Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાંદની ચોક ટુ ચાઈનાની સફર બોરિંગ

ચાંદની ચોક ટુ ચાઈનાની સફર બોરિંગ
નિર્માતા: રોહન સિપ્પી
નિર્દેશક: નિખિલ અડવાણ
સંગીત: શંકર-અહસાન-લોય
કલાકાર: અક્ષય કુમાર, દિપીકા પાદુકોણ, મિથુન ચક્રવતી, રણવીર શૌરી, ગોર્ડન લિયુ, રિચર્ડ યુઆન

હોલીવુડની ફિલ્મ કંપની વોર્નર બ્રધર્સને રમેશ સિપ્પી, મુકેશ તલરેજા, રોહન સિપ્પી અને નિખિલ અડવાણીને ભેગા મળીને એવી રીતે ચુનો લગાવ્યો હતો તેની મિસાલ છે ચાંદની ચોક ટુ ચાઈના. હોલીવુડ કંપનીઓના મગજમાં આ વાત ઘુસી ગઈ છે કે બોલીવુડ નાચ-ગાન અને વિચિત્ર નખરાવાળી ફિલ્મો વધારે પસંદ કરે છે. આ વાતને આધાર બનાવીને સિપ્પીયોએ ચાંદની ચોક ટુ ચાઈના નામની ફિલ્મ તેમને પકડાવી દિધી અને પોતાના ખીસ્સા ભરી લીધા. ફિલ્મના લેખક શ્રીરામ રાઘવને આની વાર્તા લખવા માટે હોલીવુડની ફિલ્મો જોવાનું પણ પસંદ નહોતું કર્યું. તેમણે પોતાના નિર્માતા રમેશ સિપ્પીની સીતા ઔર ગીતા, શોલે જેવી ફિલ્મોમાંથી જ વાર્તા કાઢી લીધી હતી જેથી કરીને કોપીરાઈટનો કોઈ જ મુદ્દો ઉઠે નહી.

ચાંદની ચોક ટુ ચાઈના પગ અને માથા વિના ફિલ્મ લાગી અને ખબર નથી પડતી કે તેની ઉપર આટલો બધો ખર્ચ કેમ કરવામાં આવ્યો. વોર્નર બ્રધર્સે આ વાર્તાની અંદર એવું શું જોયું કે તે આની અંદર ભાગીદાર બની ગયાં. કદાચ તેમણે રમેશ સિપ્પીની પાછલી ફિલ્મને જોઈને આમાં આટલા બધા રૂપિયા વેર્યા હશે.

સિત્તેર અને એશીના દાયકાની ફિલ્મો ખાસ કરીને મળવું-છુટા પડવું, મેળવવું-ખોવું, ડબલ રોલ, યાદાશ્ત ગુમાવી દેવી અને પાછી આવી જવી, પુનર્જન્મ, બદલો, ખલનાયનો ગામની અંદર આતંક ફેલાવવો જેવા ફોર્મ્યુલા પર આધારિત રહે છે. આ બધાને ભેળવીન ચાંદની ચોક ટુ ચાઈના બનાવવામાં આવી છે. ઓમ શાંતિ ઓમ અને ટશન બાદ ચાંદની ચોક ટુ ચાઈના ત્રીજી એવડી મોટી ફિલ્મ છે જે આ દોરમાં બનનારી ફિલ્મ છે.

P.R
ચાંદની ચોકમાં પરાઠા વેચનાર સિદ્ધુના સપના ખુબ જ ઉંચા છે અને તે અમીર બનવા માંગે છે પરંતુ મહેનત પર તેમને વિશ્વાસ નથી. એક દિવસ બે ચીની સિદ્ધુની પાસે આવે છે અને તેને ચીનના પ્રખ્યાત યોદ્ધાનો પુન:જન્મ માને છે. ચોપસ્ટીક નામનો દુભાષિયો સિદ્ધુને મુર્ખ બનાવીને તેને ચીન પહોચાડી દે છે. ચીનમાં પહોચીને સિદ્ધુને જાણ થાય છે કે તેને હોજો નામના એક માણસના ત્રાસથી ગામને છોડાવવાનું છે. ગામ લોકો સિદ્ધુને મહાન યોદ્ધો માને છે પરંતુ હોજોની સામે સિદ્ધુની પોલ ખુલી જાય છે. જ્યારે હોજો સિદ્ધુને ખુબ જ માર મારે છે ત્યારે સિદ્ધુ હોજોને મારવાની કસમ ખાય છે. એક કુંગફુ માસ્ટર દ્વારા તે કુંગફુ શીખે છે અને પોતાનો બદલો લે છે.

વાર્તાની અંદર સખી અને મ્યાઉ નામની દીપિકા પાદુકોણની ડબલ ભુમિકા પણ છે. સખી અને મ્યાઉ જોડવા બહેનો છે અને નાનપણમાં હોજોને લીધે અલગ થઈ જાય છે. હોજોને લીધે તેની માતાનું મૃત્યું થઈ જાય છે અને પિતાની યાદશક્તિ ખોવાઈ જાય છે. સખી અને મ્યાઉને હોજો વિશે જાણ થાય છે તો તેઓ પણ તેનાથી બદલો લેવા માંગે છે. સિદ્ધુને કુંગફુ તેમના પિતા જ શિખવાડે છે. સિદ્ધુ સફળ થાય છે અને અંતે આખા પરિવારનું મિલન થાય છે.

જુની ફિલ્મો જોઈને પણ નવી ફિલ્મોની વાર્તા સરખી રીતે નથી લખી શકતાં. આ વાર્તાની અંદર કેટલાયે પ્રકારના હા-ના છે. જો કે સિનેમાના નામે થોડીક છુટ લેવામાં આવે છે પરંતુ તેની પણ એક સીમા હોય છે. ફોર્મ્યુલા કે મનોરંજક ફિલ્મ બનાવવાના નામે દર્શકોને મુર્ખ તો ન જ બનાવી શકે. મસાલો એટલો બધો પણ ન નાંખવો જોઈએ જે પચી જ ન શકે.

Share this Story:

Follow Webdunia gujarati