નિરાશ કરે છે 'ગોલમલ રિટર્ન'
નિર્માતા " ઢિલિન મહેતા નિર્દેશક : રોહિત શેટ્ટી સંગીતકાર ; પ્રીતમ ચક્રવર્તી કલાકાર : અજય દેવગન, કરીના કપૂર, અરશદ વારસી, અમૃતા અરોરા, તુષાર કપૂર, અંજના સુખાની, શ્રેયસ તલપદે, સેલિના જેટલી, મુરલી શર્મા, મુકેશ તિવારી, બ્રજેશ હીરજી, સંજય મિશ્રા. બે વર્ષ પહેલા નિર્દેશક રોહિત શેટ્ટીએ 'ગોલમાલ' નામની ફિલ્મ બનાવી હતી, જેણે લોકોનું મનોરંજન કર્યુ હતુ. આ ફિલ્મની સફળતાએ જ નિર્માતા સ્જ્રી અષ્ટવિનાયક અને રોહિતને ગોલમાલ શ્રેણીની બીજી ફિલ્મ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. ગોલમાલ રિટંસ ' જોઈને લાગે છે કે દર્શકોને બેવકૂફ સમજવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ઘણી એવી ફિલ્મો સફળ થઈ છે જેમાં મગજનો ઉપયોગ કરવાની જરૂર નથી, પરંતુ 'ગોલમાલ રિટંસ' એવી ફિલ્મ જેને સહન કરવી ખૂબ જ મુશ્કેલ છે. 35
વર્ષ પહેલા રજૂ થયેલી કિરણ કુમાર અને રાધા સલૂજા અભિનીત 'આજ કી તાજા ખબર'(1973)થી પ્રેરિત થઈને 'ગોલમાલ રિટંસ' નુ નિર્માણ કર્યુ છે. આમાં કોઈ બે મત નથી કે ફિલ્મ નો વિષય અને વિચાર સારો છે, પરંતુ યુનૂસ સજવાલે આવી પટકથા લખી છે કે થોડા સમય પછી જ વાળ ખેંચવાનુ મન થાય છે. એ જાણીને નવાઈ લાગે છે કે શુ વિચારીને યૂનુસે આવો સ્ક્રીનપ્લે લખ્યો ? નિર્દેશક રોહિત શેટ્ટીએ આ પટકથા પર ફિલ્મ બનાવવાનુ કેવી રીતે સ્વીકારી લીધુ ? ફિલ્મમાં કેટલાક દ્રશ્યો, કેટલાક જોક્સ જે શ્રેયસ અને તુષાર પર ફિલ્માવ્યા છે તમારા ચહેરા પર હાસ્ય લાવે છે, પરંતુ આખી ફિલ્મમાં આવી ક્ષણો ખૂબ જ ઓછી છે.
ગોપાલ (અજય દેવગન) પોતાની પત્ની એકતા(કરીના કપૂર), બહેન ઈશા(તુષાર કપૂર)ની સાથે રહે છે. એક રાત્રે તે સુંદર સ્ત્રી મીરા(સેલિના જેટલી)મે ગુંડાઓથી બચાવે છે અને આખી રાત તેમને એક નાવડીમાં જ ગાળવી પડે છે. તેની પત્ની શંકાશીલ સ્વભાવની હોય છે. તેથી મજબૂર થઈને ગોપાલ ખોટુ બોલે છે કે એ પોતાના મિત્ર એંથોની ગોંસાલ્વિસની ઘરે રોકાયો હતો. એકતાને આ સ્ટોરી પર વિશ્વાસ નથી આવતો અને તે એંથોનીને એક પત્ર લખીને મળવા માટે પોતાને ઘરે બોલાવે છે. જ્યારે ગોપાલને ખબર પડે છે તો એ લક્ષ્મણ(શ્રેયસ તલપદે)ને આ વાત માટે રાજી કરે છે કે તે એંથોની બનીને તેની પત્નીને મળે. બધુ જ યોજના મુજબ જ થાય છે, પરંતુ સમસ્ય ત્યારે ઉભી થઈ જાય છે જ્યારે સાચકલો એંથોની ટપકી પડે છે. ગોપાલ એક વધુ મુસીબતમાં ફંસાય જાય છે. મીરાને એણે જયાં ગુંડાઓથી બચાવી હતી, એ જગ્યાએ એક લાશ મળે છે. આ બાબતની તપાસ માધવ (અરશદ વારસી)કરે છે, જે ઈશાનો બોયફ્રેન્ડ છે અને ગોપાલને પસંદ નથી કરતો.
સીક્વલ જોતી વખતે દર્શકોની અપેક્ષા વધી જવી એ સ્વભાવિક છે, તેથી સીક્વલ બનાવતી વખતે તમારે અગાઉની ફિલ્મની સરખામણીમાં વધુ સારી ફિલ્મ બનાવવી પડે છે, પરંતુ લેખકે 'ગોલમાલ રિટંસ' પર પાણી ફેરવી નાખ્યુ છે.
પટકથા નબળી હોવાથી નિર્દેશક રોહિત શેટ્ટી પણ નિ:સહાય જોવા મળ્યા અને ફિલ્મને ડૂબવાથી ન બચાવી શક્યા. સંગીત પણ નિરાશાજનક છે. 'થા કરકે'ને જ સારુ કહી શકાય છે.
તુષાર અને શ્રેયસ તલપદેનો અભિનય શાનદાર છે, શ્રેયસે ફરી બતાવી દીધુ છે કે તે હાસ્ય ભૂમિકાઓ સારી રીતે ભજવી શકે છે. એ બંને જ્યારે-જ્યારે પડદાં પર આવે છે ત્યારે લોકો રાહત અનુભવે છે.
અજય દેવગન, કરીના કપૂર, અને સેલિના જેટલી ઠીક ઠીક છે.
ટૂકમાં કહી શકાય કે 'ગોલમાલ રિટંસ' નિરાશ કરે છે.