મુંગીલાલ(અનુપમ ખેર) એક ડોન છે, જેને એએબીએમ (ઓલ એશિયન ભાઈ મીટ)માં સંજોગાવાત કહેવુ પડે છે કે તેને એક વારસદાર છે. જ્યારેકે તેનુ મેરેજ પણ નથી થયુ હોતુ. વર્ષો પહેલા તેણે પોતાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેને ખબર પડે છે કે તેણે કમલ નામના સંતાનને જન્મ આપ્યો છે. તે એ વારિસની શોધ કરે છે તો તેની પાસે કમલ નામના ઘણા છોકરા-છોકરીઓ આવે છે. શુ તેની પાસે આવેલા બધા કમલ અસલી છે, તેની તે શોધ કરે છે. ફિલ્મની સ્ટોરીમાં હાસ્યની શક્યતા હતી, પણ પટકથા ખૂબ જ હીન છે. દ્રશ્યોને એટલા લાંબા મૂકવામાં આવ્યા છે કે સંવાદ લેખક પાસે સંવાદો જ પૂરા થઈ ગયા. ફિલ્મ જોતી વખતે ઘણા સવાલો મગજમાં આવે છે, જેનો જવાબ છેવટ સુધી નથી મળતો.
બધા પાત્રો હાસ્યાસ્પદ છે, અને બધા પાસેથી ઓવરએક્ટિંગ કરાવાઈ છે. દુ:ખની વાત તો એ છે કે આ ફિલ્મમાં અનુપમ ખેર અને સતીષ શાહ જેવા કલાકારોએ કામ કર્યુ છે. અનુપમ ખેરની આ ફિલ્મ યાદ રહી જશે કારણકે તેમને સૌથી ખરાબ અભિનય આ ફિલ્મમાં કર્યો છે.
શાદ રંઘાવા, આરતી છાબરિયા, શમા સિકંદર અને સમીર દત્તાની જેવા કલાકારોને કામ કેમ નથી મળતુ એ તેમનો અભિનય જોઈને સમજાય છે. ગુલશન ગ્રોવર, સતીષ કૌશિક, જેકી શ્રોફ, અને દીપ શિખા જેવા થાકેલા ચહેરા બોર કરે છે. ફિલ્મનો કોઈપણ પક્ષ નોંધપાત્ર નથી.
ફિલ્મમાં પૈસો લગાવ્યો છે,પરંતુ તે પાણીમાં વહાવ્યા જેવો છે. ફિલ્મ તો દૂર તેના પોસ્ટરોથી પણ દૂર રહેવુ જોઈએ.