Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વી આર ફેમિલી : ફિલ્મ સમીક્ષા

વી આર ફેમિલી : ફિલ્મ સમીક્ષા
P.R
નિર્માતા - હીરુ યશ જોહર, કરણ જૌહર
નિર્દેશક - સિદ્ધાર્થ પી. મલ્હોત્રા
સંગીત - શંકર-અહેસાન-લોય
કલાકાર - કાજોલ, કરીના કપૂર, અર્જુન રામપાલ, આંચલ મુંજાલ, દિવ્યા સોનેચા
સેંસર સર્ટિફિકેટ : યૂ *1 કલાક 59 મિનિટ

રેટિંગ 2.5/5

ખૂબ પહેલા એક્શન અને રોમાંટિક ફિલ્મોની સાથે સાતેહ એક એવો દર્શક વર્ગ પણ હતો જે ફેમિલી ડ્રામા જોવી પસંદ કરતો હતો. ફિલ્મ નિર્દેશક એવા સીન ગઢતા હતા કે થિયેટરમાંથી રડવાનો અવાજ આવતો હતો.

આ સમયે ફિલ્મ જોનારાઓમાં યુવા વર્ગની સંખ્યા વધુ છે, જે આ પ્રકારની ડ્રામેબાજી પસંદ નથી કરતા. ફેમિલી ડ્રામા પસંદ કરનારાઓને ટીવી પર ઘણો મસાલો મળી રહ્યો છે. તેથી ફેમિલી ફિલ્મો બનવી લગભગ બંધ થઈ ગઈ છે. એક લાંબા સમય પછી કરણ જૌહર 'વી આર ફેમિલી' લઈને આવ્યા છે. આ હોલીવુડ ફિલ્મ 'સ્ટેપમોમ' પર આધારિત છે, અને મંજૂરી લઈને, પૈસા ચુકવીને આ ફિલ્મ બનાવાઈ છે.

અમન(અર્જુન રામપાલ)અને માયા(કાજોલ)ના ત્રણ બાળકો છે અને બંને વચ્ચે ડાયવોર્સ થઈ ચૂક્યા છે બાળકો માયાની સાથે રહે છે, જે એક પરફેક્ટ મોમ છે. શ્રેયા (કરીના કપૂર)હવે અમનની જીંદગીમાં આવી ચૂકી છે. શ્રેયાને આમન પોતાના બાળકો સાથે મુલાકાત કરાવે છે, જે તેને પસંદ કરતા નથી. તેઓ એ વાતથી નારાજ છે કે તેમના ડેડી તેની સાથે લગ્ન કરી લેશે. શ્રેયાને માયા પણ વધુ મહત્વ નથી આપતી.

webdunia
P.R
એક દિવસ માયાને જાણ થાય છે કે તેને એક જીવલેણ બીમારી છે. તે થોડા દિવસની જ મેહમાન છે. બાળકોને માતાની જરૂર છે. તે ઈચ્છે છે કે શ્રેયા તેની જગ્યા લે, પરંતુ શ્રેયાને પોતાના કેરિયર સાથે પ્રેમ છે. છેવટે શ્રેયા તૈયાર થાય છે અને કેવી રીતે તે આ બાળકોના દિલમાં સ્થાન બનાવે છે, એ ફિલ્મનો સાર છે.

ફિલ્મની વાર્તા એવી છે કે આગળ શુ થશે તેનો અંદાજ તમે સરળતાથી લગાવી શકો છો. ખાસ વાત એ કે ઈમોશંસ નાખતા દ્રશ્યોની વિશ્વસનીયતાને કાયમ રાખવામાં આવે, જેમા થોડી હદ સુધી નિર્દેશક સિધ્ધાર્થ પી. મલ્હોત્રા અને લેખક સફળ રહ્યા છે.

ફિલ્મની ગતિને તેજ રાખતા બિનજરૂરી આંસુ વહેડાવતા દ્રશ્યોને દૂર રાખવામાં આવ્યા છે, પરંતુ ક્લાઈમેક્સમાં તેમના આતુરતાનો બાંધ તૂટી ગયો અને આ વધુ પડતુ ફિલ્મી બની ગયો. શ્રેયા અને માયાની ટક્કર, શ્રેયા દ્વારા બાળકોના દિલમાં સ્થાન બનાવવાના દ્રશ્યો નબળા પડે છે, જો આ દ્રશ્યો સશક્ત હોત તો ફિલ્મનો પ્રભાવ વધી ગયો હોત.

webdunia
P.R
સિધ્ધાર્થની નિર્દેશકના રૂપમાં આ પ્રથમ ફિલ્મ છે અને તેમનો પ્રયત્ન પ્રશંસનીય છે. તેમણે કેટલાક એવા દ્રશ્ય ફિલ્માવ્યા છે જે ભાવુક દર્શકોની આંખો ભીની કરી દેશે. વાર્તામાં ઘણા ટ્રેક્સ(બે સ્ત્રીઓ વચ્ચે પુરૂષ, પિતાની જીંદગીમાં બીજી સ્ત્રીનુ આવવુ અને તેનો બાળકો પર પ્રભાવ)છે, જેનુ દોહન તે ન કરી શક્યા.

ફિલ્મના નિર્માતા કરણ જોહર છે, તેથી આને વિદેશમાં ફિલ્માવી છે. ભારતમાં પણ બનાવી લેત તો કોઈ ફરક ન પડ્યો હોત. ફિલ્મનુ પ્રસ્તુતિકરણ પણ એનઆરઆઈ દર્શકોને ધ્યાનમાં મુકીને કરવામાં આવ્યુ છે.

એક્ટિંગ આ ફિલ્મનો પોઝીટીવ પોઈંટ છે. ફક્ત કાજોલની એક્ટિંગને માટે જ આ ફિલ્મ જોઈ શકાય છે કારણ કે ઘણા દ્ર્શ્યોમાં તેમણે ઘણી મહેનત કરી છે.

webdunia
P.R
કરીના કપૂરના હિમંતની વખાણ કરવી જોઈએ કે તેમણે કાજોલની સામે અભિનય કરવાની હિમંત કરી અને એક એવુ પાત્ર સ્વીકાર્યુ જેને મોટાભાગની ફિલ્મમાં દર્શકો નફરત કરે છે. કરીનાનો અભિનય પણ પ્રશંસનીય છે, પરંતુ તેમનુ કેરેક્ટર એવી રીતે લખાયુ છે કે તેમા રોબ નથી. અર્જુન રામપાલની પાસે કરવા માટે કંઈક વિશેષ નહોતુ. ત્રણેય બળકોનો અભિનય શ્રેષ્ઠ છે.

શંકર-અહેસાસ-લોય દ્વારા સંગીતબદ્ધ બે ગીત (આંખોમે નીંદે, રહમ ઓ કરમ)મધુર છે, જ્યારે કે દિલ ખોલ કે લેટ્સ રોકનુ ફિલ્માંકન શ્રેષ્ઠ છે. બેકગ્રાઉંડ મ્યુઝિક ફિલ્મના મૂડના મુજબ છે.

જો તમે એક સાફસૂથરી અને પારિવારિક ફિલ્મ પસંદ કરો છો તો 'વી આર ફેમિલી' જોઈ શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati