Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દશાવતાર : ધ કમલ હસન શો

દશાવતાર : ધ કમલ હસન શો
IFM
નિર્માતા ; ઓસ્કર રવિચંદ્રન
નિર્દેશક : કે.એસ. રવિકુમાર
ગીત : સમીર
સંગીત : હિમેશ રેશમિયા
કલાકાર : કમલ હસન, અસિન, મલ્લિકા શેરાવા, જયાપ્રદા

'દશાવતાર' (ડબ) ફિલ્મનુ નિર્માણ એ માટે કરવામા આવ્યુ જેથી કમલ હસન બતાવી શકે કે તેઓ કેટલા પ્રભાવશાળી છે. આ ફિલ્મમાં તેમણે દસ ભૂમિકારો ભજવી છે. હીરો પણ તેઓ જ છે, વિલન અને સહાયક ભૂમિકાઓ પણ તેમને જ નિભાવી છે. વૃધ્ધ માઁ, અંગ્રેજ, ચીની, બંગાળી બાબૂ, જોર્જ બુશ, સરદાર, વૈજ્ઞાનિક જેવા ઘણા પાત્રો તેમને ભજવ્યા છે. તેમણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ દરેક પ્રકારને ભૂમિકાઓ ભજવી શકે છે. નિર્દેશક અને લેખકનુ બધુ ધ્યાન આ જ વાત પર રહ્યુ કે દરેક દ્રશ્યમા6 કમલનો કમાલ દેખાય અને એ માટે તેમણે વાર્તા સ્ક્રીનપ્લે જે કોઈ પણ ફિલ્મના મુખ્ય આધાર હોય છે તેને જુદુ સ્થાન આપ્યુ. જો કમલના કમાલ જોવા માટે આ ફિલ્મ જોવામાં આવે તો પણ નિરાશા જ હાથ લાગશે. મેકઅપમેને કમલનો મેકઅપ એવો કર્યો છે કે તેઓ ઓળખાતા જ નથી, પરંતુ કમલ દ્વારા ભજવેલ મોટાભાગના ચરિત્રોનો મેકઅપ એટલો ગંદો અને બનાવટી લાગે છે.

ફિલ્મની વાર્તા 12મી સદીથી શરૂ થાય છે અને એકવીસમી સદીમાં આવીને પૂરી થાય છે. 12મી સદીવાળા બધા દ્રશ્યો પણ ફિલ્મમાંથી હટાવી લઈએ તો ફિલ્મ પર કોઈ અસર નહી થાય, જેમા શિવ સમર્થક બનામ વિષ્ણુ સમર્થક વચ્ચે લડાઈ બતાવવામાં આવી છે.

પછી વાત આવે છે 21મી સદીમાં 2004નો સમય છે અને અમેરિકામાં આવેલી પ્રયોગશાળામાં એક વાયરસનુ નિર્માણ કરવામાં આવે છે, જે ક્ષણવારમાં લાખોનો જીવ લઈ શકે છે. આ વાયરસને કેટલાક દેશ છીનવા માંગે છે. જ્યારે ગોવિંદ નામના ભારતીય વૈજ્ઞાનિકને આ વાતની ખબર પડે છે તો એ એ વાયરસને લઈને ભાગી જાય છે. એ ભારત પહોંચી જાય છે અને તેની પાછળ પાછળ ફિલ્મનો વિલન પણ પહોંચી જાય છે. પછી શરૂ થાય છે ટોમ એંડ જેરીની રમત.

આ વાર્તામાં ઢગલો મસાલો નાખ્યો છે. વિશેષ એક્સન દ્રશ્ય, કાર-ટ્રેન-હેલિકોપ્ટરના દ્વારા પીછો કરવો, હીરો અને વિલનની કલાબાજીઓ, નાચ, ગીત અને એ બધા તત્વો જેનાથી દર્શકોને આકર્ષી શકાય છે. પરંતુ વાત બની નહી, દર્શકો ક્યાંયથી પણ ફિલ્મ સાથે જોડાઈ ન શક્યા.

આ ફિલ્મ દ્વારા નિર્દેશક અને લેખકના રૂપમાં કમલ હસન ઘણું કહેવા માંગતા હતા, પરંતુ કોઈ વાત સામે ન આવી. એવુ લાગે છે કે દસ લોકો એકસાથે બોલી રહ્યા છે. ફિલ્મના સ્ક્રીનપ્લેમાં ઢગલો ઉણપો છે. કમલ હસનના દસ પાત્રને વધુ ફૂટેજ આપવાના ચક્કરમાં ફિલ્મ વધુ પડતી લાંબી થઈ ગઈ છે. કમલ હસન અને અસીન વચ્ચે ફિલ્માવેલ પાત્ર ખીજ ઉત્પન્ન કરે છે. આખી ફિલ્મમાં અસીન કામ વગરની બક બક કરતી રહે છે અને આ બક બક બસંતી જેવી ગમતી નથી.

webdunia
IFM
એક્સ સીઆઈએ એજંટ, વિજ્ઞાનિક અને બંગાળી પાત્રના રૂપમાં કમલ હસનનો અભિનય સારો છે, બાકીના પાત્રો ઠીક કરતા પણ ખરાબ છે. અસીન નિરાશ કરે છે. મલ્લિકા શેરાવતનુ નાનકડુ પાત્ર અસર છોડે છે. જયાપ્રદાએ કમલ હસન સાથેના પોતાના સંબંધોને કારણે આ ફિલ્મ કરી છે.

ફિલ્મના નિર્માણ ખૂબ જ પૈસા ખર્ચીને કરવામાં આવ્યુ છે. કેટલાક એક્શન દ્રશ્ય સારા બની પડ્યા છે. હિમેશ રેશમિયાના સંગીતમા દમ નથી. ડબિંગ સારુ છે. બધુ મળીને આ કમલ હસનનો શો નિરાશ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati