Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ સમીક્ષા - ગેંગ ઓફ વાસેપુર

ફિલ્મ સમીક્ષા - ગેંગ ઓફ વાસેપુર
P.R
ફિલ્મનું નામ: ગેન્ગ્સ ઓફ વાસેપુર
સ્ટાર કાસ્ટ: મનોજ બાજપાઈ, તિગમાંશુ ધુલિયા, રિચા ચઢ્ઢા, રિમા સેન, નવાઝુદ્દિન સિદ્દિકી, પિયુષ મિશ્રા, હુમા કુરેશી
ડાયરેક્શન: અનુરાગ કશ્યપ

રેટિંગ: 3.5 સ્ટાર્સ

દેશની કોલસાની રાજધાની ગણાતા શહેરમાં બે ગેન્ગ્સ વચ્ચેની અથડામણની રોમાંચક વાર્તા, જેમાં દુશ્મની અને બદલો લોકોની રગેરગમાં વહે છે અને ખૂન-ખરાબો ત્યાના લોકોનો સામાન્ય સ્વભાવ છે. શાહિદ ખાનને વિશ્વાસઘાતથી મારી નાંખવામાં આવે છે અને હવે તેમના દીકરા અને પૌત્રો તેમની મોતનો બદલો લેવાનો નિર્ણય કરે છે.

આ ફિલ્મમાં બદલાની આગ લગાડવા માટે 'કોલસા'ની પણ જરૂર નથી...બુલેટ્સ, બ્લાસ્ટ, બ્લડ અને (ડેડ)બોડીસ સાથે ફિલ્મ શરૂ થાય છે...એકદમ બિહારી ઈસ્ટાઈલમાં. આ અનુરાગ કશ્યપની ડાર્ક, શંકાસ્પદ, ડેડલી અને ડેરિંગ ફિલ્મ છે. 1941ના સમયમાં વાસેપુર(ધનબાદ)માં કોલસા અને ભંગારના ધંધામાં કુરેશી અને પઠાણો વચ્ચે દુશ્મનાવટ ચાલતી હોય છે. ત્યારથી શરૂ થયેલી દુશ્મનાવટ 3 પેઢીઓ સુધી ચાલી આવે છે.

આ જટિલ કહાનીમાં જ્યા તમને પુરુષોના ટોળે ટોળા જ દેખાય છે તેવામાં માત્ર એક જ સૂર સંભળાયે છે...બદલાનો. સારી ધાક ધરાવતો ગુંડા શાહિદ ખાને (જયદીપ અહલાવત) તે સમયના ખરા ગબ્બર સુલ્તાના ડાકુનો વેશ ધારણ કરીને બ્રિટિશ ટ્રેનો લૂંટી લીધી હતી. બન્ને ગેન્ગ વચ્ચેની વધતી અથડામણોને કારણે તે શાહિદ ખાન પોતાનો અડ્ડો છોડીને ભાગી જાય છે અને રામધીર સિંહ (તિમમાંશુ ધૂલિયા)ની કોલસાની ખાણમાં મજૂર તરીકે સેટ થઈ જાય છે પણ અહીં તેની સાથે વિશ્વાસઘાત કરવામાં આવે છે અને તેને મારી નાંખવામાં આવે છે. પણ બદલો તો ચાલતો જ આવે છે. શાહિદ ખાનનો દીકરો સરદાર ખાન(મનોજ બાજપાઈ) કસમ ખાય છે કે તે પોતાના માથા પર ત્યા સુધી વાળ નહીં ઉગવા દે જ્યા સુધી તે રામધીર સિંહને મારી ન નાંખે. ગેન્ગ વોરની વાત હોય કે બેડરૂમની વાત હોય, સરદાર ખાન ખરેખર હોટ-ગન છે.તે ગરમ મિજાજની નગમા (રિચા ચઢ્ઢા)ને પરણેલો છે અને તેના 3 દીકરા છે, જેમાંથી એક ફૈઝલ (નવાઝુદ્દીન) છે. પરણિત હોવા છતાં તે, આસપાસ મોંઢુ મારતો રહે છે અને બંગાળી સ્ત્રી દુર્ગા (રીમા સેન)ની પ્રેમની જાળમાં ફસાવીને તેની સાથે પણ લગ્ન કરે છે. ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. સરદાર ખાનના દીકરાઓ પણ તેના પિતા સાથે પિસ્તોલ લઈને બદલો લેવા માટે જોડાઈ જાય છે.

પોતાના ફૂલી લોડેડ બંદૂક જેવા રોલમાં મનોજ બાજપાઈ છવાઈ જાય છે. દુષ્ટતા, ક્રૂરતા અને અભદ્ર શબ્દો અને પોતાના ખાસ રમૂજી સ્પર્શ દ્વારા સરદાર ખાનના પાત્રને તે જીવંત કરી દે છે. ખરેખર, કોલસાની ખાણમાં હિરા જેવો અભિનય આપ્યો છે મનોજે.

પોતાના રોલ પર જે રીતે કાબૂ રાખ્યો છે તે જોતા લાગતું નથી કે તિગમાંશુ ધૂલિયા પહેલી વાર એક્ટિંગ કરી રહ્યા હોય. દમદાર ક્ષમતા ધરાવતા મેલ એક્ટર્સની ફોજમાં રિચા ચઢ્ઢા અલગ તરી આવે છે. તે 'છોટા બોમ્બ બડા ધમાકા' જેવી છે. પોતાના બહુ જ ઓછા ડાયલોગ્સ અને કર્વ્સ દ્વારા રિમા સેન સરળતાથી ધૃણા પેદા કરે છે. સરદાર ખાનના ચાચા અને દાયકાઓ જૂની વાર્તાના નરેટરના રોલમાં પિયુષ મિશ્રા બેકગ્રાઉન્ડમાં રહીને પણ ચૂપચાપ પોતાના પાત્રના આંચકાજનક શેડ્સ દેખાડતા રહે છે.

કપટી દીકરાના નાનકડા રોલમાં પણ નવાઝુદ્દીન સિદ્દીકી સોલિડ અસર મૂકતો જાય છે. ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ફરીથી એકવાર પોતાની ટ્રેડમાર્ક સ્ટોરી ટેલિંગ સ્ટાઈલમાં વાસ્તવિકતા, મજબૂત પાત્રો, અદ્દભુત સિકવન્સિસ અને શુદ્ધ લોકલ ફ્લેવરવાળી(મા-બહેનની ગાળો સાથે), ક્રૂર હિંસાત્મક વાર્તાને અણઘડ રમૂજ સાથે રજૂ કરી છે. બે હિસ્સામાં બનેલી આ ફિલ્મનો પહેલો ભાગ મહત્વકાંક્ષી છે. ફિલ્મના અમુક હિસ્સા અદ્દભુત છે પણ ખામીઓથી બુલેટ પ્રૂફ તો નથી જ. ફિલ્મ ઘણી લાંબી છે. દસ્તાવેજી ફિલ્મ શૈલીના વર્ણન, અસંખ્ય પાત્રો, મુખ્ય વાર્તા સાથે ચાલતા અન્ય સબ પ્લોટ અને પહેલા ભાગમાં બ્લેક એન્ડ વ્હાઈટમાં ઈતિહાસની ખરી ઘટનાઓ દેખાડ્યા બાદ બીજા ભાગમાં ફિલ્મ નબળી પડી જાય છે. સંવાદો કિલર છે. જીવી પ્રકાશે આપેલુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આખા ડ્રામાનો વેગ જાળવી રાખે છે. લોકગીત જેવું લાગતું સ્નેહા ખાનવલ્કરનું સંગીત ફેશનેબલ અને કૂલ છે. પણ ધ્યાન રાખજો કે 'ગેન્ગ્સ ઓફ વાસેપુર' નબળા હૃદયના લોકો માટે નથી. તમારી બંદૂક, ગમછા અને 'વુમનિયા'નું ધ્યાન રાખજો.

Share this Story:

Follow Webdunia gujarati