ઘરની જવાબદારીને કારણે -'લાગા ચુનરીમે દાગ'
નિર્માતા - આદિત્ય ચોપડાનિર્દેશક - પ્રદીપ સરકારસંગીત - શાંતનુ મોઈત્રાગીત - સ્વાનંદ કિરકિરેકલાકાર - રાની મુખર્જી, કોંકણા સેન શર્મા, જયા બચ્ચન, અભિષેક બચ્ચન, કુણાલ કપૂર, અનુપમ ખેર, હેમામાલિની, ટીનુ આનંદપ્રદિપ સરકાર દ્રારા નિર્દેશિત 'લાગા ચુનરીમે દાગ' એક સ્ત્રીના ત્યાગ અને સમર્પણની કથા પર આધારિત ફિલ્મ છે. પેંશન પર આધીન પિતા (અનુપમ ખેર). તેમની બે પુત્રીઓ - બડકી (રાણી મુખર્જી) અને છુટકી (કોંકણા સેન શર્મા) માઁ (જયા બચ્ચન) જે રાત-રાત સુધી કપડાં સીવીને જેમ તેમ કરીને પૈસા કમાવી રહી છે, પણ ખર્ચો વધુ છે.પિતાને લાગે છે કે જો તેમને એક પુત્ર હોત તો કદાચ આ દિવસો ન જોવા પડ્યા હોત. બડકીને પિતાના આ વાત ખૂબ ખરાબ લાગે છે. તે બનારસથી મુંબઈ જવાનુ નક્કી કરે છે. દસમું પાસ બડકીને કોઈ નોકરી નથી મળતી.છેલ્લે તે હારીને પોતાના શરીરનો સોદો કરી પોતના પરીવારની જરૂરિયાતોને પૂરી કરે છે. તે હવે બડકીથી નતાશા બની ગઈ છે. પરિવારમાં
બડકીની માઁ સિવાય બધા આ વાતથી અજાણ છે. છુટકી પોતાનું ભણતર પુરૂ કરીને નોકરી કરવા મુંબઈ આવે છે. અને તેની સામે પોતાની મોટી બહેન બડકીનું રહસ્ય ઉઘાડું પડે છે. થોડા ઉતાર-ચઢાવ પછી સુખદ અંત સાથે આ ફિલ્મ પૂરી થાય છે. આ પ્રકારની કથા પર ધણી ફિલ્મો બની ચૂકી છે. આગળ શુ થશે તેનો અંદાજો લગાવવો દર્શકો માટે સરળ છે. કથાનો સૌથી નબળો પોઈંટ છે - રાણી મુખર્જીનું અચાનક વેશ્યા બની જવું. શું મુશ્કેલીઓથી ઘબરાઈને આ પ્રકારનો રસ્તો અપનાવવો જોઈએ ? તેની સામે આટલા પણ ખરાબ સંકટો નહોતા કે તેને આ રસ્તો અપનાવવો પડે.કેટલાક લોકોને બડકીની માઁનું સ્વાર્થીપણુ ખટકશે. બડકી મુંબઈમાં અસફળ થઈને પાછી બનારસ આવવા માંગે છે. તે પોતાની માઁ ને એ પણ
બતાવે છે કે અહી તેને ધૃણાસ્પદ કામ પણ કરવુ પડી શકે છે. પણ તેની માઁનું સ્વાર્થીપણું આડે આવી જાય છે. તે પરિસ્થિતિયોમાં તેને માટે પૈસો વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે. જો કે એવું બતાવવામાં આવ્યું છે કે તેની માઁ ચિંતિત રહે છે, પણ તે આટલી મોટી વાતને આવું કહીને નથી ટાળી શકતી કે બેટા તું હવે સમજદાર થઈ ગઈ છે, આ નિર્ણય તું જ કર.
વાર્તા પરિચિત જરૂર છે, પણ પરદા પર તેને ખૂબ જ સુંદર રીતે પ્રદીપ સરકારે રજૂ કરી છે. નાની નાની ઘટનાઓ દ્રારા તેમણે પાત્રોને કંડાર્યા છે. તેમના દ્રારા શૂટ થયેલા કેટલાક દ્રશ્યો તો હૃદયને સ્પર્શી જાય છે. સારી પ્રસ્તુતિને કારણે ફિલ્મ દર્શકોને બાંધી રાખે છે. વિવાન અને છુટકીની છેડછાડના દ્રારા આધુનિક ભારતીય મહિલાની સરસ વ્યાખ્યા કરવામાં આવી છે.
રેખા નિગમ દ્રારા લખવામાં આવેલા સંવાદ પાત્રને ચમકાવે છે. જ્યારે બડકીની વેશ્યા હોવાની ખબર છુટકીને પડે છે ત્યારે લાગે છે કે તે શરમથી કહે છે કે - અમે તારી ચિતા વડે ચૂલો સળગાવી રહ્યા હતા.
આખી ફિલ્મ રાણી મુખર્જીની આસપાસ ફરે છે. રાણીનો અભિનય શાનદાર છે. તેની આઁખો દ્રારા જ પાત્રના મનની સ્થિતિની જાણ થઈ જાય છે. કોકણા સેન તો નેચરલ અભિનેત્રી છે, તેને જોઈને તો લાગતુ જ નથી કે તે અભિનય કરી રહી છે. અભિષેક બચ્ચનનો રોલ
નાનો છે, તેમણે કદાચ સંબંધોને કારણે જ અભિનય કર્યો છે.
કુણાલ કપૂર થોડા નર્વસ લાગ્યા. જયા બચ્ચને પોતાના પાત્રની બધી ઝીણવટોને સમજીને સારી રીતે રજૂ કર્યો છે. હેમા માલિની અને કામિની કૌશલ જેવી જુની નાયિકાઓને જોઈને સારુ લાગે છે. અનુપમ ખેર, સુશાંત સિંહ અને ટીનૂ આનંદે પણ પોતાનું કામ સારી રીતે કર્યુ છે.
શાંતનુ મોઈત્રાનું સંગીત સાંભળવા લાયક છે. સ્વાનંદ કિરકિરેને સરસ સંવાદ લખ્યા છે. 'હમ તો એસે હૈ ભઈયા' સૌથી સારુ ગીત છે. આ ગીતનું ફિલ્માંકન પણ સારું છે. સુશીલ રાજપાલે બનારસને સરસ રીતે બતાવ્યુ છે. ફિલ્મની દરેક ફ્રેમ સુંદર છે. ફિલ્મ સાફ સૂથરી અને પારિવારિક દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સુંદર રજૂઆત અને શાનદાર અભિનયને કારણે આ ફિલ્મને જોઈ શકાય છે.