Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા : પપ્પુ કાંટ ડાંસ

ફિલ્મ સમીક્ષા : પપ્પુ કાંટ ડાંસ
P.R
બેનર - આર, વિઝન ઈંડિયા પ્રા.લિ.
નિર્માતા - રવિન્દ્ર સિંહ, સમીર નાયર
નિર્દેશક - સૌરભ શુક્લા
સંગીત - મલ્હાર પાટેકર
કલાકાર - વિનય પાઠક, નેહા ધૂપિયા, રજત કપૂર
રેટિંગ: 3

મૂળ બનારસનો એવો વિદ્યાધર આચાર્ય (વિનય પાઠક) મુંબઈમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરે છે. જો કે, મુંબઈ જેવા શહેરમાં આવ્યા પછી પણ તે પોતાના શહેરના મૂલ્યો ભૂલી નથી શકતો. જ્યારે વિદ્યાધર બોલ્ડ અને બિન્દાસ કોરસ ડાન્સર મહેક (નેહા ધૂપિયા)ને મળે છે ત્યારે સર્જાય છે અથડામણ. મહેકનું ઘર છૂટતા તે વિદ્યાધરના ઘરમાં આવી જાય છે. શું આ બન્ને એકબીજાની સંસ્કૃતિનો મેળ બેસાડી શકશે, બન્ને વચ્ચેના તફાવતો દૂર થશે અને શું બન્નેને પ્રેમનો અહેસાસ થશે? તે જાણવા માટે ફિલ્મ જોવી રહી.

webdunia
P.R
ફિલ્મમાં એવા લોકોનું જીવન રસપ્રદ રીતે દેખાડાયું છે જેઓ નાના શહેરને છોડીને પોતાના સપનાને સાકાર કરવા માટે મુંબઈ જેવા મેગા સિટીમાં આવીને વસે છે અને સાથે લઈને આવે છે તેમના વતનની સંસ્કૃતિનો ભાર. વિદ્યાધર બનારસના મધ્યમ પરિવારમાં મોટો થયો છે જ્યારે મહેક કોલ્હાપૂરના મધ્યમ પરિવારમાંથી આવે છે. મુંબઈના કોસ્મો કલ્ચરે મહેકને આકર્ષી લીધી છે ત્યારે વિદ્યાધર હજી પણ બનારસના ઘાટના સપના જુએ છે.

સ્વાભાવિક રીતે જ, વિદ્યાધર પોતાના ઘરમાં રહેવા આવેલી મહેકના અભિગમ, ડ્રેસિંગ સેન્સ, લાઉડ પાર્ટીનો શોખ, તેના મિત્રોને જોઈને હેબતાઈ જાય છે...પણ આ માત્ર શરૂઆતનો પ્રતિભાવ હોય છે. વાસ્તવમાં, મહેકની પ્રબળતાની પાછળ તે એકદમ જ નાજુક, વહાલી અને લાગણીશીલ યુવતી છે. બન્નેના વિરોધાભાસી વ્યક્તિત્વ છતાંય સાથે ડિનર લેતા, સાંજે છત પર બેઠા બેઠા વાતો કરતા, એકબીજાની યાદો શેર કરતા અને થોડો પ્રેમ અને કાળજી જન્મતા બન્ને વચ્ચે સારો મેળ બેસી જાય છે.

webdunia
P.R
આ બહુ જ તાજગીભરી ફિલ્મ છે જેમાં બે એકલા જીવો એક અજાણ્યા શહેરમાં એકબીજાને મદદ કરતા પાત્રો છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મે એક બહુ જ સમતોલિત દ્રષ્ટિ અપનાવે છે અને માત્ર મોટા અને નાના શહેર વચ્ચેના તફાવતો પર કટાક્ષ નથી કરતી. ડાયરેક્ટર સૌરભ શુક્લાએ જણાવ્યા અનુસાર, બન્નેના હકારાત્મક અને નકારાત્મક પોઈન્ટ્સ છે. અને તેઓ સાચા છે. વિનય અને નેહા ઉત્તમ અભિનય આપ્યો છે અને કેમિયોમાં નસીરે પણ બહુ જ સારું કામ કર્યું છે.

જોવા જઈ શકો છો, બોર નહીં થાઓ.

Share this Story:

Follow Webdunia gujarati