Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા : રેસ 2

ફિલ્મ સમીક્ષા : રેસ 2
P.R
બેનર : યૂટીવી મોશન પિક્ચર્સ, ટિપ્સ મ્યુઝિક ફિલ્મ્સ

નિર્માતા : કુમાર એસ. તૌરાજી, રમેશ એસ. તૌરાની, રોની સ્ક્રૂવાલા
નિર્દેશક અબ્બાસ-મસ્તાન
સંગીત : પ્રીતમ ચક્રવર્તી

કલાકાર : સેફ અલી ખાન, દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, જૈકલીન ફર્નાડિસ, અનિલ કપૂર, અમીષા પટેલ, મહેમાન કલાકાર : બિપાશા બાસુ
સેંસર સર્ટિફિકેટ : યૂએ *ર કલાક 26 મિનિટ
રેટિંગ : 2.5/5

રેસની બ્રાંડ અને નિર્દેશકના રૂપ્લમાં અબ્બાસ-મસ્તાનનુ નામ હોય તો એક એવી ફિલ્મની આશા કરવામાં આવે છે જેમા આલેશાન મકાન, ચમચમાતી કાર, સ્ટાઈલિશ લુકવાળા કલાકાર, વિદેશી લોકેશન, કરોડોની વાતો અને ક્ષણ ક્ષણ રંગ બદલતા પાત્ર હોય. આ કસૌટી પર રેસ 2ને પારખવામાં આવે તો આ ફિલ્મ આશા પૂરી કરે છે. દરેક ફેમમાં જોવા મળે છે કે પૈસા ખર્ચ કરવામાં આવ્યો છે. અને ફિલ્મને ભવ્ય બનાવવનઓ પ્રયત્ન કરવામાં આવ્યો છે. દરેક સીનને સ્ટાઈલિશ લુક આપવામાં આવે છે અને આખી ફિલ્મ ચમચમાતી જોવા મળે છે, ક્યાક કોઈ દાગ કે ધબ્બો નથી.

પરંતુ સૌથી મુખ્ય પ્રશ્ન છે કે શુ આની વાર્તમાં 'બાજીગર' કે ખેલાડી જેવી થ્રિલ છે ? શુ સ્ક્રપ્ટ એટલી મજબૂત છે કે કોઈ કમી દેખાય છે ? આ પ્રશ્નોનો જવાબ નથી. અબ્બાસ મસ્તનની ફિલ્મોમાં ઘટનાઓ બની જાય છે અને પછી પાત્ર એકબીજા સાથે વાત કરીને બતાવે છે કે આ બધુ શુ થયુ ? આ સ્ક્રિપ્ટની નબળાઈને બતાવે છે.

webdunia
P.R
આ નબળાઈ 'રેસ 2' ની પણ છે, પણ ફિલ્મ જોતી વખતે બોરિયત એ માટે નથી લાગતી કારણ કે અબ્બાસ મસ્તાનનુ પ્રસ્તુતિકરણ શ્રેષ્ઠ છે. ઘટનાક્રમ ખૂબ જ ઝડપી છે. દર દસ પંદર મિનિટમાં એક નવી ટ્વિસ્ટ આવે છે. સાથે જ અબ્બાસ-મસ્તાને પોતાની અગાઉની કેટલીક ફિલ્મોની જેમ કારણ વગર વાર્તને વધુ ગૂંચવી નથી. ક્લાઈમેક્સને જરૂર લાંબો ખેચ્યો છે. પણ સંગમ રૂપથી આ ફિલ્મ ત્યારે મનોરંજન કરે છે જ્યારે લોઝિકની વાત ન કરવામાં આવે.

રેસ અને રેસ 2માં રણવીર (સેફ અલી ખાન)ની પ્રેમિકા સોનિયાને લિંક જોડવામાં આવી છે. નવા પાત્રોના રૂપમાં ઘણા કેસિનોના માલિક અરમાન મલિક (જોન અબ્રાહમ), તેની મંગેતર ઓમિયા (જૈકલીન ફર્નાંડિસ) અને તેની હાફ સિસ્ટ્ર એલીના(દીપિકા પાદુકોણ) જોવા મળે છે. અરમાન સાથે રણવીર બદલો લેવા માંગે છે ? કેમ ? તેનો જવાબ ફિલ્મમાં આપ્યો છે.

આ એક રિવેંજ સ્ટોરી છે. જેને ખૂબ ચાલાકીથી સાથે રજૂ કરવામાં આવે છે. અરમાનને એ ખબર છે કે રણબીર તેને બરબાદ કરવા માંગે છે અને તેના દરેક પગલાની તેને જાણ છે. બીજી બાજુ રણબીરને પણ તેની દરેક ચાલ ખબર છે. બંને પોતાનું હિત કેવી રીતે સાધે છે અને કોણ રેસમાં જીતે છે એ આ ફિલ્મનો સાર છે.

webdunia
P.R
આ ફિલ્મને નબળી કરે છે કેટલાક પત્ર અને ઘટનાક્રમ, ઘણા અરબપતિ-ખરબપતિ એટલા બેવકૂફ બતાડવામાં આવ્યા છે કે શક થાય છે તેમની દિમાગી હાલત પર. કેસિનો માલિક વિક્રમ થાપરને જ્યારે રણબીર 1500 મિલિયન યૂરો આપે છે તો તે એ રૂપિયાને બેક કરવાની તકલીફ પણ નથી ઉઠાવતા. રણવીર ખૂબ જ મજાથી તેને બેવકૂફ બનાવે છે. આ પ્રકારના ક્લાઈમેક્સમાં ચાલાક અરમાનને જે રીતે રણવીર બેવકૂફ બનાવે છે તે એ વાત બતાવે છે કે લેખકે પોતાની સગવડ મુજબ સ્ક્રિપ્ટ લખી છે.

સ્ટોરીનો સૌથી મોટો આધાર છે સાઉડ ઓફ ટ્યૂરિનની ચોરી. આ ચોરીને ખૂબ જ મામૂલી રૂપે લેવામાં આવી છે જાણે કોઈ જ્વેલરી શોપમાંથી ઘરેણા ચોરવાની વાત હોય તેમ. અહી ફિલ્મની વિશ્વવસનીયતા ખૂબ જ નબળી થઈ જાય છે. તમામ સુરક્ષા વચ્ચે
ખૂબ જ સહેલાઈથી રણબીર પોતાનું કામ કરી બતાવે છે.

સાથે જ હત્યા અને ચોરી કઈ આ પાત્ર એક દેશથી બીજા દેશ ખૂબ જ સહેલાઈથી આવતો જતો રહે છે. ક્યાય પણ તેને કોઈ રોકટોક નથી કરવામાં આવતી. સ્ટાઈલિશ લૂકના ચક્કરમાં ઘણીવાર ફિલ્મને નુકશાન થઈ જાય છે અને આ રેસ 2માં પણ જોવા મળ્યુ છે.

સારા દ્રશ્યોની વાત કરવામાં આવે તો સેફ અને શૂટરની વચ્ચે વેજિંગ સીન, જોનની ટાઈફૂનની સાથે કોમ્બ્રેટ, 'બેઈંતહા;. 'લત લગ ગઈ' અને 'પાર્ટી ઓન માય માઈંડ' ગીતનુ પિક્ચરાઈઝેશન સુંદર છે.

રેસ 2 જેવી ફિલ્મોમાં કલાકારના અભિનયને બદલે તેનુ લુક વધુ મહત્વનું છે. આ કસોટી પર બધા કલકાર ખરા ઉતરે છે. બાજી મારી લે છે દીપિકા પાદુકોણ. એક્ટિંગ માટે તેની પાસે કોઈ સ્કોપ નહોતો,પણ ગ્લેમરની વાત કરવામાં આવે તો તે આ ફિલ્મની આઈ કેંડી છે. તે સ્ટાઈલિશ અને સેક્સી જોવા મળી.

જૈકલીને પણ ગ્લેમરને વધાર્યુ. સેફ અને જોન અબ્રાહમ મોડલ્સ જેવા લાગ્યા. તેમના ચહેરા પર એક જેવા ભાવ આખી ફિલ્મમાં જોવા મળ્યા. અનિલ કપૂરને આ પ્રકારના ફાલતૂ રોલમાં જોઈને દુ:ખ થાય છે. તેના અને અમીષા પટેલ વચ્ચેના બધા સંવાદો દ્વિઅર્થી છે.

ટૂંકમં રેસ 2માં સ્ટાઈલનો જોર છે. સ્ટાઈલિશ ફિલ્મ પસંદ કરતા લોકોને આ સારી લાગશે. પણ લોજિક શોધનારા લોકો માટે ટાઈમ પાસ છે.

Share this Story:

Follow Webdunia gujarati