Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા - જબ તક હૈ જાન

ફિલ્મ સમીક્ષા - જબ તક હૈ જાન
P.R
બેનર : યશરાજ ફિલ્મ્સ
નિર્માતા : આદિત્ય ચોપડા
નિર્દેશક : યશ ચોપડા
સંગીત : એ.આર. રહેમાન
કલકાર : શાહરૂખ ખાન, કેટરીના કેફ, અનુષ્કા શર્મા, મહેમાન કલાકાર : ઋષિ કપૂર, નીતૂ સિંગ, અનુપમ ખેર
સેસ્રર સર્ટિફિકેટ : યૂએ *;2 કલાક 50 મિનિટ 20 સેકંડ

મારી વય 21 વર્ષ છે. હુ આજની જનરેશનની છુ, જ્યા સેક્સ પહેલા કરે છે અને પ્રેમ પછી થાય છે. 38 વર્ષીય મેજર સમરને ડિસ્કવરી ચેનલ માટે કામ કરનારી અકીરા કહે છે. સમરની ડાયરી વાંચીને તેને વિશ્વાસ નથી થતો કે સમર એ મીરાને દિલમાં બેસાડીને ફરી રહ્યો છે, જેની સાથે તેના મિલનની કોઈ શક્યતા નથી.

બોમ્બ સૂટ પહેર્યા વગર જ સમર બોમ્બ ડિફ્યૂજ કરે છે. કારણ કે તેનુ માનવુ છે કે તેની જીંદગીએ તેને બોમ્બ કરતા પણ વધુ ગહેરા જખમ આપ્યા છે. જ્યારે જીંદગીના જખમોથી બચવા માટે કોઈ સૂટ નથી હોતો તો પછી બોમ્બથી શુ ડરવુ.
તેના દિલમાં મીરાથી અલગ પડવાનો જખમ હજુ પણ તાજો છે. સમરની દીવનગી જોઈને અકીરા તેને પેમ કરી બેસે છે. કારણ કે તેનુ માનવુ છે કે તેની જનરેશનમાં આ રીતે પ્રેમ કરનારા છોકરાઓ બચ્યા નથી.

સમર-મીરા અને અકીરાની આસપાસ ફરતી લવ સ્ટોરીવાળી ફિલ્મ આદિત્ય ચોપડાએ લખી છે, અને આ ફિલ્મ 'વીર ઝારા'ની ઝલક છે, જે જબ તક હૈ જાન પહેલા યશ ચોપડાએ નિર્દેશિત કરી હતી.

યશ ચોપડાએ જેટલી પણ લવ સ્ટોરીવાળી ફિલ્મો બનાવી તે બધામાં હીરો ડૂબીને પ્રેમ કરનારો હોય છે. તેને તેની પસંદગીનો સાથી ન મળે તો તે તેની યાદોને સહારે આખી જીંદગી પસાર કરે છે. પરંતુ હવે પ્રેમની પરિભાષા 'તુ નહી તો ઔર સહી' થઈ ગઈ છે. દેવદાસને બેવકૂફ સમજવામાં આવે છે.

જબ તક હૈ જાન માં એ પ્રેમને અંડરલાઈન કરવામાં આવ્યો છે જેને સચ્ચા પ્ર્યાર કહેવાય છે. સાથે સાથે સમરની લાઈફમાં આવેલ બે છોકરીઓ દ્વારા બે જનરેશનના પ્રેમના અંદાજમાં આવેલ પરિવર્તનની ઝલક બતાવી છે. આવો જ પ્રયત્ન ઈમ્તિયાઝ અલીએ લવ આજ કલમાં કર્યો હતો.

webdunia
P.R
આદિત્ય ચોપડા દ્વારા લખેલ વાર્તા અને સ્ક્રીન પ્લે ન તો એકદમ પરફેક્ટ છે કે ન તો એમા કોઈ નવીનતા છે. કેટલાક ઘટનાક્રમ તો એવા છે જે તમને એકતા કપૂરની વર્ષો ચાલનારી સીરિયલની યાદ અપાવે છે.

શાહરૂખ-કેટરીનાની લવ સ્ટોરી ટિપિકલ બોલિવૂફ સ્ટાઈલમાં છે. લંડનમાં રહેનારી પૈસાવાળી છોકરી મીરાને વેટર સમર સાથે પ્રેમ થઈ જાય છે. ગિટાર વગાડતા અને ગીત ગાતા શાહરૂખને એ જ અ6દાજ માં બતાવવામાં આવ્યો છે જેવો તે વર્ષો પહેલા રોમંટિક મૂવીમાં બતાવાતો હતો. ન અહીથી ફિલ્મની શરૂઆત એકદમ બોરિગ છે પણ ફિલ્મ ધીરે ધીરે ગતિ પકડે છે.

કેટલાક કારણોસર સમર અને મીરાની લવસ્ટોરીનો સુખદ અંત નથી થતો. અહીંથી સ્ટોરી દસ વર્ષનો જમ્પ લે છે. અકીરા(અનુષ્કા શર્મા)ની એટ્રી થાય છે. અનુષ્કા પોતાની એકટિંગ અને લુક દ્વારા ફિલ્મમાં તાજગી અને ગતિ બંને લાવે છે. ક્લાઈમેક્સ કરતા પહેલા ફિલ્મ ફરી કમજોર થઈ જાય છે.

એક કુશળ નિર્દેશક જ હોય છે જે સ્ટોરીની નબળાઈને પોતાના દમદાર પ્રસ્તુતિકરણ દ્વારા છુપાવી લે છે. પોતાના છેલ્લા શ્વાસ સુધી ફિલ્મો બનાવનારા યશ ચોપડા આ કામમાં નિપુણ હતા. જબ તક હૈ જાનમાં તેમણે પાત્રોના પ્રેમની ભાવનાને એટલી ઊંડાઈપૂર્વક બતાવ્યા છે કે મોટાભાગના સમય સુધી ફિલ્મ દર્શકને બાંધી રાખે છે અને એ જિજ્ઞાસા કાયમ રહે છે કે ફિલ્મનો અંત શુ હશે.

જબ તક હૈ જાન પર યશ ચોપડાના નિર્દેશનની છાપ જોવા મળે છે. તેમણે પાત્રોના મનની ભાવનાને એકદમ પ્રભાવી રૂપે સ્ક્રીન પર બતાવ્યા છે. ઘણા દ્રશ્યો દિલને સ્પર્શી જાય છે અને ફિલ્મ પર તેની પકડ મજબૂત જોવા મળે છે.

લગભગ ત્રણ કલાકની આ ફિલ્મને એડિટ કરી ટાઈટ કરવી ખૂબ જ જરૂરી છે. એક નિર્દેશક શૂટિંગ દરમિયાન ઘણા દ્રશ્ય ફિલ્માવ લે છે અને એડિટિંગ ટેબલ પર તેને જે બિનજરૂરી લાગે છે તેને હટાવી દે છે. શક્ય છે કે પોસ્ટ પ્રોડક્શનનુ કામ યશ ચોપડા ન જોઈ શક્યા અને આ કારણે ફિલ્મમાં એ દ્રશ્યોને પણ સ્થાન મળી ગયુ જેની જરૂર નહોતી.

એ. આર. રહેમાનનું કામ પ્રંશસનીય છે. સાંસ, ઈશ્ક, શાવા અને હીરને ધૂન મધુર છે. સાથે જ રહેમાનનુ બેકગ્રાઉંડ મ્યુઝિક ફિલ્મને ઊંચાઈ પ્રદાન કરે છે. આદિત્ય ચોપડા દ્વારા લખવામાં આવેલ કેટલાક સંવાદ જોરદાર છે. જોકે લિંક સાઉંડ હોવાને કારણે ઘણીવાર ડાયલોગ સાંભળવામાં મુશ્કેલી થાય છે.

જ્યા સુધી અભિનયનો સવાલ છે તો શાહરૂખ ખાન પોતાના બેસિક્સ તરફ પરત ફર્યા છે. તેમણે પોતાના અભિનયમાં એ જમેનેરિજ્મ અપનાવ્યા છે જેના લોકો દિવાના છે. આમ પણ તેઓ રોમાંટિક રોલમાં એકદમ સહજ અને નેચરલ લાગે છે, પણ હવે ચહેરા પર વયના નિશાન દેખાવા માંડ્યા છે.

webdunia
P.R
યશ ચોપડા પોતાની અભિનેત્રીઓને ખૂબ જ સુંદર દેખાય એ રીતે સ્ક્રીન પર રજૂ કરે છે અને અહી તેઓ કેટરીના પર મેહરબાન જોવા મળ્યા. કેટરીનાનો અભિનય સરેરાશથી સારો કહી શકાય છે. અનુષ્કા શર્મા પોતાના બિંદાસ અભિનયના દમ પર કેટરીનાથી આગળ જોવા મળે છે. તેના ચહેરા પર દરેક જાતના એક્સપ્રેશન જોવા મળે છે.

ટૂંકમાં જબ તક હૈ જાન એ રોમાંસ માટે જોઈ શકાય છે જે આજકાલની ફિલ્મોમાં જોવા નથી મળતો.

રેટિંગ 3/5

Share this Story:

Follow Webdunia gujarati