ફિલ્મમાં હાસ્ય અને સસ્પેંસ સાથે ચાલે છે, પણ બંને વચ્ચે સારુ સમતોલન છે, જેથી એક પળમાં હસતા દર્શકો બીજી જ ક્ષણે ગંભીર થઈ જાય છે. રોહિતનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે - મનોરંજક ફિલ્મ બનાવવી. સ્ટોરી કોઈ નથી, પણ પટકથા (કે. સુભાષ, રોબિન ભટ્ટ અને તુષાર હીરાનંદાની)પ્રથમ એક કલાક બાંધી રાખે છે. મધ્યાંતર પછી બધુ ઠંડુ પડવા માંડે છે. કારણ ? લાંબુ કાર ચેંજ દ્રશ્ય, અને 'પ્યાર તો હોના હી હૈ' જેવા ગીતો ફિલ્મની ગતિમાં વિધ્ન નાખે છે. ફિલ્મનો અંત ચોંકાવનારો નથી જેને કારણે અંત ફિક્કો લાગે છે. પટકથા લેખકોને ફિલ્મની બીજી બાજુ પર ઓછી મહેનત કરી છે, જ્યારે કે એ જ ફિલ્મનો મુખ્ય ભાગ છે. રોહિત શેટ્ટીએ તેમની નબળાઈને સંતાડવાની કોશિશ કરી છે. ફિલ્મમાં કેટલાય સંગીતકારોએ સંગીત આપ્યુ છે, તેથી કેટલાય પ્રકારની ધુનો સાંભળવા મળે છે. ઈશા દેઓલ પર ફિલ્માંકન કરાયેલુ ગીત 'કશ્મકશ' સારુ છે. ઈશાએ આ ગીત પર શ્રેષ્ઠ નૃત્ય કર્યુ છે. તુષાર કપૂર પર ફિલ્માંકન કરાયેલ ગીતની કોરિયોગ્રાફી જોવા લાયક છે. જયસિંહના સ્ટંટ સ્ટાઈલિશ છે. અસીમ બજાજની સિનેમાટોગ્રાફી ઉચ્ચ ક્વોલિટીની છે. અસીમ સતત સારુ કામ કરી રહ્યા છે. સાજિદ-ફરહદના સંવાદ ફિલ્મના મૂડ મુજબના છે. ઈશા દેઓલ પર રજૂ કરાયેલુ ગીતનો સેટ ખૂબ જ સારો છે.
બધા કલાકારોએ સારો અભિનય કર્યો છે. અજય દેવગને બતાવ્યુ છે કે તે કોમેડી પણ સારી રીતે કરી શકે છે. આ ફિલ્મ જોયા પછી તેના પ્રશંસકોની સંખ્યા વધી જશે.
હંમેશાની જેમ અરશદ વારસી ફોર્મમાં છે. તેમને જોવાની મજા જુદી જ છે. ઈરફાન ખાન સરપ્રાઈઝ આપે છે. આયેશા ટાકિયાને જોઈને લાગતુ જ નથી કે તે અભિનય કરી રહી છે. મુકેશ તિવારી, મુરલી શર્મા, બ્રજેશ હીરજી અને અલી અસગરે પણ પોત પોતાનુ કામ સારી રીતે કર્યુ છે.
બધુ મળીને 'સંડે' એક મનોરંજક ફિલ્મ છે અને આમા એવો મસાલો છે જે દર્શકોને પસંદ આવશે.