રાહુલ (બોમન ઈરાની)થી પૈસા વસુલ કરવા માટે તેઓ દિલ્હી આવે છે જ્યાં ક્રિકેટ પર પૈસા લગાવવામાં આવ્યાં હતાં. ઘટનાક્રમ કંઈક એવો ઘટે છે જે કૃણાલ અને સાયરસ પણ ક્રિકેટ મેચ પર પૈસા લગાવે છે અને તેમને તે સબુત મળી જાય છે કે મેચને ફિક્સ કરવામાં આવી છે. તેઓ બંને જણા સબુત પોલીસને આપી આવે છે. '99'
ફિલ્મની સૌથી ખરાબ કમજોરી છે આનો પહેલો હોક. આ ખુબ જ ધીમો અને કંટાળાજનક છે. વાર્તા આગળ નથી વધતી અને દર્શકના ધૈર્યની પરીક્ષા લે છે. સ્ક્રીન પર જે દ્રશ્ય આવે છે તે કંટાળાજનક છે. વાર્તાથી તેમને કંઈ ખાસ લેવા દેવા નથી. શરૂઆતમાં મધ્યાંતર સુધી ફિલ્મને જબરજસ્તી ખેંચવામાં આવી છે, માત્ર લંબાઈ વધારવા માટે. આ જગ્યાને કેવી રીતે ભરવામાં આવે તેને વિચારવામાં નિર્દેશક અને લેખક અસફળ રહ્યાં છે. ફિલ્મ ગતિ પકડે છે મધ્યાંતર પછી. જ્યારે થોડાક નવા પાત્રો આવે છે. વાર્તામાં ક્રિકેટ અને સટ્ટાનો સમાવેશ આવે છે પરંતુ ત્યાર સુધી વાર્તામાંથી રસ જતો રહે છે. રાજ નિદિમોરૂ અને કૃષ્ણા ડીકેએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. તેમનું કામ ટુકડાઓમાં સારૂ લાગે છે. ઈંટરવલ પહેલાં તેઓ નબળા સાબિત થયાં પરંતુ ત્યાર બાદ તેમણે દેખાડ્યું કે તેઓ ભવિષ્યમાં સારૂ કામ કરી શકે છે. કૃણાલ અને સોહાના પ્રેમને તેઓ સારી રીતે વિકસીત શક્યાં નથી.
અભિનયની વાત કરીએ તો બોમન ઈરાની બધા પર ભારે પડ્યા. એક સટોડિયાની ભુમિકા તેમણે ખુબ જ સરસ રીતે ભજવી છે. કૃણાલ ખેમુ અને સાયરસ ઠીક ઠીક રહ્યાં. સોહા અલી ખાનનો અભિનય તો સારો છે પરંતુ તેમની ભુમિકા મહત્વહીન છે. વિનોદ ખન્ના અને મહેશ માંજરેકર થાકેલા દેખાયા. . અમીત મિસ્ત્રી જ્યારે જ્યારે પડદાં પર આવ્યાં દર્શકોને હસવાનો અવસર મળ્યો.
ફિલ્મમાં ગીતની ઉણપ વર્તાય છે. સંવાદ થોડીક જગ્યાએ સારા છે. રાજીવ રવિએ ફિલ્મને સારી રીતે શુટ કરી છે. ફિલ્મને સારી રીત સંપાદિત કરવાની જરૂરત છે.
બધુ મળીને જોઈએ તો '99' થી જોડાયેલ દરેક વ્યક્તિનું કામ ક્યાંક સારૂ છે તો ક્યાંક ખરાબ. ફિલ્મ જોવી હોય તો ઈંટરવલ પછી જરૂર જુઓ.