Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખજાનો મેળવવા 'ધમાલ'

ખજાનો મેળવવા 'ધમાલ'
IFM
નિર્માતા - ઈન્દ્ર કુમાર-અશોક ઠાકરિય
નિર્દેશક - ઈન્દ્ર કુમા
સંગીત - અદનાન સામ
કલાકાર - સંજય દત્ત, રિતેશ દેશમુખ, અરશદ વારસી,જાવેદ જાફરી, આશીષ ચૌધર

ઈન્દ્ર કુમાર ક્યારેય મોટી ફિલ્મો બનાવવાનો દાવો નથી કરતાં. તેમને પોતાની સીમાઓનું ભાન છે. અને તે પોતાની સીમામાં રહીને જ સારી ફિલ્મો બનાવવાની કોશિશ કરે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સિનેમાઘરમાં રૂપિયા ખર્ચ કરીને આવેલા દર્શકોના પૈસા વસૂલ થાય.

તેમના દ્રારા રચવામાં આવેલુ હાસ્ય બહું ખાસ તો નથી હોતું, પણ હાસ્ય ફિલ્મ બનાવવા માટે તે નાના નાના જોક્સને વારાફરતી રજૂ કરે છે. સાંભળો, હંસો, અને ભૂલી જાવ.

'ધમાલ'ની એ જ વાર્તા છે જે બે મહિના પહેલાં રજૂ થયેલી ફિલ્મ 'જર્ની બોમ્બે ટુ ગોવા' ની હતી. લાગે છે કે બંને ફિલ્મના લેખકોએ એક જ
webdunia
IFM
જગ્યાથી પ્રેરણા લીધી છે. તે જ મશ્કરાઓની ફોજ, ખજાનાને મેળવવાની હોડ અને બોમ્બે થી ગોવાની યાત્રા. પણ 'ધમાલ' તે ફિલ્મની સરખામણીમાં સારી છે.

માનવ (જાવેદ જાફરી), આદિત્ય(અરશદ વારસી), રોય(રિતેશ દેશમુખ) અને બોમન(આશીષ ચૌધરી) ચાર મિત્રો છે. કોઈ મોટો બેવકૂફ છે તો કોઈ જરૂર કરતાં વધુ હોશિયાર. એક દિવસ બોસ(પ્રેમ ચોપડા) તેમને મરતાં પહેલાં ખજાના વિશે બતાવી દે છે.

webdunia
IFM
બોસની પાછળ ઈંસપેક્ટર કબીર(સંજય દત્ત) પડેલો હોય છે. બોસના મૃત્યુ માટે તે આ ચારોને જવાબદાર માને છે. જ્યારે તેને ખજાના વિશે જાણ થાય છે તો તે પણ તે ખજાનાને મેળવવાંની હોડમાં લાગી જાય છે. બધા એકબીજા સાથે લડી પડે છે, અને એકલાં જ ખજાનાની શોધમાં નીકળી પડે છે. આ ભાગમભાગને હાસ્યના માધ્યમથી બતાવવામાં આવી છે.

શરૂઆતના પંદર મિનિટ ફિલ્મ બોર કરે છે. પણ જ્યારે ચારેયને ખજાના વિશે જાણ થાય છે ત્યારબાદ ફિલ્મ જોવામાં રુચિ જાગે છે. ફિલ્મ એક-એક જોક્સની મદદથી આગળ વધે છે. આ જરૂરી નથી કે દરેક જોક્સ તમને સારા લાગે. કેટલાંક હસાવે છે તો કેટલાક કંટાળો આપે છે.

ઈન્દ્ર કુમારની નજરમાં સામાન્ય ભારતીય દર્શકોની સરેરાશ બુધ્ધિ 10 થી 14 વર્ષની છે. અને તે પ્રમાણે જ તે પોતાની ફિલ્મના દ્રશ્યો બનાવે છે. પણ તેમને હવે તે માની લેવું જોઈએ કે દર્શકો હવે સમજદાર થઈ ગયા છે. દિલ, બેટા, રાજાના સમયની વાત જુદી હતી.

ફિલ્મની ખાસ વાત એ છે કે આમા બતાવવામાં આવેલું હાસ્ય અશ્લીલતા અને ફૂહડતાથી બહુ દૂર છે. બાળકોને
આ ફિલ્મમાં મજા પડી શકે છે.

અભિનય બાબતે જાવેદ જાફરી, આશીષ ચૌધરી, રિતેશ દેશમુખ અને અરશદ વારસી હસાવવામાં સફળ રહ્યા. અરશદ અને રિતેશના પાત્રને વધુ
webdunia
IFM
સારી રીતે બતાવી શકાતુ હતું. કારણકે બંને સારા અભિનેતા છે. સંજત દત્ત વિશે પણ આ જ કહી શકાય છે. ધણા દિવસે અસરાણીએ સારું કામ કર્યુ છે. ફિલ્મમાં કોઈ હીરોઈન નથી અને તેની ઉણપ પણ લાગતી નથી.

ફિલ્મમાં બે ગીતો છે, એક ગીત ફિલ્મનાં પ્રારંભમાં આવે છે અને બીજુ ગીત અંત સમયે આવે છે. ઈન્દ્ર કુમારનો આભાર માનવો જોઈએ કે તેમને કારણ વગર ગીતો નથી ભર્યા. તકનીકી સ્તર પર ફિલ્મ થોડી કમજોર છે. ફોટોગ્રાફી ખાસ નથી. ચુસ્ત સંપાદનની જરૂર હતી. સંવાદોનું સ્તર પણ વધતું-ઘટતુ રહે છે.

બધુ મળીને કહીએ તો 'ધમાલ' ટાઈમપાસ કરવા માટે સારી છે. તમારી બુધ્ધિ ન વાપરો, પોપકોર્ન ખાઓ, ફિલ્મ જુઓ અને ભૂલી જાવ.




















Share this Story:

Follow Webdunia gujarati