જાણો કેવી છે ફિલ્મ : મદ્રાસ કેફે
,
મુખ્ય કલાકાર : જોન અબ્રાહમ, નરગિસ ફાખરી અને રાશિ ખન્ના નિર્દેશક : શૂજીત સરકાર સંગીતકાર : શાંતનુ મોઈત્રા રેટિંગ : 4
આપણી ટેવ જ નથી કે આપણે સત્યને નિકટથી નથી જોતા કે પછી નજર ફેરવી લઈએ છીએ. એ જ કારણ છે કે આપણે ફિલ્મોમાં પણ સંમોહક ખોટુ રચીએ છીએ અને પછી એ અસત્યને એંજોય કરીએ છીએ. વર્ષોથી હિન્દી સિનેમામાં આપણે નાચવુ ગાવુ અને પ્રેમથી સંતુષ્ટ અને આનંદિત થતા રહ્યા છીએ. સત્ય નએ સમાજને નિકટથી જોવાની એક દ્ઝારા ફિલ્માં રહી છે,પણ મેનસ્ટ્રીમ સિનેમા અને તેના દર્શકો આવી ફિલ્મોથી દૂર રહે છે. આ પરિદ્રશ્યમાં શૂજીત સરકારની 'મદ્રાસ કેફે' એક નવુ પ્રસ્થાન છે. હિન્દી સિનેમાના સામાન્ય દર્શકોએ આવી ફિલ્મ પહેલા નથી જોઈ. પડોશી દેશ શ્રીલંકાના ગૃહ યુદ્ધમાં ભારત એક કારક બની ગયુ હતુ. મધ્યસ્થતા અને શાંતિના પ્રયાસોને નિષ્ફળ થવા છતા આપણે ગૃહ યુદ્ધમાં ભારત જોડાયુ. શ્રીલંકા સેનાની ઔપચારિક સલામી લેતી વખતે આક્રમણથી લઈને જીવલેણ માનવ બોમ્બ વિસ્ફોટ,સુધી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી તેના એક કોણ રહ્યા. 'મદ્રાસ કેફે' આ ઘટનાઓને પડદા પર રચે છે. આપણે થોડા પાછળ જઈએ તો જોઈશુ કે નિર્ણય બદલાય ગયા હોત તો પરિસ્થિતિ અને પરિણામ પણ બદલાય ગયા હોત. સૂજીત સરકારે 'મદ્રાસ કેફે' માં બધી વ્યક્તિઓ અને સંગઠનોના નામ બદલી નાખ્યા છે. વિવાદો નએ મુશ્કેલીઓથી બચવા તેમણે આવુ કર્યુ. શ્રીલંકા ભારત સંબંધ, શ્રીલંકાના ગૃહયુદ્ધ, વી પ્રભાકરન અને રાજીવ ગાંધીના નિર્ણયોનો વિરોધ કે સહમતિ હોઈ શકે છે. સ્વતંત્ર થવાની કોશિશમાં 'મદ્રાસ કેફે' વૈચારિક અને રાજનીતિ પક્ષ નથી લેતી.