Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચીની કમ - મીઠી વધારે.

ચીની કમ - મીઠી વધારે.

સમય તામ્રકર

નિર્માતા - સુનિલ મનચંદા

નિર્દેશક - આર. બાલાકૃષ્ણન

સંગીત - ઈલ્યારાજા

કલાકાર - અમિતાભ બચ્ચન, તબ્બૂ, પરેશ રાવલ, જોહરા સહગલ.

હિન્દી ફિલ્મોમાં હવે પરંપરાવાદી ફાર્મૂલાવાળી ફિલ્મો હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે અને નવી કથા સામે આવી રહી છે. આર. બાલાક્રિષ્ણન ની ફિલ્મ 'ચીની કમ' બે પ્રેમીઓની કહાની છે. સમસ્યા છે તો વર-વહુના ઉંમર વચ્ચેના અંતરની. બંનેને આ વિશે કોઈ વાંધો નથી પણ વરના પિતાજીને છે.
નિ:શબ્દમાં પણ ઉંમરની અંતરને બતાવવામાં આવ્યુ હતું પણ તફાવત એ છે કે નિ:શબ્દ એક ગંભીર ફિલ્મ હતી અને 'ચીની કમ" હલકી ફૂલકી ફિલ્મ છે. આમાં ઉંમરના અંતરની સાથે સાથે સ્વભાવના અંતરને પણ બતાવવામાં આવ્યુ છે.

બુધ્ધદેવ(અમિતાભ બચ્ચન) લંડનમાં એક રેસ્ટોરંટના માલિક હોવાની સાથે સાથે શેફ પણ છે. તે પોતાની 85 વર્ષની માઁ સાથે રહે છે. ખડ્ડુસ પ્રકારનો સ્વભાવ ધરાવતા બુધ્ધદેવનો ફક્ત એક જ મિત્ર છે- સેક્સી. સેક્સીની ઉંમર છે 9 વર્ષની અને તે બુધ્ધદેવના પડોશમાં રહે છે.
34 વર્ષીય નીના(તબ્બુ) હંમેશા હસવાવાળી મહિલા છે. બુધ્ધદેવ અને નીના મળે છે અને આટલા બધુ અંતર હોવા છતાં પ્રેમ કરી બેસે છે. બુધ્ધદેવ નીનાના પિતા ઓમપ્રકાશ વર્મા(પરેશ રાવલ) જોડે નીના નો હાથ માગવા જાય છે. નીના ના પિતાની ઉંમર 58 વર્ષ છે એટલેકે તે તેમના થનારા જમાઈ થી 6 વર્ષ નાના છે.

ઈંટરવલ પહેલાની ફિલ્મ સુસ્ત જેવી લાગે છે. કેટલાય દ્રશ્યો દોહરાવ્યા છે. પણ પછે ફિલ્મ ગતિ પકડી લે છે. કેટલાય દ્રશ્યો અને સંવાદ એવા છે જે સામાન્ય દર્શકોને પસંદ ન આવે પણ બુધ્ધિજીવી લોકો જરુર પસંદ કરશે. અસલમાં ફિલ્મનું નિર્માણ જ બુધ્ધિજીવી લોકો માટે કરવામાં આવ્યું છે.

અમિતાભ ફિલ્મની જાન છે. એક ખડ્ડુસ શેફ ની ભૂમિકાને એમણે ખૂબ સરસ રીતે ભજવ્યું છે. તબ્બુ શાનદાર અભિનેત્રી છે અને ફરીએક વાર તેણે આ સાબિત કર્યુ છે. પરેશ રાવળ અને જોરા સહગલ પણ કોઈનાથી ઓછા નથી.

નિર્દેશક બાલ્કી ની આ પહેલી ફિલ્મ છે. તેમણે કેટલીય જગ્યાએ હલ્કા-ફુલ્કા દ્રશ્યો ખૂબ સરસ રીતે મૂક્યાં છે. પણ દરેક દ્રશ્ય પર પકડ બનાવવાની કળા તેમને શેખવી પડશે. ઈલ્યારાજાનું સંગીત ફિલ્મના મૂડના હિસાબથી છે.

આ ફિલ્મનું નિર્માણ મલ્ટીપ્લૈક્સ જવાવાળાં દર્શકોના માટે કર્યુ છે અને તે આ ફિલ્મને જરુર પસંદ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati