Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા - શિરીન ફરહાદ કી તો નિકલ પડી

ફિલ્મ સમીક્ષા - શિરીન ફરહાદ કી તો નિકલ પડી
P.R
સ્ટાર : બોમન ઈરાની, ફરહા ખાન, ડેઝી ઈરાની, શમ્મી
ડાયરેક્શન: બેલા ભણસાળી સેહગલ

રેટિંગ: 3 સ્ટાર્સ

લોન્જરી સ્ટોરનો સેલ્સમેન એક 40 વર્ષીય યુવતીને મળે છે અને બન્ને જણા પારસી છે. એકબીજાના પ્રેમમાં પડે છે અને તેમાં આવે છે ટ્વિસ્ટ.

ટેમ ટેમ બ્રા એન્ડ પેન્ટિ સ્ટોરમાં કામ કરતા ફરહાદ પસ્તાકિયા (બોમન ઈરાની)બ્રા અને પેન્ટિના વેચાણમાં પાવરધો છે પણ જ્યારે 40 વર્ષીય શિરીન ફુગ્ગાવાલા (ફરહા ખાન) તેની દુકાનમાં આવે છે ત્યારે ફરહાદનું દિલ પહેલીવાર વન્ડરબ્રાની જેમ 'લિફ્ટ' થઈ જાય છે. તેને અહેસાસ થાય છે કે તેના માટે યોગ્ય 'સાઈઝ' મળી ગઈ છે. જો કે, બ્રા-પેન્ટિના સેલિંગમાં કુશળ ફરહાદ રોમાન્સમાં ડફોળ છે. ઉપરાંત, ફરહાદને તેની ડોમિનેટિંગ માતા (ડેઝી ઈરાની) સતત ટોકતી રહે છે. આ બાજુ, પારસી ટ્રસ્ટની સેક્રેટરી શિરીનને 40 વર્ષ પછીના રોમાન્સ સાથે પણ કોઈ જ વાંધો નથી જેમ તેને પોતાના વજન સાથે પણ કોઈ શરમ નથી. તે બોલિવૂડ ફિલ્મોના ગીતો પર બિન્દાસ ડાન્સ કરે છે, ફ્લોરોસન્ટ બ્રા પહેરે છે, ફરહાદને હગ આપતા શીખવાડે છે અને ડેટ પછી પોતાના ઘરે કોફી માટે પણ બોલાવે છે. પણ, આ લવસ્ટોરીમાં પણ અન્ય લવસ્ટોરીની જેમ ટ્વિસ્ટ અને ટર્ન છે.

webdunia
P.R
સાયરસ, ફિરોઝ, પેરિઝાદ, સાલ્લી બોટીસ, ડીકરા અને ડીકરીઓની ભરમાર સાથેની આ ફિલ્મમાં સ્ટિરિયોટિપીકલ બાવાઈઝમ જોવા મળે છે- જે અમુક હિસ્સાઓમાં ખરેખર મનોરંજક છે. વાર્તા વધારે નાટ્યાત્મક નથી. ફરહાદના મેટ્રિમોનિયલ બાયોડેટા જેટલી સીધી અને સ્પષ્ટ છે.

બોમન ઈરાનીનો અભિનય વાસ્તવિક છે. સાઈઝ મહત્વની છે, દિલની. અને આ લવસ્ટોરીમાં તેણે દિલ દઈને કામ કર્યું છે. તે એકદમ પ્રામાણિક અને પ્રેમાળ લાગે છે.

એક્ટ્રેસ તરીકે ફરહા ખાનની પહેલી ફિલ્મ સરપ્રાઈઝ સમાન છે, તે પોતાના રોલમાં સુંદર રીતે પ્રવેશી ગઈ છે. તો શું થયું કે તે સાઈઝ ઝિરો નથી, પોતાના સહજ અભિનય દ્વારા તે સુંદર ફિગર રજૂ કરે છે. ડેઝી ઈરાની અને શમ્મી આન્ટી (ફરહાદની દાદી) ફરહાદના બોરિંગ જીવનમાં થોડી રમૂજ અને મોજ મસ્તી ઉમેરે છે.

webdunia
P.R
નવોદિત ડાયરેક્ટર બેલા સેહગલે પોતાની પહેલી ફિલ્મમાં કોઈ જ ગૂંચવાડા વગરનો હળવો રોમાન્સ ઉમેર્યો છે...જેના પર વિશ્વાસ બેસવો થોડો અઘરો લાગે. બોલિવૂડનો જે સ્પર્શ ફિલ્મમાં દેખાડાયો છે તે મનોરંજક છે પણ અમુક ગીતો અને અમુક ક્ષણો ફિલ્મની ગતિને ધીમી પાડી દે છે.

આ કોઈ મહાન પ્રેમગાથા નથી પણ બન મસ્કામાં બટરને પસંદ કરતા લોકોને ગમે તેવી, એક વાર જોવા જેવી ફિલ્મ છે.

Share this Story:

Follow Webdunia gujarati