Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Movie Review: દિલવાલે મતલબ એંટરટેનમેંટ એંટરટેનમેંટ અને એંટરટેનમેંટ

Movie Review: દિલવાલે મતલબ એંટરટેનમેંટ એંટરટેનમેંટ અને એંટરટેનમેંટ
, શુક્રવાર, 18 ડિસેમ્બર 2015 (12:02 IST)
બેનર - રોહિત શેટ્ટી પ્રોડક્શંસ, રેડ ચિલીજ એંટરટેનમેંટ 
નિર્માતા - ગૌરી ખાન 
નિર્દેશક - રોહિત શેટ્ટી 
જોનર - ડ્રામા 
છાયાંકન - ડુડલે 
ગીતકાર - અંતરા મિત્રા, અરિજીત સિંહ, અમિત મિશ્રા, અનુષ્કા મનચંદા, બેની દયાલ, કનિકા કપૂર અને જોનિતા ગાંધી 
સંગીત - પ્રીતમ ચક્રવર્તી 
સ્ટોરી - સાજિદ 1 અને ફરહાદ 
સ્ટારકાસ્ટ - શાહરૂખ ખાન, કાજોલ, વરુણ ધવન, કૃતિ સનોન, વરુણ શર્મા, જૉની લીવર, બોમન ઈરાની, ચેતના પાંડે, વિનોદ ખન્ના, કબીર બેદી, સંજય મિશ્રા, મુકેશ તિવારી, મુરલી શર્મા, પંકજ ત્રિપાઠી, નવાબ શાહ અને શાવર અલી. 
રેટિંગ - 4 સ્ટાર 
બોલ બચ્ચન અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી મસાલેદાર ફિલ્મોની અપાર સફળતા પછી હવે નિર્દશક રોહિત શેટ્ટી પોતાના ચાહકો માટે શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ દિલવાલે લઈને આવ્યા છે. તેમણે આ ફિલ્મ દ્વારા ઓડિયંશને એક્શન સાથે હસાવવાનો પણ દમદાર પ્રયાસ કર્યો છે. સાથે જ શેટ્ટીને પોતાને નિર્દેશિત પર આ રીતે વિશ્વાસ છે કે ઓડિયંસ આ ફિલ્મને હાથો હાથ લેશે અને જમકર એંટરટેન કરશે. 
 
સ્ટોરી - ફિલ્મની સ્ટોરી રાજ (શાહરૂખ ખાન)થી શરૂ થાય છે જે આજે ખૂબ જ શરીફ અને એક ઈનામદાર વ્યક્તિ છે.   તે એક ચોર મની ભાઈ (જોની લીવર)ને તેનુ પૈસાથી ભરેલુ પર્સ પરત કરી દે છે.  તે પણ ફક્ત મની અને તેના ભાઈ વચ્ચે પ્રેમનો અહેસાસ કરાવતા.  રાજ આજે એક હાઈ-ફાઈ કાર મોડીફિકેશનનો વેપાર કરી રહ્યો છે અને તે પોતાના ભાઈ વીર (વરુણ ધવન)ને ખૂબ પ્રેમ કરે છે.  હવે સ્ટોરી ફ્લેશબૈકમાં..કાલિયા મતલબ રાજ પહેલા ખૂબ જ ખૂંખાર ડૉનનો પુત્ર હતો. એ ડૉને કાલિયાને રસ્તા પરથી ઉઠાવીને પોતાનો પુત્ર બનાવ્યો હતો અને વીરને બીજો પુત્ર. હવે એક ડીલ હેઠળ કાલિયા ભાગી રહ્યો હતો કે તેની ગાડી સાથે મીરા(કાજોલ) અથડાય જાય છે. બસ અને ત્યા જ કાલિયાને મીરા સાથે પ્રેમ થઈ જાય છે. પછી કાલિયા પોતાન અસોનાના એસાઈમેંટ ડીલ માટે નીકળી પડે છે. ત્યારે તેનો સામનો પિતા ડોનના હરીફ ડૉનની પુત્રી મીરા સાથે જ થઈ જાય છે.  બસ ત્યા જ કાલિયા પોતાના સાચા પ્રેમ માટે ભાંગી પડે છે. હવે વીર ઈશિતા (કૃતિ સેનન)ને પ્રેમ કરી બેસે છે. જે મીરાની બહેન નીકળે છે. આ સાથે જ સ્ટોરી આગળ વધે છે. અને... 
 
અભિનય -  શાહરૂખ ખાને આ ફિલ્મથી એકવાર ફરી ખુદને પ્રૂફ કરી બતાવ્યુ છે કે ખરેખર તેને ચાહનારા લોકો તેને આમ જ બાદશાહ ખાન નથી કહેતા. કાજોલ પણ અનેક વર્ષો પછી શાહરૂખના ડગથી ડગ માંડતા જોવા મળ્યા. ફિલ્મમાં વરુણ ધવનનો અભિનય ગજબનો રહ્યો. કૃતિ સેનોન અને વરુણ શર્માએ પોતપોતાના અભિનયથી ઓડિયંસનુ દિલ જીતતા જોવા મળ્યા. જૉની લીવર પોતાના એજ જૂના મજાકિયા અંદાજમાં જોવા મળ્યા તો બીજી બાજુ બોમન ઈરાની કિંગની ભૂમિકામાં ગજબના રહ્યા. ચેતના પાંડે અને વિનોદ ખન્ના પણ ફિલ્મમાં પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહ્યા.  કબેર બેદી સંજય મિશ્રા મુકેશ તિવારી સહિત મુરલી શર્મા અને પંકજ ત્રિપાઠીએ પોતાના અભિનય દ્વારા ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા. નવાબ શાહ અને શાવર અલી પણ કંઈક જુદુ કરતા જોવા મળ્યા. 
webdunia
નિર્દેશન - એમા કોઈ શક નથી કે રોહિત શેટ્ટી આ ફિલ્મમાં ઓડિયંસને લલચાવવામાં મોટાભગે સફળ રહ્યા. મતલબ તેમણે પોતાના અનોખા અંદાજમાં એક્શનનો જોરદાર તડકો તો લગાવ્યો છે પણ ક્યાક ક્યાક તેઓ થોડા નિષ્ફળ રહ્યા. આ ફિલ્મમાં રોહિતે ખરેખર કંઈક જુદુ બતાવવાનો પ્રયત્ન કર્યો છે.  તેથી તે ઓડિયંસની વાહ વાહ મેળવવામાં થોડા સફળ રહ્યા.  એકાદ સ્થન પર જ તેમની સ્ક્રીપ્ટ થોડી ડગમગાતી જોવા મળી. પણ તેની સ્ટોરી પણ ઓડિયંસને અંતિમ સમય સુધી બાંધી રાખવામાં કોઈ હદ સુધી સફળ રહી.  તેમણે આના દ્વારા એટલુ જરૂર સાબિત કરી બતાવ્યુ કે બોલીવુડ આજે પણ જૂના ક્લેવરને નવા અંદાજમાં પસંદ કરવામાં આવે છે.  મતલબ દર્શકો પણ શાહરૂખ અને કાજોલની જોડીને પડદાં પર જોવા માટે કાયલ છે.  હમ શરીફ ક્યા હુએ, પૂરી દુનિયા હી બદમાશ બન ગઈ.. અને કહના કિ કાલિયા આયા થા... જેવા કેટલાક ડાયલોગ્સ વખાણવા લાયક રહ્યા. પણ જો ટેકનોલોજી અને કોમર્શિયલ અંદાજને છોડી દેવામાં આવે ગો આ સિનેમેટોગ્રાફી કંઈક ખાસ કરવામાં નિષ્ફ્ળ રહી. સાથે જ આખી ફિલ્મમાં ક્યાક ને ક્યાક કોરિયોગ્રાફીની પણ કમી જોવા મળી. સંગીત(પ્રીતમ ચક્રવર્તી)તો ઓડિયંસને ગમતુ જોવા મળ્યુ. પણ ગીતની તુલનામાં થોડા વધુ પ્રયાસની જરૂર પણ અનુભવાઈ. 
 
કેમ જોવી જોઈએ ? 
 
ઘણા સમય પછી શાહરૂખ અને કાજોલની મોટા પડદા પર કેમિસ્ટ્રી જોવા અને રોહિત શેટ્ટીના ચાહકોને સિનેમાઘરો તરફ વળી શકે છે.  આ ઉપરાંત જો તમે કશુ નવુ અને પરિવારની સાથે ફિલ્મ જોવાનુ મન બનાવી રહ્યા છો તો તમે  ક્યાક થોડી અસહજતા અનુભવશો. હા પણ એક વાત ચોક્કસ છે કે તમને કંટાળો નહી આવે. તમારુ મનોરંજન ભરપૂર થશે કારણ કે દિલવાલેમાં છે ફક્ત એંટરટેનમેંટ, એંટરટેનમેંટ અને એંટરટેનમેંટ. 

Share this Story:

Follow Webdunia gujarati