Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મની હૈ તો હની હૈ : બકવાસ ફિલ્મ

મની હૈ તો હની હૈ : બકવાસ ફિલ્મ
IFM
નિર્માતા : કુમાર મંગત
નિર્દેશક : ગણેશ આચાર્ય
કલાકાર : ગોવિંદા, સેલિના જેટલી, આફતાબ શિવદાસાની, હંસિકા, ઉપેન પટેલ, ઈશા દેઓલ, મનોજ વાજપેયી, અર્ચના પુરન સિંહ

ડેવિડ ધવન અને પ્રિયદર્શને એવી હાસ્ય ફિલ્મો બનાવવાની પરંપરા શરૂ કરી જેમણે જોતી વખતે મગજ ઘરે મૂકીને આવવુ પડે છે. તેમની સફળતાને જોતા દરેક નિર્માતા-નિર્દશક આવી ફિલ્મો બનાવવા લાગ્યા અને છેલ્લા થોડાક સમયથી તો આવી ફિલ્મોની લાઈન લાગી છે.

ગણેશ આચાર્યની 'મની હૈ તો હની હૈ' પણ આ જ પ્રકારની ફિલ્મ છે. આ ફિલ્મમાં વાર્તાની આશા રાખવી બેકાર છે, બસ દર્શકો તો હસીને થોડા હલકા થવાની આશા જરૂર રાખે છે, મનોરંજનની આશા રાખે છે, પરંતુ આ ફિલ્મ બિલકુલ બોરિંગ છે.

webdunia
IFM
પોતાને પહેલી નિર્દેશિત ફિલ્મ 'સ્વામી'ના દ્વારા ગણેશ આચાર્યએ બતાવ્યુ હતુ કે તેમને પોતાના કામની આવડત છે, પરંતુ 'મની હૈ તો હની હૈ' જોઈને લાગતુ જ નથી કે આ એ જ ગણેશ છે.

સમજાતુ નથી કે ગણેશ આચાર્યએ આ પટકથા પર ફિલ્મ બનાવવાનુ વિચાર્યુ કેવી રીતે ? બધા કલાકારો પણ આ ફિલ્મમાં કામ કરવા કેવી રીતે તૈયાર થઈ ગયા ? આ ફિલ્મ એક એવુ વિમાન છે જે પાયલોટ વગર જ ઉડી રહ્યુ છે અને તમને ખબર નથી કે તમારે ક્યાં જવાનુ છે.

ફિલ્મની વાર્તા છ પાત્રોની આસપાસ ફર્યા કરે છે. લાલાભાઈ રસ્તા પર આવી ગય છે કારણકે તેમનો વ્યવસાય જે તેમણે શરૂ કર્યો હતો, તેમા તેમને નુકશાન થયુ છે. બોબી કાંઈક બનવા ઘર છોડીને ભાગ્યો છે.

ગૌરવ એક કોપી રાઈટર છે, પરંતુ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. માણેક એક સંઘર્ષરત મોડલ છે, જે એક ઉમંરલાયક ફેશન ડિઝાઈનરની સાથે ફક્ત આગળ વધવાની તક મળે તેથી સંબંધ રાખે છે.

અંશિમા કપૂર ટીવીની જાણીતી હીરોઈન છે, પરંતુ ખુશ નથી. તે ફિલ્મોમાં નાયિકાની ભૂમિકા નિભાવવા માંગે છે. શ્રુતિ એક ડ્રેસ ડિઝાઈનર છે, જે હાલ સંઘર્ષ કરી રહી છે.

તેમની જીંદગીમાં ત્યારે એક વળાંક આવી જાય છે જ્યારે બધાને એક એસએમએસ મળે છે. જેમાં બતાવવામાં આવે છે કે તેઓ એક હજાર કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. બધાની ખુશીનો કોઈ ઠીકાનો નથી રહેતો. આ ખુશી વધુ ટકતી નથી, કારણકે કંપનીને 1200 કરોડ રૂપિયાની ઉધારી ચૂકવવાની છે. બધાએ આ પૈસા ભરવાના છે અને જ્યા સુધી તેઓ આ પૈસા નહી ચૂકાવે ત્યાં સુધી તેમને એક ઘરમાં કેદી બનીને રહેવુ પડશે.

webdunia
IFM
વાર્તા કાગળ પર જ સારી લાગે છે, પરંતુ પડદાં પર નહી. ફિલ્મનો પહેલો ભાગ આને જ બતાવવામાં ખર્ચ કરી નાખ્યો છે કે બધા પાત્રો કેવી રીતે સંઘર્ષ કરે છે. ફિલ્મમાં ઘણી મતલબ વગરની બીજી વાર્તાઓ જોડી છે જે બોર કરે છે.

ગોવિંદાએ જે પાત્ર ભજવ્યુ છે તેને માટે હીરોની વય વીસ-બાવીસ વર્ષની હોવી જોઈએ. વયના નિશાન તેના ચહેરા પર દેખાય છે. તેમનો અભિનય પણ સારો નથી. મનોજ વાજપેયીનો અભિનય દરેક ફિલ્મ દર ફિલ્મ ઘટતો જઈ રહ્યો છે.
આફતાબ શિવદાસાની અને સેલિનાને વધુ તક મળી નથી.

ટૂકંમા 'મની હૈ તો હની હૈ' બકવાસ ફિલ્મ છે અને તેનુ બોક્સ ઓફિસ પર ડૂબવુ નિશ્ચિત છે.

Share this Story:

Follow Webdunia gujarati