Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

થોડા પ્યાર થોડા મેજિક : નરમ-ગરમ

થોડા પ્યાર થોડા મેજિક : નરમ-ગરમ
IFM
નિર્માતા : અદિત્ય ચોપડા-કુણાલ કોહલી
નિર્દેશક : કુણાલ કોહલી
ગીતકાર ; પ્રસૂન જોશી
સંગીત - શંકર-અહેસાન-લોય
કલાકાર : સેફ અલી ખાન, રાની મુખર્જી, ઋષિ કપૂર, અમીષા પટેલ(વિશેષ ભૂમિકા) શ્રિયા શર્મા, આયુષી બર્મન, રચિત સિદાના, અક્ષત ચોપડા.

થોડા પ્યાર થોડા મેજિકને વાર્તા પરી કથાઓ જેવી છે, જે સામાન્ય રીતે બાળકો વાંચે છે. આ વાર્તાઓમાં કોઈ દુ:ખિયારુ હોય છે, જેની મદદ કરવા માટે ભગવાન એક પરી મોકલી આપે છે. પરીનો જાદૂ ચાલે છે અને તેના બધા દુ:ખ દૂર થઈ જાય છે. પરીને પ્રેમ થયાનો એક નવો પોઈંટ નાખીને નિર્દેશક કુણાલ કોહલીએ પોતાના વિચારોને આ ફિલ્મમાં ભેળવ્યા છે. ફિલ્મનુ નામ જ બતાવે છે તેમ વાસ્તવિકતાની સાથે કલ્પનાને નાખીને ફિલ્મને રજૂ કરવામાં આવી છે.

webdunia
IFM
રણબીર (સેફ અલી ખાન)ના હાથે એક કાર અકસ્માત થઈ જાય છે અને ચાર બાળકો અનાથ થઈ જાય છે. કોર્ટ આ બાળકોની જવાબદારી રણબીરને સોપે છે. તેણે ત્રણ મહિનામાં એ સાબિત કરી બતાવવાનુ હોય છે કે એ તેમની દેખરેખ સારી રીતે કરી રહ્યો છે, નહિ તો વીસ વર્ષની જેલ. બાળકો ઈચ્છે છે કે રણબીર તેમને મારે જેથી કરીને તેને સજા થાય અને તેઓ પોતાનો બદલો વાળી શકે. રણબીરને તેઓ સતાવવાનુ શરૂ કરી દે છે. સતાવવાના આ દ્રશ્યો દ્વારા તેમને હસાવવાના પ્રયત્નો કર્યા છે પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે.

રણબીર પણ કંટાળી ગયો છે અને બાળકો પણ. ભગવાનને યાદ કરવામાં આવે છે. સૂટબૂટ પહેરી અને આધુનિક તકનીકની મદદથી લેંસ ભગવાન (ઋષિ કપૂર)તેમની પ્રાર્થના સાંભળી લે છે. ગીતા(રાની મુખર્જી) નામની પરીને આ લોકોને મદદ કરવા મોકલે છે. પોતાના જાદૂની મદદથી ગીતા તેમને એકબીજાની નજીક લાવે છે, પરંતુ પોતે પ્રેમમાં પડી જાય છે.

ફિલ્મની શરૂઆત બોરિંગ છે. રાની મુખર્જીના આવતા ફિલ્મ થોડી રસપ્રદ બને છે. રાની એક-એક કરી દરેક બાળકના દિલમાં રહેલી સેફ માટેની નફરતને કાઢી નાખે છે, પરંતુ આ દ્રશ્ય કોઈ ખાસ પ્રભાવશાળી નથી. બધુ બહુ સહેલાઈથી થઈ જાય છે.
webdunia
IFM

કુણાલ કોહલી દ્વારા નિર્દેશિત 'હમ તુમ'ની વાર્તા બહુ નાની હતી, પરંતુ શ્રેષ્ઠ દ્રશ્યો દ્વારા તેમણે દર્શકોને બાંધી રાખ્યા હતા. આ ફિલ્મની વાર્તા પણ એકદમ સીધી-સાદી છે. દર્શકોને ખબર હોય છે કે વાર્તા ક્યા જઈને પૂરી થવાની છે. આવામાં સારા દ્રશ્યો બનાવવા ખૂબ જરૂરી છે, પરંતુ 'થોડા પ્યાર થોડા મેજીક'મા6 કોઈ દ્રશ્યો નરમ છે તો કોઈ ગરમ. કુણાલે આ ફિલ્મ બાળકોને ધ્યાનમાં મૂકીને બનાવી છે, પરંતુ આમા 'લેજી લમ્હે' જેવુ હોટ ગીત ખબર નથી પડતી કે ક્યા કારણોસર ગોઠવી દીધુ છે.

રાની મુખર્જીનો યોગ્ય ઉપયોગ નથી કરવામાં આવ્યો. રાનીએ અભિનય તો સારો કર્યો છે પરંતુ તે પોતાના અભિનય પ્રત્યે આશ્વસ્ત ન લાગી. એક શ્રીમંત માણસનું પાત્ર ભજવવુ સેફ માટે હંમેશા સરળ રહ્યુ છે. અમીષા પટેલનુ પાત્ર એવુ છે કે જેને બધા નફરત કરે છે. કેમ? ખબર નહી. આ અનુભવી કલાકારો આગળ બાળકોનો અભિનય ભારે પડ્યો છે.

webdunia
IFM
ખાસ કરીને ઈકબાલ નામના શિખ બાળકે ઘણા હસાવ્યા છે. ઋષિ કપૂર કુણાલની ફિલ્મનુ આવશ્યક પાત્ર છે. આ પ્રકારની ફિલ્મોમાં સંગીત મધુર હોવુ ઘણુ જરૂરી છે, પરંતુ શંકર-અહેસાન લોય અપેક્ષાઓ પર ખરા નથી ઉતર્યા. ગીતોને માટે સિચ્યુએશન પણ સારી નથી બનાવવામાં આવી ગઈ.

ફિલ્મની સ્પેશ્યલ ઈફેક્ટસ શાનદાર છે. પરીના રૂપમાં રાનીએ જે જાદુ બતાવ્યો તેને શ્રેષ્ઠ રીતે પડદાં પર રજૂ કરવામાં આવી ગયા છે. સંદીપ ચૌટાનુ પાર્શ્વ સંગીત પ્રભાવી છે. જૂની અંગ્રેજી ફિલ્મોના બેઝ પર તેમણે હાસ્ય દ્રશ્યોમાં પાર્શ્વ સંગીત આપ્યુ છે.

બધુ મળીને 'થોડા પ્યાર થોડા મેજિક' ન તો સારી છે કે ન તો એટલી ખરાબ. બાળકો સાથે જોઈ શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati