નિર્દેશક : કિટ્ટુ સલૂજા
સંગીત - સલીમ-સુલેમાન
કલાકાર - રાહુલ બોસ, જૈન ખાન, રાજેશ ખેરા, કપિલ દેવ
બાળકોની ફિલ્મ બનાવવી એ કોઈ રમતની વાત નથી. આમ પણ બાળકોને ધ્યાનમાં રાખીને ભારતમાં ખૂબ ઓછી ફિલ્મો બને છે. જ્યારેકે ફિલ્મો જોનારાઓમાંનો એક મોટો વર્ગ બાળકોનો છે. સારેગામા-એચએમવી બૈનરના વખાણ કરવા પડશે કે તેમણે બાળકોની ફિલ્મ બનાવવાનું સાહસિક કામ ક્ર્યુ.
ચેન કુલી કી મેન કુલી એક અનાથ બાળક કરણ ની કથા છે. 13 વર્ષના આ બાળકની બે ઈચ્છાઓ છે. એક તો ભારતીય ટીમમાં ક્રિકેટ રમવાની અને બીજી કે તેને પણ કોઈ મા-બાપ મળે.
અનાથાલયમાંથી એક દિવસ તેને એક બેટ મળે છે. કરણ આને મેજીક બેટૅ માને છે. એક દિવસ તે આ બેટથી રમી રહ્યો હોય છે તો ત્યાંથી પસાર થઈ રહેલા ભારતીય ક્રિકેટ ટીમના કૉચની નજર તેના પર પડે છે. તે કરણની રમતથી ખૂબ પ્રભાવિત થાય છે. અને કરણને ભારતીય ક્રિકેટ ટીમમાં લઈ લેવામાં આવે છે.
પાકિસ્તાન સામે બે મેચ હારી ચુકેલી ભારતીય ટીમના તરફથી કરણ ત્રીજી મેચમાં રમે છે. પોતાના શાનદાર પ્રદર્શનના જોર પર તે ભારતને ત્રીજા અને ચોથા મેચમાં જીતાડી દે છે. અનાથાલયમાં કરણનો રાઘવ નામનો એક મિત્ર રહેતો હોય છે. તે પાંચમી અને અંતિમ મેચમાં કરણ નું બેટ તોડી નાખે છે.
કરણને લાગે છે કે હવે તે એવો કમાલ નહી બતાવી શકે. ત્યારે ટીમનો કપ્તાન વરુણ તેને સમજાવે છે કે “જાદુ તે બેટમાં નથી પણ તારી અંદર છે “ કરણ પોતાનો આત્મવિશ્વાસ મેળવી લે છે અને ભારતીય ટીમ પાઁચમી મેચ પણ જીતી જાય છે.
ફિલ્મની સ્ટોરી ખૂબ સરળ છે. ક્રિકેટને જોડવાને કારણે ફિલ્મની સ્ટોરીનુ વજન વધી ગયું છે. કારણકે ક્રિકેટ બાળકોમાં બેહદ લોકપ્રિય છે. એક અનાથ બાળક માટે માતા-પિતાનું શું મહત્વ હોય છે. તે કપ્તાન વરુણ મરફતે કથાકારે બતાવ્યું છે. પણ, વરુણ અને તેના પિતા વચ્ચેની તકરારને સમજવામાં નાના બાળકોને તકલીફ થઈ શકે છે.
ફિલ્મની પટકથા થોડી કમજોર છે. બાળકોના મનોરંજન માટે દ્રશ્યને બદલે સંવાદોનો સહારો વધુ લેવામાં આવ્યો છે. જ્યારેકે બાળકોને દ્રશ્યો જોવામાં વધુ આનંદ આવે છે. આનાથાલય અને ક્રિકેટ દ્વ્રારા કેટલાય મજેદાર દ્ર્શ્યો લઈ શકાતા હતાં
નિર્દેશક કિટ્ટૂ સલૂજાએ પૂરી કોશિશ કરી છે કે બાળકોની સાથે સાથે મોટેરાંઓને પણ આ ફિલ્મમાં મજા આવે. તેમણે અનાથાશ્રમના દ્રશ્ય સારા લીધાં છે. બાળકો પાસેથી પણ તેમણે સારો અભિનય કરાવ્યો છે.
ફિલ્મના ગીત ખૂબ નબળાં છે. સલીમ-સુલેમાનની ઘુનમાં ન તો એવો જોશ છે કે ન તો એવી ઉર્જા છે જે બાળકોના ગીતોમાં હોવી જોઈએ.
રાહુલબોસ તો એક સારા અભિનેતા છે. તેમણે ક્રિકેટ મેચવાળાં દ્ર્શ્યમાં જે રીતે બેટિંગ કરી છે તે જોતા લાગે છે કે તે ક્રિકેટના પણ એક સારા ખેલાડી છે. કરણના રુપમાં જૈન ખાને આત્મવિશ્વાસની સાથે અભિનય કર્યો છે. હિટલરના રુપમાં રાજેશ ખેરા હઁસાવે છે. ડબ્બૂ બનેલા દીપ્તિમાન ચૌધરી પણ ધણાં સારા લાગ્યા છે. કપિલદેવ ની ભૂમિકા ધણી નાની છે. તેમનો વધુ ઉપયોગ કરી શકાતો હતો.
આજકાલના બાળકો બહુ બધી વિદેશી ફિલ્મો અને કાર્ટૂન જુએ છે. સીધી સાદી ભારતીય ફિલ્મ તેમણે પસંદ આવશે કે નહી, આ કહેવું ખૂબ જ મુશ્કેલ છે.
‘ચેન કુલી કી મેન કુલી’ માં બધાંનું ધ્યાન રાખવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મમાં એવી કોઈ ખાસ વાત નથી કે જે મોટેરાઓના કે બાળકોના દિલને ગમી જાય અને એટલી ખરાબ પણ નથી કે જોઈ ન શકાય. બાળકોને માટે, બાળકોની સાથે આ ફિલ્મ એકવાર જરુર જોઈ શકાય છે.