નિર્માતા : નવમાન મલિક-સલમાન મલિકનિર્દેશક : રાજ એન.સિપ્પીસંગીત : આનંદ રાજ આનંદકલાકાર : મિમોહ ચક્રવર્તી, વિવાના, રાહુલ દેવ, શક્તિ કપૂર આ સંજોગની વાત છે કે છેલ્લા બે-ત્રણ અઠવાડિયાઓથી આ પ્રકારની ફિલ્મો જોવા મળી રહી છે, જેવી કે 1970-80ના સમયમાં જોવા મળતી હતી. બે અઠવાડિયા અગાઉ 'ટશન', ગયા અઠવાડિયે 'મિ. વ્હાઈટ મિ. બ્લેક' અને ત્યારબાદ સપ્તાહ રજૂ થયેલી 'જિમી' પણ તે સમયના ગાળામાં બનતી ફોર્મ્યૂલા ફિલ્મની જેવી છે. '
જિમી' નુ નિર્માણ મિથુન પુત્ર મિમોહને બોલીવુડમાં સ્થાપિત કરવા માટે કરવામાં આવ્યુ છે. 'જિમી' જોતી વખતે આ વાત મગજમાં આવે છે કે શુ આ ફિલ્મની પટકથા આટલી મજબૂત છે કે જે મિમોહને સ્થાપિત કરવામાં મદદ કરે ?શુ તે મિમોહની પ્રતિભાની સાથે ન્યાય કરે છે ? નવાઈ લાગે છે કે અનુભવી મિથુનના સમજણની કે જેમણે આટલી ખરાબ પટકથાને માટે હાઁ કેવી રીતે પાડી ? એ પણ પોતાના પુત્રના પહેલી ફિલ્મ માટે ?મિમોહને જોઈને લાગે છે કે તેમણે યોગ્ય ભૂમિકા અને ફિલ્મ મળે તો તે કમાલ કરી શકે છે. તેઓ આનાથી પણ શ્રેષ્ઠ પટકથા અને ફિલ્મના હકદાર છે. '
જિમી'ની પટકથા તે તમામ મસાલા ફિલ્મોની એસેમ્બિલિંગ છે જેણે આપણે હજારોવાર જોઈ ચૂક્યા હ્ચે. આ પ્રકારની ફિલ્મોનો સમય વીતી ચૂક્યો છે. આજનુ સિનેમા બદલાઈ ગયુ છે. નવા વિચાર અને નવી વાર્તાઓની આજે પણ માંગ છે. 'જિમી' જેવી ફોર્મૂલાવાળી ફિલ્મોનુ વર્તમાન સમયમાં કોઈ સ્થાન નથી. નિર્દેશક રાજ એન સિપ્પીના રસ્તાનો સૌથી મોટો કાંટો ખરાબ પટકથા હતી. તેથી તેઓ વધુ કશુ ન કરી શક્યા. ફિલ્મનુ સંગીત દમ વગરનુ છે.
મિમોહમાં આશાઓ જોવા મળી છે, પણ તેમણે થોડા સુધારા પણ કરવા પડશે. તેમણે વજન ઓછુ કરીને લુક પર ધ્યાન આપવુ પડશે. સંવાદ બોલવાની રીતને પણ સુધારવી પડશે. તે શક્તિશાળી છે, પણ જરૂર છે આ શક્તિને યોગ્ય દિશામાં લગાવવાની.
મિમોહની સાથે વિવાનાની પણ આ પહેલી ફિલ્મ છે. વિવાના સુંદર છે, પણ અભિનેત્રી નથી. શક્તિ કપૂરે ન જાણે શુ વિચારીને આ ફિલ્મ કરી ? રાહુલ દેવ, વિકાસ કલંત્રી અને એહસાન ખાને નિરાશ કર્યા છે.
બધુ મળીને 'જીમી' ખરાબ ફિલ્મોની શ્રેણીમાં આવે છે. ફિલ્મનુ કોઈ ભવિષ્ય નથી,પણ મિમોહ યોગ્ય દિશામાં આગળ વધે તો તેમનુ ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે.