Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા - તલાશ

ફિલ્મ સમીક્ષા - તલાશ
P.R
બેનર : એક્સેસ એંટરટેનમેનટ, આમિર ખાન પ્રોડક્શંસ, રિલાયંસ એંટરટેનમેંટ
નિર્માતા - ફરહાન અખ્તર, આમિર ખના, રિતેશ સિંઘવાની
નિર્દેશક - રીમા કાગતી
સંગીત - રામ સમ્પત
કલાકાર : આમિર ખાન, કરીના કપૂર, રાની મુખર્જી, રામ કુમાર યાદવ, નવાજુદ્દીન સિદ્દકી
સેંસર સર્ટિફિકેટ : યૂએ *ર કલાક 20 મિનિત *9 રીલ

આમિર ખાનવાલો શુક્રવાર ત્રણ વર્ષ પછી આવ્યો છે. ગુણવત્તા પ્રત્યે તેનો આગ્રહ એટલો વધુ છેકે ખૂબ ઓછી ફિલ્મ તેઓ કરવા લાગ્યા છે, અને વાત એટલી હદ સુધી પહોંચી ગઈ છે કે આ તેમના પ્રશંસકોને ભારે પડવા લાગ્યુ છે. સાથે જ તેમની દરેક ફિલ્મથી વધુ પડતી અપેક્ષાઓ થવા લાગી છે. આ વાત કોઈપણ ફિલ્મ માટે ખતરનાક બની શકે છે અને 'તલાશ' સાથે પણ થઈ ગયુ છે. તલાશ જો ઈમરાન હાશમી જેવા હીરો કરે તો અમે કદાચ તેને પસંદ કરી લેતા, પણ આમિર જેવા મોટા કદના કલાકાર અને કલાકારોની સાથે તેમની વાર્તા ન્યાય નથી કરી શકતી.

તલાશ એક થ્રિલર મૂવી છે. જેમા પોલીસ ઓફિસર સુર્જન શેખાવત (આમિર ખાન) એક ફિલ્મ સ્ટારની કાર દુર્ઘટનામાં થયેલ હત્યાની તપાસ કરી રહ્યો છે. સાથે જ તેની પર્સનલ લાઈફમાં તે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. તેના આઠ વર્ષીય પુત્રનુ મૃત્યુ થઈ ગયુ છે, જેને કારણે તેની પત્ની રોશની (રાની મુખર્જી)અને તેના સંબંધો હવે સારા નથી રહ્યા.

webdunia
P.R
થ્રીલર મૂવીની સફળતા તેના ક્લાઈમેક્સ પર ખૂબ વધુ ડિપેંડ કરે છે. ફિલ્મનો અંત એવો હોવો જોઈએ જે દર્શકોને સંતુષ્ટ કરી શકે તેમના મનમાં ઉઠી રહેલા દરેક પ્રશ્નનો જવાબ આપે. 'તલાશ' આ પરિભાષામાં ખરી નથી ઉતરતી.

ઈંટરવલ થતા સુધી ફિલ્મમાં કસાવટ છે. જે બાંધી રાખે છે, પણ ઈંટરવલ પછી ફિલ્મ વિખરાય જાય છે. લક્ષ્ય પરથી ભટકી જાય છે. આમિર અને રાનીવાળો ટ્રેક આવી થઈ જાય છે અને દુર્ઘટનાની તપાસ કરનારો ટ્રેક ભૂલાવી દેવામાં આવે છે. સ્ટોરી એક જગ્યાએ થંભી ગઈ હોય તેવુ લાગે છે.

ક્લાઈમેક્સ સૌની સામે આવે છે તો દર્શકો ચોંકી જાય છે કારણ કે તેમને આવા અંતની કલ્પના પણ નહોતી કરી. આ અંત એવો છે જેને નાપસંદ કરનારા લોકો વધુ હશે. તેઓ પોતાની જાતને છેતરાયેલા અનુભવે છે. આખી ફિલ્મમાં એ વાત પર વધુ ધ્યાન આપવામાં આવ્યુ છે કે ફિલ્મ રિયલ લાગે, અને છેવટે રિયાલિટીને જ ભૂલાવી નાખી છે.

બધો દોષ સ્ક્રિપ્ટનો છે. સ્ટોરી પર થોડી નજર નાખીએ તો જોવા મળશે કે આ વાર્તા બી-ગ્રેડ ફિલ્મો જેવી છે. અહી સ્ટોરી કહેવાનો અંદાજ થોડો સારો છે. સ્ક્રિપ્ટ એટલી છેટી લખવામાં આવી છે ક થોડુ અંતર નક્કી થયા પછી ફિલ્મ હાફવા માંડે છે. અંતિમ બિંદુ પર પહોંચવાનુ ચિત્ર ગાયબ છે. તપાસ કરતા પોલીસ ઓફિસર ખૂબ સહેલાઈથી મંઝીલ સુધી પહોંચી જાય છે. કેટલાક એવા પ્રશ્નો છે જેની ચર્ચા એ માટે અહી નથી કરવામાં આવી કે સ્ટોરીનુ રહસ્ય ઓપન થઈ શકે છે.

webdunia
P.R
જો કરીના કપૂરના પાત્ર વિશે ચોખવટ થોડી પહેલા કરવામાં આવતી તો સારુ થતુ, દર્શકો પણ માનસિક રૂપે તૈયાર થઈ જતા કે તેઓ શુ જોવા જઈ રહ્યા છે. સાથે જ ફિલ્મ ઘણી ઉદાસ અને ખાલી ખાલી છે.

રીમા કાગતીનું નિર્દેશન સ્ક્રિપ્ટની તુલનામાં સારુ છે. તેમને પાત્રોના મનમાં ચાલી રહેલ વાતોને સ્ક્રીપ્ટ પર રજૂ કરવામાં સફળતા મેળવી છે. ગીતની સિચ્યુએશન પણ એવી બનાવી છે કે સ્ટોરી આગળ વધતી રહે. પણ ફિલ્મ શરૂઆતમાં જે વચન આપે છે તેને ક્લાઈમેક્સમાં નિભાવી શકતી નથી.

આમિર ખાને દુ:ખી પિતા અને ચાલાક પોલીસ ઓફિસરની ભૂમિકા દમદાર રીતે ભજવી છે. તેની બોડી લૈંગ્વેજ જ બતાવી દે છે ક આ માણસ પોતાની અંદર દુ:ખોનો બોજ લઈને ફરી રહ્યો છે. રાની મુખર્જીએ પણ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે.

કરીના કપૂરે સ્ક્રિપ્ટથી વધુ પોતાનું પાત્ર સ્પાઈસી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેને કેટલાક શ્રેષ્ઠ સંવાદ પણ મળ્યા છે. નવાજુદ્દીન સિદ્દકીએ ફરી સાબિત કર્યુ કે તેઓ સારા અભિનેતા છે. તેઓ જ્યારે જ્યારે સ્ક્રીન પર આવ્યા ફિલ્મમાં એક હલચલ મચી ગઈ છે.

ટૂંકમા 'તલાશ' આમિરના કદ સાથે ન્યાય નથી કરી શકતી.

Share this Story:

Follow Webdunia gujarati