નિર્માતા : મનોજ ચતુર્વેદી, સંજય ચતુર્વેદી નિર્દેશક : અજય ચંડોક સંગીત : ડબ્બૂ મલિક કલાકાર : સોહેલ ખાન, અમૃતા અરોરા, આરતી છાબડિયા, યશ ટોક, વ્રજેશ હીરજી, સયાજે શિંદે, કુલભૂષણ ખરબંદા '
ટીમ : ધ ફોર્સ' ના કાસ્ટ અને ક્રૂ પર નજર દોડાવીએ તો મોટાભાગના નામ નિમ્ન સ્તરના જોવા મળે છે. હવે નિચલી કક્ષાના નિર્દેશક અને કલાકારોથી એક ચાલુ પ્રકારની ફિલ્મની જ આશા રાખી શકાય છે અને આ આશાને 'ટીમ'ની ટીમ નથી તોડતી. આ ફિલ્મમા એક પણ બાજુ એવુ નથી કે જેની પ્રશંસા કરી શકાય. અજય ચંડોક એવા નિર્દેશક છે, જેમણે સસ્તી ફિલ્મ બનાવનારા નિર્માતા સાઈન કરે છે આટલી નિમ્ન સ્તરની ફિલ્મો બનાવવા છતા તેમના હાથમા કેટલાક પ્રોજેક્ટસ છે. હાલ તાજેતરમાં જ તેમની 'કિસસે પ્યાર કરુ' પ્રદર્શિત થઈ હતી. આ બતાવવુ મુશ્કેલ છે કે 'ટીમ' વધુ બેકાર છે એક 'કિસસે પ્યાર કરુ' ફિલ્મની વાર્તા એવી છે, જેમા કોઈ પણ લખી શકે છે. લેખક હોવુ જરૂરી નથી. ત્રણ મિત્રો પોતાનો વિડિયો આલબમ બનાવવા માંગે છે. ફિલ્મમા બતાવવામાં આવ્યુ છે કે તેમની પાસે ખાવા માટે કશુ નથી, છતા બે તો એટલા તંદુરસ્ત છે કે એવુ લાગે છે કે દિવસમાં 5-6 વાર ખાતા હોય. વીડિયો આલબમ બનાવવા માટે દયાળુ મકાન-માલિક આ પ્રતિભાશાળી કલાકારોને સાત લાખ રૂપિયા આપે છે. તેઓ ગોવા જાય છે અને તઆ દરમિયાન મકાન માલિક પર એક ગુંડો મકાન વેચવા માટે દબાવ બનાવે છે. એ ગુંડાને ત્રણે મળીને પાઠ ભણાવે છે.
તમે વિચારી રહ્યા હશો કે આનાથી સારી વાર્તા તો તમે લખી શકો છો, પરંતુ આ તક મળી છે યુનૂસ સેજવાલને. તેમણે કે જમાનામાં ડેવિડ ધવન માટે કેટલીક સફળ ફિલ્મો લખી હતી. અહી નિર્માતાના ઓછા પૈસા આપ્યા હશે, તેથી તેમણે હલ્કી ટાઈપની વાર્તા પકડાવી દીધી. યૂનુસ સાહેબ હજુ પણ આ સમયમાં જીવી રહ્યા છે, જે ક્યારનુ વીતી ચૂક્યુ છે.
ફિલ્મના હીરો છે સોહેલ ખાન. સોહેલ ખાન હંસી રહ્યા હશે એ નિર્માતાઓ પર જેમણે તેમને ફિલ્મમાં હીરો બનાવી નાખ્યો. પરંતુ તેમને તો પૈસાથી મતલબ છે. તેમની તંદુરસ્તી પર હીટ કે ફ્લોપ ફિલ્મની કોઈ અસર નથી પડતી, તેથી તેમણે તમામ વાહિયાત હરકતો આ ફિલ્મમાં કરી નાખી
.સોહેલની જેમ ફિલ્મના દરેક પાત્રએ ઓવર એક્ટિંગ કરી, ભલે પછી એ વ્રજેશ હીરજી હોય, યશ ટોક હોય કે સયાજી શિન્દે. સયાજી શિન્દેને કારણે એક બે જગ્યએ તમે હંસી શકો છો, પરંતુ બાકીના અભિનયને જોઈને રડુ આવે છે. અમૃતા અરોરાને ગીતોમાં યાદ કરવામાં આવે છે,જે ક્યારેય પણ ફિલ્મની વચમાં ક્યાયથી પણ ટપકી પડે છે.
ફિલ્મનુ સંપાદન કમાલનુ છે, બે ત્રણ દ્રશ્યોમાં તો સંવાદ અધૂરા જ રહી ગયા છે અને બીજા દ્રશ્યને જોડી નાખ્યુ છે. ઘણી જગ્યાએ ફિલ્મ ઝાંખી જોવા મળે છે. ગીત-સંગીતના નામે ડબ્બૂ મલિકે કંઈ પણ પીરસી દીધુ છે. ફિલ્મની એક જગ્યાએ ડાયલોગ છે કે ' યે હમારે મ્યુઝિક વીડિયો કા ડબ્બૂ મલિક છે. ખબર નહી આજે કોનુ માથુ ખાઈ રહ્યુ હોગુ. માથુ દુ:ખાવવાને બહાને ડબ્બૂએ નહી બલ્કિ ફિલ્મથી જોડાયેલા દરેક વ્યક્તિએ કર્યુ છે. આ બાબતે ટીમવર્ક દેખાય છે.