કોમેડી ફિલ્મોમાં જો શ્રેષ્ઠ સંવાદ અને દ્રશ્યો ની સાથે વાર્તા સશક્ત હોય તો ફિલ્મ જોવાની મજા વધી જાય છે, પણ 'વન ટૂ થ્રી' માં ફિલ્મની વાર્તાને છોડીને તેના સંવાદોને વધુ મહત્વ આપવામાં આવ્યુ છે. એમા કોઈ શક નથી કે સંવાદો આ ફિલમનો સૌથી મજબૂત પક્ષ છે અને જે કેટલીય વાર હસાવે પણ છે, છતા સંવાદોના દમ પર વધુ સમય માટે હસી નથી શકાતુ. '
વન ટૂ થ્રી'ના નિર્દેશકનો ઉદ્દેશ્ય છે દર્શકોને કોઈ પણ રીતે હસાવવાનો જેને માટે તેમણે ફૂહડતાનો ઉપયોગ પણ કર્યો છે. પરેશ રાવળનુ ચરિત્ર અંડરગારમેંટસનો વેપાર કરે છે અને જેને દ્વારા તેમણે ઘણી તક મળી ગઈ છે. નિર્દેશક અશ્વીની ઘીરને આ વાતનો શ્રેય આપવો જોઈએ કે તેમણે કલાકારોની પસંદગી પાત્ર મુજબ કરી છે. ચરિત્ર પર તેમણે ખૂબ વધુ ધ્યાન આપ્યુ છે અને દરેક ચરિત્રને એક ખાસ અંદાજમાં રજૂ કર્યુ છે. સંજય મિશ્રાને તેમણે હિન્દી ફિલ્મોના જૂના ખલનાયક 'જીવન'ની જેમ રજૂ કર્યા છે. ફિલ્મની લંબાઈ અને સંગીત તેના નકારાત્મક ભાગ છે. ફિલ્મની લંબાઈ ખૂબ વધુ છે અને ઓછામાં ઓછી અડધો કલાક નાની કરવી જોઈએ. કેટલીય જગ્યાએ ફિલ્મ થંભી ગયેલી લાગી. સુનીલ શેટ્ટીના 'લેફટ-રાઈટ'વાળા સંવાદ પણ જરૂર કરતા વધુ મૂકવામાં આવ્યા છે. એક સીમા પછી તેઓ કંટાળો આપે છે. ફિલ્મમાં ગીત અગર ન પણ હોત તો કોઈ ફરક ન પડત. ગીત માટે કારણ વગરની પરિસ્થિતિ ઉભી કરી છે. ગીતો જોવા કે સાંભળવા લાયક બિલકુલ નથી. અભિનયની વાત કરીએ તો, તુષાર કપૂર દરેક ફિલ્મ અને દ્રશ્યમાં એક જેવા જ રહે છે, તેમને કોઈ ફર્ક નથી પડતો કે દ્રશ્ય રોમાંટિક છે કે હાસ્ય. પરેશ રાવળે રસ્તા પર ગારમેન્ટસ વેચનાર વ્યક્તિને ખૂબ જ બારીકાઈથી ભજવ્યુ છે. તેમની ચાલ ઢાલ અને હાવ-ભાવને તેમણે ખૂબ સુંદર રીતે પડદાં પર રજૂ કર્યુ છે. સુનીલ શેટ્ટીએ પોતાની ભૂમિકા સાથે ન્યાય કર્યો છે.
નાયિકાઓને માટે ફિલ્મમાં વધુ કશુ કરવાની તક નહોતી. ઈશા દેઓલનો મેકઅપ ખૂબ જ ખરાબ હતો. સમીરાને પણ વધુ તક નથી મળી. આ બંનેના મુકાબલે પોલીસ ઈંસપેક્ટરના રૂપમાં નીતૂ ચંદ્રા બાજી મારી જાય છે. તેમનો અભિનય એકદમ બિન્દાસ છે. તનીષા નએ ઉપેન પટેલ ભીડમાં ઉભા રહેલા ચહેરા જેવા છે. સંજય મિશ્રા, મનોજ પાહવા, બ્રજેશ હીરજી અને મુકેશ તિવારી હંસાવવામાં સફળ રહ્યા છે.
તકનીકી રૂપથી ફિલ્મ મજબૂત નથી, ખાસ કરીને સંપાદન ખૂબ જ ઢીલુ છે. જો તમે થોડા રિલેકસ થવા કે હંસાવવા માંગતા હોય તો 'વન ટૂ થ્રી' એક સારો ટાઈમપાસ છે.