ફિલ્મ સમીક્ષા : દિલ લૂટી લેશે 'લૂંટેરે'
આ ઉતાવળમાં કહેવામાં આવેલ સ્ટોરી નથી. તેથી આ ફિલ્મ ઉતાવળિયા લોકો માટે નથી. એક શબ્દ 'લુંટેરા' મતલબ ખૂબસૂરત. પણ અહી એક પ્લસ પોઈંટ એ છે કે ફિલ્મને પસંદ કરવા માટે તમારે કલાપ્રેમી હોવુ જરૂરી નથી. થિયેટરમાં અંધારુ થતા જ 'લુટેરા' ખૂબ જ સહેલાઈથી તમારી અંદર સમાય ઝશે. સૌથી જાદુની વાત તો એ છે કે ફિલ્મમા કોઈ પણ દર્શકોને ખુશ કરવાની પ્રત્યક્ષ કોશિશ નથી કરતુ. છતા પણ ફિલ્મ લોકોના દિલમાં ઉતરી જાય છે. જેમ કોઈ પેટિંગ ખામીયો વગર પૂરી નથી થઈ શકતી તેમ આમા પણ કેટલીક કમી છે.
શુ છે સ્ટોરી ? પશ્ચિમ બંગાળનુ એક સ્થાન મનીકપુરથી 1953માં આ સ્ટોરી શરૂ થાય છે. શ્રીમંત જમીનદારની પુત્રી પાખી (સોનાક્ષી સિન્હા) પોતાના પિતા સૌમિત્ર રાય ચૌદરી (વરુણ ચંદા)ની લાડકવાયી છે. સૌમિત્ર રાય જમીનદારી પ્રથાને ખતમ કરવાના સરકારી નિયમોથી અજ્ઞાન છે, જ્યારે કે સરકારની તેમની બાપદાદાની સંપત્તિ અને કલાકૃતિયો પર નજર છે. આ બધાની વચ્ચે બે આક્રીલોજિસ્ટસ વરુણ શ્રીવાસ્તવ (રણવીર સિંહ) અને દેવદાસ (વિક્રાંત મસે) પોતાના એક પ્રોજેક્ટ માટે સૌમિત્રના મંદિરની પાસે ખોદકામ કરવાની મંજૂરી ઈચ્છે છે. તેમને મંજૂરી મળી જાય છે અને આ સાથે જ પાખી અને વરુણનો રોમાંસ શરૂ થાય છે. પેટિંગ ક્લાસનુ બહાનુ, કાર ચલાવવી અને લોંગ ડ્રાઈવ પર નીકળી જવુ આ બધુ હિન્દી ફિલ્મમાં નવુ નથી. છતા પણ આને ખૂબ જ તાજગીપૂર્વક રજૂ કરવામાં આવ્યુ છે. આ પીરિયડ ડ્રામા ધીરેથી શરૂ થાય છે. આની ગતિ ધીમી હોવા છતા તમે કોઈ ફરિયાદ નહી કરો. આની આગળ શુ થાય છે તે અમે બતાવીશુ તો તમારી ફિલ્મ જોવાની મજા બગડી જશે. ફિલ્મ ઘણી રીતે તમને મંત્રમુગ્ધ કરે છે. સુંદર આર્ટ ડાયરેક્શન, નિર્દોષ સંવાદ, સંમોહિત કરનારું સંગીત અને પરફેક્ટ કોસ્ટ્યૂમથી મોટવાનીએ આ જંગ જીતી લીધી છે. આપણે કલાકારના અભિનયને પણ નજર અંદાજ નથી કરી શકતા. જેમણા પરફેક્ટ અભિનયથી આ ફિલ્મમાં વધુ ચમક આવી છે. રણવીર સિંહ શરમાળ અને ઓછુ બોલનારાના પાત્રમાં વિશ્વસનીય લાગ્યા અને તેઓ ખૂબ જ સહેલાઈથી વરુણ શ્રીવાસ્તવના પાત્રમાં ભળી ગયા છે. તેઓ આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે કે તેઓ પોતાની પ્રેમિકા માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે. તેમણે પોતાની પ્રથમ ફિલ્મ બેંડ બાજા બારાત દ્વારા આપણને પ્રભાવિત કર્યા હતા. પણ એવુ ખબર નહોતી કે તેઓ આ પ્રકારનું પાત્ર પણ આટલી વિશ્વસનીયતાથી ભજવી શકશે.