Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાદા રહા : વચન પાળવામાં નિષ્ફળ

વાદા રહા : વચન પાળવામાં નિષ્ફળ
IFM
બેનર : ઈરોજ એંટરટેનમેંટ, નેક્સટ જેન
નિર્માતા : સમીર કણિક, સુનીલ એ લુલ્લા
નિર્દેશક : સમીર કર્ણિક
સંગીત : મોંટી શર્મા, તોશી સાબરી, શરીબ સાબરી, બબ્બૂ મન, ગૌરવ દાસ ગુપ્તા, રાહુલ શેઠ, સેંડી, સંજય ચૌધરી
કલાકાર : બોબી દેઓલ, કંગના, દ્વિજ યાદવ, મોહનીશ બહેલ, શરત સક્સેના

નિર્દેશક સમીર કર્ણિકની 'નન્હે જેસલમેર' સપના વિશે હતી, 'હીરોઝ' ગર્વ વિશે અને તેમની અત્યારની ફિલ્મ 'વાદા રહા' આશા વિશે છે. આ ત્રણે ફિલ્મોમાં બોબી દેઓલ અને બાળ કલાકાર દ્વિજ યાદવે અભિનય કર્યો છે.

'વાદા રહા' વાર્તા છે બે દર્દીઓની. જેમાંથી એક વયસ્ક છે તો બીજો બાળક. આ બંને દ્વારા આશા અને નિરાશાને રજૂ કરવામાં આવી છે. વિચાર સારો છે, પરંતુ લેખન એવુ નથી જે ગળે ઉતરી જાય. તેથી ફિલ્મ પોતાનો પ્રભાવ છોડવામાં નિષ્ફળ ગઈ છે

ડ્યૂક ચાવલા (બોબી દેઓલ)ની પાસે દરેક ખુશી છે, પરંતુ એક દુર્ઘટના પછી તેની જીંદગી બદલાય જાય છે. ગર્લફ્રેંડ સાથ છોડી દે છે અને ડ્યૂક હોસ્પિટલમાં લાચાર પડી રહે છે. આવામાં તેની જીંદગીમાં રોશન આવે છે. એ ડ્યૂકને અંદરથી નિરાશાને દૂર કરે છે અને જીંદગીના પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ રવૈયો અપનાવવાની સલાહ આપે છે. ધીરે-ધીરે ડ્યૂક ફરીથી હાલતો-ચાલતો થઈ જાય છે.

webdunia
IFM
સ્ક્રીનપ્લે ફિલ્મની નબળી કડી છે. કંગનાનુ પાત્ર ઠીક રીતે રજૂ નથી ક અરવામાં આવ્યુ. બોબીના એક્સીડેંટ પછી કંગના તેની જીંદગીમાંથી નીકળી જાય છે. તેને મળવા વિરુદ્ધ રહે છે. જ્યારે બોબી સારો થઈ જાય છે તો કંગના ફરી તેને મળવા આવે છે, અને બોબી તેને સ્વીકારી પણ લે છે.

બોબીનુ ઠીક થવુ ફિલ્મી લાગે છે. દ્વિજ યાદવ પાસેથી જે સંવાદ બોલાવવામાં આવ્યા છે તેને સાંભળીને લાગે છે કે કોઈ બાળક નહી પરંતુ અનુભવી વયસ્ક માણસ બોલી રહ્યો છે. સંગીત પણ આ ફિલ્મનુ નિરાશાજનક છે.

webdunia
IFM
અભિનયની વાત કરીએ તો આખી ફિલ્મમાં બોબી છવાયેલા રહ્યા. કંગનાનો નિર્દેશક યોગ્ય ઉપયોગ ન કરી શક્યા. દ્વિજ અને મોહનીશ બહલનો અભિનય પ્રશંસનીય છે

ટૂંકમા 'વાદા રહા' સારી ફિલ્મ બતાવવાનુ વચન પાળવામાં નિષ્ફળ ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati