નિર્માતા : અશોક બંગલા
નિર્દેશક : પ્રકાસ સૈની
સંગીત : રવિ મીત, મનોજ નેગી
કલાકાર : સરવર આહુજા, સાધિકા રંધાવા સંજય મિશ્ર, હીના તસ્લીમ
ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કેટલાક એવા પણ લોકો છે, જેમને ફિલ્મ બનાવવાનુ કોઈ જ્ઞાન નથી. તેઓ ફિલ્મ બનાવીને ઘન અને સમય બંને બરબાદ કરે છે. 'મેરી પડોસન' આનુ જ એક ઉદાહરણ છે.
ફિલ્મ શરૂ થયા પછી નિર્દેશક પ્રકાશ સૈની અને લેખક તરુણ તક્ષયને સમજાયુ નહી કે વાર્તાને આગળ કેવી રીતે ધકેલવી. જેને કારણે મેરી પડોશન જેવી બેકાર અને બોર ફિલ્મ સામે આવે છે.
વિજૂ (સંજય મિશ્રા) અને કવિતા (સાધિકા રંધાવા) પતિ-પત્ની છે. તેમની પડોશમાં એક સંઘર્ષરત ફિલ્મ નિર્દેશક શ્યામ ગોપાલ વર્મા
(સરવર આહુજા)પોતાન બે મિત્રો પ્રેમ(સ્નેહલ દાભી) અને અસલમ (રુયાલી)ની સાથે રહેવા આવે છે.
વિજૂ અને કવિતાની લવ સ્ટોરી જોઈને તેઓ એક રિયાલિટી શો માટે તેમના રોમાંસને ચુપચાપ ફિલ્માવવાનો વિચાર કરે છે. અર્થ વગરના જોક્સ દ્વારા હસાવવાની કોશિશ કરવામાં આવી છે, જેને જોઈને ગુસ્સો આવે છે. નિર્દેશન, સ્ક્રીનપ્લે, સંગીત બધુ નીચલા સ્તરનુ છે.
સંજય મિશ્રા, અને સરવર આહુજાનો અભિનય સારો કહી શકાય છે, બાકી બધા કલાકારોએ બેકાર એકટિંગ કરી છે. ટૂંકમા કહી શકાય કે 'મેરી પડોશન'થી દૂર રહેવુ યોગ્ય છે.