ચરોત્રોને સારી રીતે ગોઠવી તો દીધા, પરંતુ નિર્દેશક સચિન ખોટ અને લેખક અનિલ પાંડે તેમને લઈને એક અદદ વાતા ન વિચારી શક્યા. કબીર અને કૂહૂની તૂતૂ...મેં મેં.. દ્વારા ફિલ્મ આગળ વધે છે. કૂહૂએ કબીરને ઊંચી એડીના સેંડલ પહેરાવ્યા. પેટીકોટ પહેરાવીને સીટ વગરની સાઈકલ ચલાવડાવી, પરંતુ આવા દ્રશ્ય ખૂબ જ ઓછા છે, જેના પર હસું આવે. કુહૂના ચરિત્રની જેમ ફિલ્મ ક્યારે કંઈ દિશામાં વળી જાય તેનુ અનુમાન લગાવવું મુશ્કેલ છે. કુહૂ પોતાના પ્રેમીને ખોઈ ચૂકી છે અને તેનુ દુ:ખ ભૂલાવવા માટે તે કબીર સાથે મિત્રતા વધારે છે. કબીરની સાથે સમય વિતાવવા છતા તે પોતાના જૂના પ્રેમીને નથી ભૂલી શકતી તો તે કબીરની જીંદગીથી દૂર થઈ જાય છે. કબીર તેને શોધે છે, પરંતુ તે નથી મળતી. છેવટે તેઓ ફિલ્મી અંદાજમાં મળી જાય છે. આટલી નાનકડી વાર્તાને પણ પડદાં પર સારી રીતે રજૂ નથી કરી શક્યા. કબીરથી અલગ થયા પછી કૂહૂ દોઢ વર્ષ માટે કલકત્તા કેમ જતી રહે છે ? કબીર તેને વ્યવસ્થિત રીતે કેમ નથી શોધતો ? તે તેને ફોન, ઈ-મેલ, કે એસએમએસ કરવાને બદ્લે એક ઝાડ પર જ પોતાના સંદેશા કેમ ચોંટાડતો રહે છે ? એ ઝાડને લેખકે આટલું મહત્વ કેમ આપ્યુ છે, જ્યારેકે આખી ફિલ્મમાં એકપણ વાર કુહૂ અને કબીર એ ઝાડ પાસે નથી ગયા. કબીર પોતાનુ ઘર અને ફોન નંબર કેમ બદલી લે છે ? કુહૂ એકદમ કેવી રીતે બદલાય જાય છે ? અને ગૌરવ કપૂર સાથે લગ્ન કરવા રાજી થઈ જાય છે ? કબીર વિશે ગૌરવને બધી માહિતિ કેવી રીતે મળે છે ? ગૌરવ દ્વારા કબીર કુહૂને કેમ ન મળ્યો ? આવા ઢગલો પ્રશ્નો ફિલ્મ જોતી વખતે થાય મનમાં ઉભા થાય છે, જેનો જવાબ નથી મળી શકતો.
સચિન ખોટની આ પહેલી ફિલ્મ છે અને તેમનામાં અનુભવની ઉણપ લાગે છે. ફિલ્મમાં ઘણા દ્રશ્યો એવા છે જે ન પણ હોત તો ફિલ્મ પર કોઈ અસર ન પડત. ફિલ્મમાં સ્થળ અને સમયનુ બિલકુલ ધ્યાન નથી રાખવામાં આવ્યુ. કબીર અને કુહૂ એક બિલ્ડિંગની અગાશી પર મળતા રહે છે. તે બિલ્ડિંગ કોણી છે ? ક્યાં છે ? તેઓ કેમ મળે છે ? એ વિશે કશુ જ બતાવવામાં નથી આવ્યુ. કુહૂનો મોબાઈલ કબીર સવારે પરત કરવા જાય છે. ત્યારપછી બંને એક રેસ્ટોરંટમાં જાય છે. ત્યાંથી નીકળે છે તો રાત થઈ જાય છે. દ્રશ્યોનુ એકબીજા સાથે તાલમેલ નથી. ઘણા દ્રશ્યોને વારેઘડીએ મૂકવામાં આવ્યા છે.
મલ્લિકા શેરાવત અને રણવીર શૌરીનો શ્રેષ્ઠ અભિનય જ આ ફિલ્મની એકમાત્ર સકારાત્મક બાજુ છે. બંનેએ પોતાના પાત્રમાં ઓતપ્રોત થઈને કામ કર્યુ છે. જીન્નત અમાન, ટીનૂ આનંદ, સુષ્મિતા મુખર્જી અને ભારતી આચરેકર નાની-નાની ભૂમિકાઓમાં જોવા મળ્યા. 99 થપ્પડ અને એક કિસનો આ સોદો મોંઘો છે.