Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દોસ્તાના : થોડી ખાટી ખાટી થોડી મીઠી

દોસ્તાના : થોડી ખાટી ખાટી થોડી મીઠી
IFM
નિર્માતા : કરણ જોહર, હીરુ જોહર
નિર્દેશક : તરુણ મનસુખાની
સંગીત : વિશાલ-શેખર
કલાકાર : અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપડા, જહોન અબ્રાહમ, બોબી દેઓલ, શિલ્પા શેટ્ટી, કિરણ ખેર.

કરણ જોહર દ્વારા નિર્મિત ફિલ્મ 'કલ હો ના'માં 'કાંતાબેન'વાળી સ્ટોરી સાઈડમાં ચાલતી રહે છે. હંમેશા કાંતાબેનને શાહરૂખ-સેફ એવી પરિસ્થિતિમાં મળે છે કે તે એમને 'ગે' સમજે છે. દર્શકોએ આ વાર્તાની પૂરી મજા લીધી હતી. આ વાતને કરણ જોહર અને નિર્દેશક તરુણ મનસુખાનીએ પારખી લીધી અને 'ગે'વાળી વાર્તાને મુખ્ય આધાર બનાવી 'દોસ્તાના'માં રજૂ કર્યો.

મિયામીમાં આનું શૂટિંગ કરવામાં આવ્યું છે. સમીર (અભિષેક બચ્ચન) એક નર્સ છે. અને કુણાલ (જોન અબ્રાહમ) ફોટોગ્રાફર. બંનેને એક ઘરની શોધ છે. જે ઘર તેમને મળે છે, તે ઘરમાં નેહા(પ્રિયંકા ચોપડા) પણ રહે છે. એક છોકરી ઘરમાં રહેતી હોય તો બે યુવાનોને ઘર ભાડેથી કેવી રીતે અપાય ?

બંને એક યુક્તિ શોધે છે અને પોતાને 'ગે' જાહેર કરી દે છે. કારણ કે બંને છોકરાઓ 'ગે' હોય છે તેથી નેહાને કોઈ ફરક પડતો નથી. તે આરામથી ઓછા કપડાંઓમાં તેની સામે ફર્યા કરે છે. નેહા પોતાના બોસ અભિમન્યું (બોબી દેઓલ) ને ચાહે છે. અને બંને લગ્ન કરવા માંગે છે. નેહાને સમીર અને કુણાલ પણ ચાહે છે, પરંતુ તેઓ 'ગે' નું નાટક કરી ફંસાય જાય છે. તેઓ મળીને નેહા અને અભિમન્યુંમાં અંતર લાવે છે. કેવી રીતે તેમની પોલ ખુલે છે અને નેહા કોણે મળે છે, એ આ ફિલ્મનો સાર છે.

webdunia
IFM
નિર્દેશક તરુણે ઘણા એવા દ્રશ્યો ઉભા કર્યા છે જે મજેદાર બની પડ્યા છે. જેવા કે જ્યારે સમીરની માઁ (કિરણ ખેર) ને ખબર પડે છે કે તેનો છોકરો 'ગે' છે તો તે પહેલા ખૂબ જ ગુસ્સે થાય છે. પછી તે કુણાલને સ્વીકારી લે છે. રીતિ-રિવાઝથી તેનુ સ્વાગત કરે છે, પરંતુ તે એ નિર્ણય નથી કરી શકતી કે તે એને વહુ સમજે કે જમાઈ. આર્શીવાદ આપતાં આપતા તેના હાથ રોકાય જાય છે, સંતાનનો તો પ્રશ્ન જ નથી ઉઠતો.

એમ(બોમન ઈરાની)વાળુ દ્રશ્ય પણ સારું છે. તે પોતે એક 'ગે' છે અને જ્યારે તેને ખબર પડે છે કે નેહા બે 'ગે'ની સાથે રહે છે તો તે મળવા આવે છે. ત્યારબાદ ઘણી હાસ્યાસ્પદ પરિસ્થિતિયો ઉભી થાય છે. ફિલ્મની આત્મા છે નેહા, સમીર અને કુણાલની વાતચીતવાળું એ દ્રશ્ય જ્યારે નેહાને ખબર પડે છે કે બંને એના અને અભિમન્યુના સંબંધો વચ્ચે તિરાડ નાખવાનું કામ કરી રહ્યા છે. આ વાત પરથી તે એવો અંદાજ લગાવે છે કે એ બંને અભિમન્યુંને પણ પ્રેમ કરવા માંડ્યા છે.

ફિલ્મની નકારાત્મક બાજુઓની વાત કરીએ તો ફિલ્મની વાર્તા નબળી છે અને એવુ લાગે છે કે એક મોટો જોક્સ જોઈ રહ્યા છીએ. એક બાજુ શ્રેષ્ઠ દ્રશ્યો છે તો બીજી બાજુ બોરિંગ દ્રશ્યો છે. આ સપાટ રોડ પર સ્પીડ બ્રેકરનું કામ કરે છે. ફિલ્મ સારા અને ખરાબ દ્રશ્યો વચ્ચે ઝોલા ખાય છે. એવુ લાગે છે કે દ્રશ્યોના મુજબ વાર્તા બનાવવામાં આવી છે. બોબી દેઓલના આવ્યા પછી ફિલ્મ થંભી ગઈ છે અને તેની લંબાઈ બોર કરે છે. ફિલ્મમાં ઢગલો અંગ્રેજી ડાયલોગ છે, જે કદાચ સામાન્ય દર્શકો સમજી નહી શકે.

અભિષેક બચ્ચને શ્રેષ્ઠ અભિનય કર્યો છે. ક્યારે પાત્રમાં નજાકત આપવાની છે અને ક્યારે આક્ર્મક થવાનુ છે, આ વાતને તેમણે ઝીણવટાઈથી અભિનિત કરી છે. જોન અબ્રાહમ ફિલ્મના મોટાભાગના દ્રશ્યોમાં અર્ધનગ્ન જોવા મળ્યા. અભિનય બાબતે તેઓ નબળા પડે છે. જો કે અભિષેક સાથે તેમની કેમેસ્ટ્રી સારી જામે છે, પરંતુ જો કોઈ સશક્ત અભિનેતા હોત તો ઘણો જ ફરક પડત.

webdunia
IFM
પ્રિયંકા ચોપડા સુંદરતા અને અભિનય બાબતે પ્રથમ રહી. કપડાં પહેરવામાં તેણે પણ કંજૂસી કરી. બોબી દેઓલે આવા રોલ ઘણી ફિલ્મોમાં ભજવ્યા છે, એક વાર વધુ ભજવી લીધો. પંજાબી માઁ ના રૂપમાં કિરણ ખેર એક વાર ફરી જામી. બોમન ઈરાની અને સુષ્મિતા મુખર્જીએ પોતાના શ્રેષ્ઠ અભિનય દ્વારા દર્શકોને હસાવ્યા.

ફિલ્મના કેટલાક ગીતો 'જાને ક્યુ દિલ જાનતા હૈ', 'કુછ કમ' અને 'ખબર નહી' શ્રેષ્ઠ બની પડ્યા છે. કાસ્ટ્યૂમ્સ, ફોટોગ્રાફી અને લોકેશન શ્રેષ્ઠ છે.

બધુ મળીને 'દોસ્તાના' નો વિષય નવો છે, પરંતુ વાર્તા જૂની છે. જેને પરંપરા અને રૂઢીવાદી દર્શકો બિલકુલ પસંદ નહી કરે, પરંતુ યુવાનોને આમા હસવાનો મસાલો મળી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati