જલેબી(દિવ્યા દત્તા)ને અછૂત માનવામાં આવે છે. ભ્રષ્ટ પોલીસ ઓફિસર (વિજય રાજ)ને તેના મંદિર જવા પર આપત્તિ છે, પરંતુ એ તેની સાથે રાત વિતાવવા તૈયાર છે. બે ભાઈઓ (ઓમ પુરી અને પવન મલ્હોત્રા)ની વચ્ચે બનતુ નથી તેઓ ઘરની વચ્ચે દિવાલ બનાવી લે છે, પરંતુ તેમની પત્નીઓ ઈંટ ખસેડીને વાતો કરે છે. કેટલાક સમાજના ઠેકેદાર છે, જે મંદિર-મસ્જિદના નામે લોકોને ભડકાવે છે અને તેમની વચ્ચે ઝગડો કરાવે છે. આ સિવાય એક 'કાળુ વાંદરુ' પણ છે જે લોકોને મારે છે, વસ્તુઓ ચોરે છે. તેને જોયો કોઈએ નથી પરંતુ તેના વિશે વિવિધ અફવાઓ છે. આ બધી વાતોનો સાક્ષી બને છે ફિલ્મનો નાયક રોશન(અભિષેક બચ્ચન), જે ન્યૂયોર્કથી દિલ્લી પોતાની બીમાર દાદી(વહીદા રહેમાન)ને છોડવા આવ્યો છે. તેની દાદી પોતાના જીવનની અંતિમ ક્ષણો પોતાના બાપદાદાના મકાનમાં વીતાવવા માંગે છે. એ મોબાઈલથી તેના ફોટો પાડતો રહે છે પરિસ્થિતિઓ કાંઈક એવી સર્જાય છે કે ફિલ્મનો નાયક છેવટે ન્યૂયોર્ક પરત જવા નથી માંગતો અને તેની દાદી પોતાનાઓથી નારાજ થઈને પાછી ફરવા માંગે છે. રાકેશ મેહરાએ કાળો વાંદર, સંગીત અને દિલ્લીમાં ચાલી રહેલી રામલીલા દ્વારા પોતાના પાત્રોને જોડીને ફિલ્મ આગળ વધારી છે. સંગીત પણ આ ફિલ્મનું સારુ છે. કેટલાક દ્રશ્યો તો અતિસુંદર છે. જેવા કે ઓમપુરી પોતાની પુત્રીના ભાવિ પતિના પિતા સાથે દહેજ માટે વાતો કરે છે અને પાછળ બેસીને પ્રેમ ચોપડા શેરના ભાવતોલ કરે છે. અછૂત જલેબીને રામલીલા પંડાલની બહાર બેસીને સાંભળવી પડે છે. કાળા વાંદરાને નામે બધા પોતાનો ફાયદો ઉઠાવતા રહે છે. રાકેશનુ નિર્દેશન સારુ છે, પરંતુ લેખનમાં કેટલીક કમીયો રહી ગઈ. ફિલ્મનો કેટલોક ભાગ ફક્ત ચરિત્રોને નિખારવામાં જ જતો રહ્યો. પાત્રો વાતો કરતા રહે છે પરંતુ ફિલ્મની સ્ટોરી બિલકુલ આગળ નથી વધતી. ફિલ્મનો અંત પણ મોટાભાગના લોકોને પસંદ નહી પડે. અભિષેક ફિલ્મના નાયક છે છતાં તેમનુ પાત્ર નબળુ પડે છે. તેમણે મોટાભાગના સંવાદો અંગ્રેજીમાં બોલ્યા છે, જેનુ ઉચ્ચારણ પણ તેમણે વિદેશી સ્ટાઈલમાં કર્યુ છે, જેને સમજવા ઘણા લોકો માટે મુશ્કેલ બની શકે છે. સોનમ કપૂરનો અભિનય સારો છે પરંતુ તેમને પોતાના ચરિત્રને નિખારવાની તક નથી મળી. અભિષેકનો અભિનય ક્યાક સારો છે તો ક્યાક ખરાબ. મોટાભાગના દ્રશ્યો પર તેમના ચહેરા પર એક જેવો ભાવ જોવા મળ્યો છે. પવન મલ્હોત્રા, વિજય રાજ અને દિવ્યા દત્તાએ પોતાના પાત્રોને સુંદર રીતે રજૂ કર્યા છે. ઓમ પુરી, ઋષિ કપૂર અને વહીદા રહેમાનને ફક્ત સ્ટાર વેલ્યૂ વધારવા માટે લેવામાં આવ્યા છે. એ ભૂમિકાઓ તેમના જેવા કલાકારોની સાથે ન્યાય નથી કરતી.
દિલ્લીનો સેટ જોઈને વિશ્વાસ નથી થતો કે એ નકલી છે. એ.આર રહેમાનનુ સંગીત 'દિલ્લી 6' ની સૌથી મોટી ખાસિયત છે. મસકલી, રહેના તૂ, યે દિલ્લી હૈ મેરે યાર ગીત સાંભળવા લાયક છે. ગીતકાર પ્રસૂન જોશીનુ કામ પણ ઉલ્લેખનીય છે. તકનીકી રીતે આ ફિલ્મ સશક્ત છે, પરંતુ ફિલ્મના મોટાભાગના ભાગમાં અંધારુ જોવા મળે છે.
થોડી નબળાઈઓને બાજુએ મૂકીએ તો આ શુધ્ધ દેશી ફિલ્મ એકવાર જોઈ શકાય છે.