ફિલ્મ સમીક્ષા : હેટ સ્ટોરી
સ્ટાર કાસ્ટ: પાઓલી દામ, ગુલશન દેવૈયા, નિખિલ દ્વિવેદીડાયરેક્શન: વિવેક અગ્નિહોત્રીપ્રકાર: થ્રિલર/ડ્રામારેટિંગ: 3 સ્ટાર પત્રકાર કાવ્યા ક્રિશ્ના બિઝનેસ ટાયકુન સિદ્ધાર્થને પ્રેમ કરે છે પણ સિદ્ધાર્થ તેનો ફાયદો ઉઠાવે છે અને તેને તરછોડી દે છે. બદલો લેવા માટે કાવ્યા કેટલી દૂર જશે? બોલિવૂડ ફિલ્મોમાં બદલો લેવા માટે તૈયાર થતી સ્ત્રીઓ ઘણી લોકપ્રિય થઈ છે! 'ખૂન ભરી માંગ' ની રેખાને જ જોઈ લો...'અંજામ' ફિલ્મમાં માધુરી દીક્ષિત. આમાં પણ કાવ્યા (પાઓલી દામ) આવો જ રોલ કર્યો છે...બસ રેખા અને માધુરી કરતા વધારે બોલ્ડ છે. અને વાત તો ખરી પણ છે કાવ્યાની, જ્યારે તમારી પાસે સેક્સ નામનું હથિયાર હોય ત્યારે બંદૂકની શું જરૂર!
પાઓલીને પાત્રને જોતા લાગે છે તેણે પોતાના પાત્રને આડે શરમ નામના શબ્દને આવવા નથી દીધો. બદલાની આગમાં બળતી યુવતીનો રોલ તેના પર એટલો સવાર છે કે તેને જરા પણ પરવા નથી કે કેમેરો તેના શરીરના ક્યા હિસ્સા પર ફરી રહ્યો છે. કાવ્યા ક્રિશ્ના પહેલા પોતાના પત્રકાર મિત્ર વિવેક (નિખિલ)ની સાથે મળીને સિમેન્ટ ટાયકૂન સિદ્ધાર્થ ધનરાજગીર(દેવૈયા)ને ખુલ્લો પાડે છે. તેનો બદલો લેવા માટે સિદ્ધાર્થ કાવ્યાને પોતાની કંપનીમાં ઊંચી પોસ્ટ પર નોકરી ઓફર કરે છે અને તેને પોતાના પ્રેમની જાળમાં ફસાવે છે. જ્યારે કાવ્યા પ્રેગનન્ટ હોય છે ત્યારે તેને હડધૂત કરીને તરછોડી દે છે. દિલ્હીના મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા કાવ્યાના પિતા પણ તેને મદદ નથી કરી શકતા. મજબૂરીમાં એબોર્શન કરાવીને સિદ્ધાર્થે કરેલા ગુનાનો બદલો લેવા કાવ્યા શહેરની મોટી વૈશ્યા બની જાય છે. તેનો સાથ આપે છે, તેને મનમાં ને મનમાં પ્રેમ કરતો મિત્ર વિવેક. બદલો લેવા માટે કાવ્યા પોતાના શરીરનો ભરપૂર ઉપયોગ કરે છે. પોલિસ, નેતાઓ, બિઝનેસમેન બધાને તે પોતાની જાળમાં ફસાવતી જાય છે અને જાણે કે આત્મઘાતી બોમ્બ બની જાય છે. ઘણી વાતો માનવી થોડી મુશ્કેલ લાગે છે, જેમ કે પત્રકારમાંથી વૈશ્યા બનવાનો પાઓલીનો નિર્ણય...અચાનક જ લાંબા સમયથી મનમાં ને મનમાં કાવ્યાને પ્રેમ કરવા લાગતો મિત્ર વિવેક!
ફિલ્મમાં ભરપૂર પ્રણય દ્રશ્યો દેખાડાયા છે. માત્ર પાઓલીના જ નહીં ફિલ્મનાં લગભગ દરેક પાત્રોના સંવાદો બોલ્ડ છે. જો કે, પોતાની પહેલી બોલિવૂડ ફિલ્મમાં પાઓલી છવાઈ જાય છે...ભલે તેના અંગપ્રદર્શન અને દર્શકોને ઉત્તેજીત કરી મૂકનારા તેના દ્રશ્યો સિવાય પણ તેનો અભિનય નોંધનીય છે. '
શૈતાન', 'દમ મારો દમ' અને 'ધ ગર્લ ઈન યલો બૂટ્સ'માં જોવા મળેલો ગુલશન દેવૈયા બોલિવૂડમાં ધીમી છતાં મજબૂત પકડ જમાવી રહ્યો છે. પાઓલી અને ગુલશન વચ્ચેની તણખાં ઝરતી કેમિસ્ટ્રી દર્શકોનું ધ્યાન ચોક્કસ ખેંચે છે. '
હેટ સ્ટોરી' માત્ર એક સ્ત્રીના એક પુરુષ સાથેના બદલાની વાર્તા નથી. બદલાની આગમાં બળી રહેલી નાગણ જેમ કોઈને નથી બક્ષતી તેવી જ તેની મંઝિલની રાહમાં આવતા બધી જ અડચણો (રાજકારણ, કોર્પોરેટ કે મીડિયા) બધાને ડસતી જાય છે કાવ્યા. ફિલ્મને સંગીતનો થોડો વધારે સપોર્ટ મળ્યો હોત તો ઉત્તેજક દ્રશ્યો અને સંવાદોની સાથે સારો મેળ ખાત.