Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓયે લકી, લકી ઓયે

ઓયે લકી, લકી ઓયે
IFM
નિર્માતા : રોની સ્ક્રૂવાલ
નિર્દેશક : દિબાકર બેનર્જી
સંગીત : સ્નેહા ખાનવલકર
કલાકાર : અભય દેઓલ, નીતૂ ચન્દ્રા, પરેશ રાવલ, અર્ચના પૂરણસિંહ.

'ખોસલા કા ઘોંસલા' જેવી ફિલ્મ બનાવી ચૂકેલા દિબાકર બેનર્જીની ફિલ્મ 'ઓયે લકી, લકી ઓયે' થી અપેક્ષા હોવી એ સ્વાભાવિક છે. પરંતુ જેટલુ સારું ફિલ્મનું નામ છે તેટલી ફિલ્મ દમદાર નથી. ક્યા છે ખામી ? ખામી છે વાર્તામાં. જોવા જઈએ તો આ ફિલ્મમાં વાર્તા જેવી કોઈ વસ્તુ છે જ નહી.

લકી(અભય દેઓલ) જ્યારે પંદર વર્ષનો હતો ત્યારે તેને અફસોસ થાય છે કે તે ગરીબ બાપની ઘરે કેમ જનમ્યો. જે તેની ઈચ્છાઓને પૂરી નથી કરી શકતો. ઉપરથી તેના પિતા લકીની માઁ હોવા છતા બીજી સ્ત્રીને ઘરે લઈ આવે છે. લકી પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે ચોરી કરે છે અને 31 વર્ષની વય તક મોટો ચોર બની જાય છે.

ચમચીથી માંડીને મર્સીડીઝ કાર પણ તે ચોરી કરે છે અને દિલ્લી પોલીસના નાકમાં દમ લાવી નાખે છે. ચોરીનો માલ તે ગોગી ભાઈ (પરેશ રાવલ)ને વેચે છે. છેવટે તેના હાલ એ જ થાય છે જે એક દિવસ દરેક ચોરના થતા હોય છે. તે પોલીસના હાથે ઝડપાઈ જાય છે. પરંતુ છેવટે તે ત્યાંથી પણ પોલીસને માત આપીને ભાગી નીકળે છે.

webdunia
IFM
અહી લકીની મજબૂરી કોઈ એવી નથી કે તે ચોરી ન કરે તો ભૂખે મરી જાય. તે ભૌતિક સુવિદ્યાઓને મેળવવા માંગે છે, તેથી 'બંટી અને બબલી'ની જેમ ચોરીઓ કરે છે.

વાર્તામાં કોઈ ખાસ ઉતાર-ચઢાવ નથી. તેથી થોડા સમય પછી ફિલ્મ થંભી ગઈ હોય તેવી લાગે છે. કારણકે એકના એક દ્રશ્યો રિપિટ થાય છે. છતાં નિર્દેશક બેનર્જીએ આ વાર્તાને દિલચસ્પ રીતે પડદાં પર ઉતારવાના પ્રયત્નો કર્યા છે. ખાસ કરીને કિશોર લકીના કેટલાક દ્રશ્યો શાનદાર છે.

એક ચોરનું પણ ઘર હોય છે, સંબંધીઓ હોય છે, ગર્લફ્રેંડ હોય છે. અને ચોરીઓને કારણે આ સંબંધો પર શુ અસર પડે છે, તેને મુખ્ય રીતે બતાવવામાં આવ્યું છે. લકી સમાજ માટે ચોર છે, પરંતુ તેનાથી પણ મોટા ચોર છે જેમનું સમાજમાં માન સન્માન છે. આવી જ એક ઘટના દિબાકર બેનર્જીએ મિ. હોંડા અને લકીની વચ્ચે મૂકી છે, જેમા હાંડા લકી નો જ માલ પચાવી પાડે છે.

આખી ફિલ્મ પર લકીનો રંગ ચઢેલો છે. દિલ્લીની સાંકડી ગલીઓ અને આલીશાન કોલોનીઓને ખૂબ જ સુંદર રીતે બતાવી છે. ફિલ્મના પાત્રો બિલકુલ અસલ જીંદગીમાંથી ઉઠાવ્યા હોય તેવા લાગે છે.

webdunia
IFM
અભય દેઓલે લકીનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. પૂરા આત્મવિશ્વાસ અને ઉર્જાની સાથે લકીનુ પાત્ર તેમણે પડદાં પર જીવંત કર્યુ છે. નીતૂ ચન્દ્રાએ સાહસ કરીને મેકઅપ વગર કેમેરાનો સામનો કર્યો છે. પરેશ રાવલે ત્રણ પાત્રો ભજવ્યા છે, પરંતુ તેઓ રંગમાં ન લાગ્યા. જેમાં દોષ નિર્દેશકનો વધુ છે જે તેમનો પૂરો ઉપયોગ ન કરી શક્યા. સંગીતની દ્રષ્ટિએ ફિલ્મ નબળી છે, જેને સંપાદિત કરવાની જરૂર છે.

ટૂંકમાં દિબાકર બેનર્જી સારા પાત્રો હોવા છતાં નબળી વાર્તાને કારણે તેમનો યોગ્ય ઉપયોગ ન કરી શક્યા, જે તેમણે 'ખોસલા કા ઘોંસલા'માં કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati