Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક વિવાહ એસા ભી

રાજશ્રીની પરંપરા મુજબની

એક વિવાહ એસા ભી
IFM
બેનર : રાજશ્રી પ્રોડક્શ
નિર્માતા : કમલ કુમાર, બડજાત્યા, તારાચંદ્ર બડજાત્યા, રાજકુમાર બડજાત્યા, અજીત કુમાર બડજાત્યા.
નિર્દેશક : કૌશિક ઘટક
ગીત-સંગીત ; રવિન્દ્ર જૈન
કલાકાર : સોનૂ સૂદ, ઈશા કોપ્પીકર, આલોક નાથ, સ્મિતા જયકર, અનંગ દેસાઈ, વિશાલ મલ્હોત્રા, છવિ મિત્તલ, શ્રીવાસ્તવ વ્યાસ.

રાજશ્રી પ્રોડક્શને પોતાની ફિલ્મોમાં હંમેશા ભાવના, પરંપરા અને ભારતીય સંસ્કૃતિને મહત્વ આપ્યુ છે. એક વિવાહ ઐસા ભી એમાની જ એક છે.

આની વાર્તા તેમને પોતાના જ બેનર દ્વારા નિર્મિત ફિલ્મ 'તપસ્યા' (રાખી, પરીક્ષિત સહાની)માંથી લીધી છે. જે ત્યાગ અને ભાવનાઓથી ભરેલી છે. આ ફિલ્મ એ લોકોને ગમશે જે પારિવારિક અને ભાવનાત્મક ફિલ્મોને પસંદ કરે છે, કારણ કે ફિલ્મમાં ઘણા દ્રશ્યો છે જે દિલને સ્પર્શી જાય છે અને આંખો ભીની કરે છે. મેટ્રો શહેરમાં રહેનારા લોકોને હોઈ શકે છે કે આની વાર્તા આજના સમય મુજબ થોડી જુના જમાના જેવી લાગે.

webdunia
IFM
એક સમય એવો હતો કે જ્યારે પારિવારિક ફિલ્મો હિન્દી ફિલ્મોનો એક મહત્વનો ભાગ હતો., જે વર્તમાન યુગમાંથી ગાયબ થઈ રહ્યો છે. 'એક વિવાહ ઐસા ભી' એ સમયની યાદોને તાજી કરાવે છે.

ચાંદની(ઈશા કોપ્પીકર) ભોપાલમાં રહેનારી એક મધ્યમવર્ગીય છોકરી છે. આ પોતાના પિતા અને બે નાના ભાઈ-બહેનની સાથે રહે છે, જેમને તે ખૂબ જ ચાહે છે. ચાંદની શાસ્ત્રીય સંગીતમાં નિપુણ છે અને સ્ટેજ પર પરફોર્મ કરે છે. ચાંદનીની મુલાકાત પ્રેમ (સોનૂ સૂદ) સાથે થાય છે અને તે એને પ્રેમ કરવા લાગે છે.


પ્રેમ અને ચાંદનીની જે દિવસે સગાઈ થવાની હોય છે, તે દિવસે ચાંદનીના પિતા(આલોકનાથ)નું મૃત્યુ થઈ જાય છે. અચાનક તે પરિવારની સૌથી મોટી વ્યક્તિ બની જાય છે. પોતાના ભાઈ-બહેનની માટે ચાંદની લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ તેમના પાલન-પોષણ કરી શકે.

ચાંદનીના આ નિર્ણયનો પ્રેમ સન્માન કરે છે. બાર વર્ષ સુધી તેઓ ચાંદનીની રાહ જુએ છે, જ્યા સુધી તે તેની જવાબદારીથી મુક્ત નથી થઈ જતી.

ત્યાગની વાર્તા પડદાં પર ઘણી વાર બતાવવામાં આવી છે, પરંતુ આ ત્યારે જ સફળ થાય છે જ જ્યારે ચરિત્રોના દુ:ખ દર્દને અનુભવી શકાય. નિર્દેશક કૌશિક ઘટક આ બાબતે સફળ રહે છે. રાજશ્રીવાળાઓને વિશ્વાસ પર તેઓ ખરા ઉતરે છે.

webdunia
IFM
સંગીત(રવિન્દ્ર જૈન) આ ફિલ્મનો નિરાશાજનક પહેલુ છે. 'મુજમે જિન્દા હૈ વો'હી યાદ રહે છે. પહેલા એક કલાકમાં ઢગલો ગીતો મુકી દીધા છે, જેમાં બોર થઈ જવાય છે. સંવાદ ઠીક ઠાક છે.

બધુ મળીને 'એક વિવાહ એસા ભી' પાસ્તા અને પિઝાના જમાનામાં ભારતીય ભોજનની થાળી છે. રણનીતિના હેઠળ આ ફિલ્મના મલ્ટીપ્લેક્સમાં નથી રજૂ કરવામાં આવી, કારણ કે એવુ માનવામાં આવે છે કે મેટ્રો અને મોટા શહેરોમાં રહેતા લોકો આને કદાચ ઓછી પસંદ કરશે. નાના શહેરોમાં રહેતા લોકો કદાચ આને પસંદ કરે.

Share this Story:

Follow Webdunia gujarati