકિયાને વધુ તક નથી મળી. રિમી સેનના પાત્રમાં ઘણા રંગ છે જેને તેણે સરસ રીતે નિભાવ્યુ છે. અનુપમ ખેર આખા ફિલ્મમા6 એક કૂતરાંને પ્રશિક્ષણ આપતા રહે છે, સમજાતુ નથી કે તેમણે આવી ભૂમિકા કરવી કેમ પસંદ કરી ?
બધુ મળીને 'દે તાલી' નિરાશ કરે છે.