ફિલ્મ - ભારત
કલાકાર - સલમાન ખાન, કટરીના કૈફ, સુનીલ ગ્રોવર, જૈકી શ્રોફ, સોનાલી, તબ્બુ
નિર્દેશક - અલી અબ્બાસ જફર
નિર્માતા - અતુલ અગ્નિહોત્રી, અલવીરા ખાન, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, નિખિલ નામિત, સલમાન ખાન
રેટિંગ 3/5
સેંસર સટિફિકેટ યૂએ 2 કલાક 47 મિનિટ 15 સેકંડ
સલમાન ખાને પોતાના ફૈસને ભારતની રીલિઝ સાથે ઈદનો તહેવાર આપ્યો છે. આ ફિલ્મમાં એ બધુ જ છે જે એક મનોરંજન કરનારાઓ મસાલા ફિલ્મમાં હોવી જોઈએ. કે પછી એમ કહો કે સલમાન ખાને એંટરટેનમેંટનુ આખુ પેકેજ બનાવીને ભારતની ભેટ તૈયાર કરી છે. આ ફિલ્મ સલમનના ફૈસ માટે તો બ્લોકબસ્ટર છે. તેમા કોઈ બેમત નથી. પણ અલી અબ્બાસ જફરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ અસલમાં કેવી છે જાણો રિવ્યુ.
સલમાન ખાનની ભારત શરૂ થાય છે આઝાદીના દિવસ 15 ઓગસ્ટ 1947થી. આ દિવસે જન્મ થાય છે. ભારતનો (સલમાનનો જન્મદિવસ) હવે જ્યાર બર્થડે છે તો સેલિબ્રેશન પણ થશે. તો આ સેલિબ્રેશનની શરૂઆત થાય છે અટારી બોર્ડર પર આખા પરિવાર સાથે જઈન્ ચાલતી ટ્રેન પાછલ ભાગતા કેક કાપીને. પણ કેક કેક કાપતા પહેલ ભારત સંભળાવે છે ઘરના બાળકોને પોતાની સ્ટોરી. બસ અહીથી જ આ ફિલ્મને સ્ટોરી ચાલી પડે છે. આ સ્ટોરી
છે ભારત-પાકિસ્તાનના એ ભાગલાની જેમા ભારત એટલે કે સલમાને પોતાના સ્ટેશન માસ્ટર પિતા (જેકી શ્રોફ) અને નાની બહેનને ગુમાવી દીધા. 10 વર્ષનો ભારત બંનેની શોધ શરૂ કરે છે અને તે 70 વર્ષનો થઈ જાય છે. આ દરમિયાન ભારતની જર્ની સર્કસથી અરબ અને માલ્ટા સુધી ફરીને હિન્દુસ્તાન સુધી આવે છે. આ દરમિયાન તેને મળે છે અનેક પાત્ર. જે સ્ટોરીમાં મહત્વનો મોડ લાવે છે. જેવો કે મેડમ સર (કટરીના કૈફ), વલાઈતી(સુનીલ ગ્રોવર), આસિફ શેખ.
સ્ટોરીમાં કેટલો છે દમ
ફિલ્મ સલમાન ખાનની હોય તો સિનેમાના તમામ કાયદા સલમાનની હાજરી આગળ તેના પ્રશંસકોને ઓછા જોવા મળે છે. આમ તો ફિલ્મની સ્ટોરી પર પૈની નજર નાખીએ તો એક વ્યક્તિ ભારતની આસપાસ જ બધા પાત્ર લખાયેલ છે. જો કે સલમાનની અગાઉની ફિલ્મ રેસ 3 ની તુલનામાં ભારતની સ્ટોરી સમજાય તેવી છે. આ વખતે ફિલ્મમાં એક્શન ઝીરો છે અને ઈમોશનલ ડ્રામા ભરપૂર છે. ડ્રામા ક્યાક અતિ થઈ ગયો છે જે યથાર્થ નથી લાગતો. જેવુ કે સલમાનનુ અરબ પહોંચવુ અને પછી માલ્ટામાં દેખાવવુ. એક જ વ્યક્તિની સર્કસથી લઈન નેવી સુધીની યાત્રા ફિલ્મી વધુ જોવા મળે છે. ખૈર સ્ક્રિપ્ટમાં એંટરટેનમેંટનો ફુલ મસાલો છે અને સ્ટોરીને પણ એ જ હિસાબથી બનાવાઈ છે. હવે સલમાન છે તો બધુ શક્ય છે. ફિલ્મમાં ડાયલોગ્સ સારા છે. કૉમેડીનો તડકો પણ જોરદાર છે.
અભિનય
સલમાન ખાનના અભિનયનઈ વાત કરીએ તો તે પ્રભાવિત કરે છે. આખી ફિલ્મમાં સલમાનનો રૂઆબ જોવા લાયક છે. પણ 70 વર્ષના વૃદ્ધ સલમાનને જોવો ખૂબ ફની છે. આ લુકમાં સલમાનને જોઈને હસવુ વધુ આવે છે. સફેદ દાઢી વાળ લગાડવાથી કોઈ વૃદ્ધ થઈ જાય છે શુ ? કટરીના કૈફનો રોલ તેના જૂના રોલ્સને તુલનામાં સારો છે. પણ ફિલ્મમાં જે અસલી પંચ છે તે છે સુનીલ ગ્રોવર. સુનીલની કોમિક ટાઈમિંગ જોરદાર છે. તે અનેકવાર ફિલ્મ બચાવતા જોવા મળ્યા છે. આસિફ શેખનો રોલ ભલે નાનકડો હોય પણ પાવરફુલ છે. તબ્બુ, સોનાલી કુલકર્ણીએ પણ પોતાના પાત્ર સાથે ઈંસાફ કર્યો છે.
ફિલ્મમાં કેટલાક સારા દ્રશ્ય પણ છે. જેવા કે સિત્તેર વર્ષના સલમાનનુ અટારી જઈને જન્મદિવસ ઉજવવો. સલમાન અને કેટરીનાનુ પહેલીવાર મળવુ. સલમાનની બહેનનુ નેહરુ જેવા યુવકને પસંદ કરવુ. ખાડી દેશમાં જવા માટે ફિઝિકલ ટેસ્ટ આપવો. સતીશ કૌશિકનુ જલ્દી જલ્દી બોલવુ. અમિતાભ બચ્ચનના નામ પર સમુદ્રી ડાકુઓથી પીછો છોડાવવો. સલમાનના જીજા વાળા દ્રશ્ય હસાવે છે.
કેટલાક સ્થાન પર વાત હજમ નથી નથી. સુનીલ ગ્રોવર અને નોરા ફતેહીવાળો ટ્રેક હટાવી શકાતો હતો. 70 વર્ષના વૃદ્ધને ફાઈટ કરતા જોવુ પણ હજમ થતુ નથી. આ વાત પણ પરેશાન કરે છે કે યુવા હોવા છતા સલમાન પોતાના પિતા અને બહેનને શોધવા માટે પાકિસ્તાન કેમ નથી જતા ? જો કે ફિલ્મમાં એક સ્થાન પર તે તેનો જવાબ આપે પણ છે. પન તેનાથી સંતુષ્ટ નથી થઈ શકાતુ.
સંગીતકારના રૂપમાં વિશાલ-શેખરનુ કામ સારુ છે. ફિલ્મના ગીત ભલે વધુ લોકપ્રિય ન થયા હોય પન ફિલ્મ જોતા સમય તે સારા લાગે છે. સ્લો મોશન અને ચાસણી માટે સિચુએશન સારી બનાવી છે. અથ્થે આ અને અન્ય ગીત ફિટ નથી બેસતા. જીંદા પણ સારી બની પડી છે. સ્લો મોશન અને ચાસણીનુ પિક્ચરાઈઝેશન ઉમ્દા છે. દિશા અને કટરીનાનો ડાંસ જોવા લાયક છે.
અલી અબ્બાસ જફરના નિર્દેશનના તેથી પણ વખાણ કરવા જોઈએ કે તેમને ભારતની સ્ટોરીને બોઝિલ નથી બનવા દીધી. સંપાદન અને લોકેશન અનેક સ્થાને પ્રભાવી છે.
ટૂંકમા સલમાનના પ્રશંસકોને ભારતની સ્ટોરી ખૂબ જ પસંદ આવશે. ઈદ પર ફિલ્મનુ રજુ થવુ નિર્માતાઓ માટે લાભકારી સોદો છે. બોક્સ ઓફિસ પર ભારત બંપર કમાણી કરે તો નવાઈ ન લાગવી જોઈએ.