કલાકાર - આમિર ખાન, સાક્ષી તંવર, ફાતિમા સના શેખ, જાઈરા વસીમ, સાન્યા મલહોત્રા, સુહાની ભટનાગર, અપારશક્તિ ખુરાના, ગિરિશ કુલકર્ણી .
નિર્દેશક - નિતેશ તિવારી
નિર્માતા - આમિર ખાન, કિરણ રાવ, સિદ્ધાર્થ રોય કપૂર
સંગીત - પ્રીતમ ચક્રવર્તી
ગીત - અમિતાભ ભટ્ટાચાર્ય
લેખક - શ્રેયાસ જૈન, નિખિલ મેહરોત્રા, પિયૂષ ગુપ્તા, નિતેશ તિવારી
રેટિંગ - 3.5
સપને વો નહી હોતે.. જો આપ સોને કે બાદ દેખતે હો
સપને વો હોતે હૈ જો આપકો સોને નહી દેતે...
રમત પર ઘણી બધી ફિલ્મો બની છે. પણ 'દંગલ' ફિલ્મ સૌથી જુદી જ છે. આ ફિલ્મને વધુ ફિલ્મી ન બનાવતા ડાયરેક્ટર નિતેશ તિવારીએ એ રીતે પડદા પર ઉકેર્યો છે કે દરેક સીન, દરેક એક્સપ્રેશન, દરેક ડાયલોગ બધુ જ રિયાલિસ્ટિક લાગે છે. ફિલ્મી મસાલા ન હોવા છતા પણ બે કલાક 50 મિનિટની આ ફિલ્મ તમને બાંધી રાખે છે. ફિલ્મના દરેક સિચુએશન સાથે તમે ખુદને જોડીને જોવા માંડો છો. ફિલ્મમાં કોમિક ટાઈમિંગ એટલી સટીક છે કે તમે હસો પણ છો અને ઈમોશનલ સીનમાં આંખમાંથી આંસુ પણ લાવી દો છો.
સ્ટોરી
દગલ હરિયાણાના પહેલવાન મહાવીર સિંહ ફોગટના જીવન પર આધારિત ફિલ્મ છે. એક પુત્રની ચાહતમાં મહાવીર સિંહ ફોગટની ચાર પુત્રીઓ પેદા થઈ જાય છે. મહાવીર સિંહને પુત્ર જોઈએ છે કારણ કે તેઓ પોતાનુ સપનુ પોતાના પુત્ર દ્વારા સાકાર કરવા માંગે છે. પણ બધા ટોટકા અજમાવી ચુકેલ ફોગટને એ સમયે જીવનમાં 'કિક' મળે છે જ્યારે તેમની પુત્રીઓ પોતાના દાવ પેચથી એક યુવકને મારે છે. ત્યારબાદ જ મહાવીર સિંહ પોતાની પુત્રેઓ ગીતા અને બબીતાને કુશ્તીના ગુર શિખવાડીને તેમને રેસલિંગના ચેમ્પિયન બનાવે છે.
પણ આ દરમિયાન તેમને કેવા ઉતાર-ચઢાવ પરથી પસાર થવુ પડે છે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ પણ બતાવ્યુ છે. જેવુ કે એક ડાયલોગ તમે ટ્રેલરમાં જોયો હશે કે 'મેડલિસ્ટ પેડ પર નહી ઉગતે, ઉન્હે બનાના પડતા હૈ પ્યાર સે, મહેનત સે, લગન સે...' આ ફિલ્મની એક લાઈનમાં જ એ બધુ દુખ બતાવી દે છે. બાપ-બેટીના સંબંધ પર બનેલ આ ફિલ્મ તેમના પ્રેમ, તકરાર અને ફટકાર બધુ જ બતાવે છે.
કેટલાક શોટ્સ છે કે તમારા શ્વાસ રોકાય જાય છે...
ફિલ્મમાં રેસલિંગના કેટલાક એવા સીન છે શોટ્સ છે જેને જોતા તમે તમારા શ્વાસ રોકી લો છો. ફિલ્મના એક સીનમાં બતાવ્યુ છે કે માહવીર સિંહ ફોગટ તેમની પુત્રી ગીતા વચ્ચે અહં (ઈગો)આવી જાય છે અને બંને કુશ્તી લડે છે. આ સીન ખૂબ જ ઈમોશનલ અને આંખોમાં આંસૂ લાવી દેનારો છે. આવી જ રીતે ફિલ્મમાં રેસલિંગના અનેક સીન છે જે દર્શક દિલ થામીને જોવા મજબૂર થઈ જાય છે.
આ ડાયરેક્ટરની ચતુરાઈ છે કે ફિલ્મમાં રેસલિંગની કેટલીક ઝીણવટોને એવી બતાવી દીધી છે કે જેનાથી દર્શકોને પણ સમજવામાં પરેશાની ન થાય. જેવી કે રેસલિંગમાં ક્યારે કેટલા પોઈંટ્સ મળે છે. ફિલ્મમાં બારીક વસ્તુઓ પર પણ મહેનત કરવામાં આવી છે. જેથી સીન પરફેક્ટ બનાવી શકાય. લગભગ બે કલાક 50 મિનિટની આ ફિલ્મમાં તમે ક્યાય પણ બોર નહી થાવ.
બધા પાત્રોનો અભિનય દમદાર છે.
આ ફિલ્મમાં પોતાના સૂઝબુઝવાળી અને શ્રેષ્ઠ એક્ટિંગથી આમિર ખાને સાબિત કરી દીધુ છે કે તેમને મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમ જ નથી કહેવામાં આવતા. આ ભૂમિકાને જીવંત કરવા માટે આમિર ખાને મહાવીર સિંહના જીવનને જીવ્યુ છે. તેમની જેમ અધેડ દેખાવવા માટે આમિરે પોતાનુ વજન વધાર્યુ છે. તેમનુ પેટ બહાર નીકળ્યુ છે. તેમની ચાલ ઢાલ અને બોલી બધુ એવુ બદલાય ગયુ છે જેને જોઈને તમે ભૂલી જશો કે તમે એક સુપરસ્ટારને જોઈ રહ્યા છો.
ગીતા-બબીતાના રોલમાં ચારેય યુવતીઓએ પ્રાણ ફૂકી દીધા
આ ફિલ્મમાં ગીતા અને બબીતાના બાળપણના રોલ જાયરા વસીમ અને સુહાની ભટનાગરે કર્યો છે તો બીજી બાજુ મોટા થયા પછીની ભૂમિકા ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાએ કરી છે. અહી જો જાયરાની વાત કરીએ તો બેઈમાની થશે.. જાયરાએ ગીતાની ભૂમિકાને મજબૂતી આપી છે.. તો ફાતિમાએ તેને દમદાર બનાવી દીધી છે. જાયરાએ પોતાના રોબદાર એટિટ્યૂડથી ગીતાની ભૂમિકાને વધુ રોબદાર બનાવી દીધી છે.
આ ફિલ્મમાં ફક્ત આમિર ખાન જ પરફેક્ટ નથી પણ તેમની જેમ જ આ ચારેય છોરીયોએ પણ પોતાનું પરફેક્શન બતાવ્યુ છે. આ રોલ માટે તેમણે અનેક મહિના સુધી ટ્રેનિંગ લીધી છે અને તે મહેનત પડદાં પર સ્પષ્ટ છલકાય છે.
આ ફિલ્મમાં સાક્ષી તંવર પાસે જેટલુ પણ છે તેમણે તેટલુ સારુ કામ કર્યુ છે. તેમા મહાવીર સિંહ ફોગટના ભત્રીજાની ભૂમિકામાં અપારશક્તિ ખુરાનાએ જીવ ભરી દીધો છે.
'દંગલ'ની તુલનામાં સુલ્તાન ક્યાય ટકતી નથી
રજુઆત પહેલ આ ફિલ્મની સલમાન ખાનની સુલ્તન સાથે ખૂબ તુલના થઈ રહી હતી. પણ દંગલ અને સુલ્તાનમાં સ્ટોરીથી લઈને એક્ટિંગ સુધી કોઈ તુલના જ નથી. બંને ફિલ્મો રેસલિંગ પર જરૂર બની છે. પણ એક જેવુ કશુ પણ નથી. સુલ્તાનમાં લવ સ્ટોરી હતે તો એ ફિલ્મ બાપ અને પુત્રીના સંબંધો બની છે. ફિલ્મનો એક ડાયલોગ જરૂર સુલ્તાનની યાદ અપાવે છે. જેમા નૈરેટર આમિર ખાન વિશે બતાવ્યુ છે. તે પહેલવાની છોડી ચુક્યા છે. પણ પહેલવાનીએ તેમને છોડ્યા નથી. આવો જ એક ડાયલોગ સુલ્તાનમાં હતો. મેને પહેલવાની જરૂર છોડી હૈ પર લડના ભૂલા નહી હુ.
મ્યુઝિક - આ ફિલ્મમાં પ્રીતમે મ્યુઝીક આપ્યુ છે અને અમિતાભ ભટ્ટાચાર્યએ ગીતોના બોલ લખ્યા છે. બધા ગીત શાનદાર છે. હાનિકારક બાપૂ, ધાકડ અને ગિલ્હેરિયા પહેલા જ પોપુલર થઈ ચુક્યા છે. અરિજીત સિંહના અવાજમાં એક ગીત છે નૈના જો રડાવી દે છે.
નોટબંધીના દુખને ભૂલાવવા માટે આ ફિલ્મ જોઈ શકાય છે.
આ ફિલ્મ એક મહાવી સિંહના સંઘર્ષ, ગીતા-બબીતાની મહેનત અને લગનની સ્ટોરી બતાવવાની સાથે સાથે સમાજમાં એક સંદેશ પણ આપે છે કે હવે છોકરીઓ કોઈ મામલે ઓછી નથી. જેવી કે ફિલ્મમાં એક ડાયલોગ પણ છે. 'ગોલ્ડ તો ગોલ્ડ હોતા હૈ છોરા લાવે યા છોરી...' હવે તમે આ ફિલ્મને પુત્રીઓ માટે જુઓ. આમિર ખાન માટે જુઓ કે પછી ગીતા-બબીતાને ભૂમિકામા પ્રાણ ફૂંકનારી ફાતિમા-સાન્યા માટે જુઓ. કશુ નહી તો આ ફિલ્મ તમને થોડા સમય માટે નોટબંધીના દુખને ભૂલાવવામાં મદદ જરૂર કરશે.