આરક્ષણ એક એવો મુદ્દો છે જેના પર દરેક વય અને વર્ગના લોકો પાસે પોતપોતાનો તર્ક છે. વર્ષોથી આ મુદ્દા પર અંતહીન ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દાને નિર્દેશક પ્રકાશ ઝા એ પોતાની ફિલ્મ દ્વારા ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે.
સૌ પહેલા તો તેમણે ફિલ્મનુ નામ જ આરક્ષણ રાખ્યુ, જેના કારણે તેઓ છેલ્લા કેટલાક મહિનાથી સતત ચર્ચામાં છે. પછી ફિલ્મનુ ટ્રેલર એવુ તૈયાર કર્યુ જેનાથી લાગ્યુ કે આ વિષય પર એક ગંભીર ફિલ્મ જોવા મળશે, જે ખરા ખોટાની પક્ષને તપાસ કરી કેટલીક નવી વાત દર્શકોની સામે મુકશે, પરંતુ પહેલા કલાકમાં આરક્ષણના પક્ષ અને વિપક્ષમાં કરવામાં આવેલ ડાયલોગબાઝી પછી ફિલ્મ સાથે આરક્ષણનો મુદ્દો હવા થઈ જાય છે.
આ ફિલ્મ સારા અને ખરાબની લડાઈ બની જાય છે. એક ફેમિલી ડ્રામા બની જાય છે. દર્શક સિનેમાહોલ જ્યારે છોડે છે તો તેને લાગે છે કે તે જોવા શુ ગયો હતો અને જોઈ આવ્યો બીજુ જ કશુ. મતલબ આ તો એવી વાત થઈ કે ફિલ્મની પબ્લિસિટી એક કોમેડી ફિલ્મની કરવામાં આવી અને બતાડવામાં આવી એક્શન ફિલ્મ.
IFM
ભોપાલમાં એક પ્રાઈવેટ કોલેજ એસટીએમમાં પ્રભાકર આનંદ પ્રિસિપલ છે. પોતાની ઈમાનદારી અને સિદ્ધાંતો અપ્ર અડગ રહેવાને કારણે તેઓ બધાના સન્માનીય છે. તેમના કોલેજમાં દલિત વર્ગના દીપક કુમાર(સેફ અલી ખાન)પ્રોફેસર છે ઉંચી જાતિના મિથિલેશ(મનોજ વાજપેયી)જેવા કેટલાક પ્રોફેસર તેને નફરત કરે છે.
દીપક કુમારને પભાકર આનંદની પુત્રી પૂરબી(દીપિકા પાદુકોણ) પસંદ કરે છે. કોલેજમાં ભણતો સુશાંત (પ્રતિક)આ બધા સાથે સંકળાયેલો છે. તેનો સંબંધ ત્યા સુધી મધુર રહે છે, જ્યા સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને માટે 27 ટકાની અનામત નક્કી નથી કરવામાં આવતી. જેવો આ નિર્ણય આવે છે કે અનામતના મુદ્દાને લઈને તેમના સંબંધોમાં કડવાશ આવી જાય છે.
પ્રભાકરન આનંદ કોની તરફ છે એ સ્પષ્ટ ન કરતા સુવર્ણ વર્ગવાળા લોકો નિરાશ થઈ જાય છે અને દલિત વર્ગના દીપક કુમાર પણ. ત્યારબાદ ફિલ્મ પ્રભાકર આનંદ બનામ મિથિલેશની લડાઈમાં બદલાય જાય છે.
મિથિલેશ કોલેજમાં નથી ભણાવતા અને પોતાની કોચિગમાં ભણાવે છે. પ્રભાકર આનંદ જ્યારે તેમની આ હરકત સામે પગલાં લે છે તો મિથિલેશ બદલો લે છે અને તેમને આચાર્ય પદ છોડવા મજબૂર કરે છે. તેનુ ઘર અને તેનુ સન્માન છીનવી લે છે. કેવી રીતે પ્રભાકર આનંદ પોતાનુ ગૌરવ ફરીથી મેળવે છે એ આ ફિલ્મનો સાર છે.
ફિલ્મ ત્યાં સુધી ઠીક લાગે છે જ્યા સુધી અનામતને લઈને બધા વચ્ચે ટક્કર થાય છે. દલિત વર્ગ કેમ અનામત ઈચ્છે છે. તેને સૈફના સંવાદો દ્વારા બતાડવામાં આવ્યુ છે. જેમને અનામત નથી મળ્યુ, તેના કારણે શુ નુકશાન ઉઠાવવુ પડે છે. તેને તમે પ્રતિક દ્વારા બોલવામાં આવેલ સંવાદો અને એક-બે ઘટનાક્રમ દ્વારા જાણી શકો છો.
પ્રભાકરણ આનંદની પત્નીનુ કહેવુ છે કે અનામત આપ્યા વગર પણ દલિત વર્ગનો ઉદ્ધાર કરી શકાય છે. તેમને આર્થિઅક મદદ આપવામાં આવે, મફત શિક્ષણ આપવામાં આવે, પ્રતિસ્પર્ઘાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવે. જે બદલ પ્રભાકરનુ કહેવુ છે કે આ બધી વાતો ન થઈ શકી તેથી અનામતની વ્યવસ્થા કરવામાં આવી.
IFM
શરૂઆતમાં સેફના ઈંટરવ્યુ આપવાનો સીન, અમિતાભ-સેફ, સેફ-પ્રતિક વચ્ચે ફિલ્માવેલા દ્રશ્યો પણ શ્રેષ્ઠ છે. સેફ વિદેશ જતા જ ફિલ્મની રોનક પણ ગાયબ થઈ જાય છે. અહી ઝા એ કોચિંગ ક્લાસીસ દ્વારા શિક્ષાને વેપાર બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે તે ખૂબ જ નાટકીય છે. અહી પાર્ટ વધુ અપીલ એ માટે નથી કરતુ કારણ કે વારંવાર એ અહેસાસ થતો રહે છે કે ફિલ્મ દિશાહિન થઈ ગઈ છે.
અમિતાભના પાત્રને મહાન બનાવવાના ચક્કરમાં પણ ફિલ્મ ભટકી ગઈ છે. છેવટે અમિતાભનું કેરેક્ટર જીતી તો જાય છે પરંતુ પોતાના બળ પર નહી. પરંતુ હેમા માલિનીના પાત્રના બળ પર જે અચાનક ફિલ્મમાં પ્રગટ થઈ જાય છે અને તેની વાત બધા સાંભળે છે. મનોજ વાજપેયીને સિવાય અચાનક બધાનુ હ્રદય પરિવર્તન થવુ પણ નાટકીય છે.
પ્રકાશ ઝા નુ નિર્દેશન ખાસ પ્રભાવિત નથી કરતુ. તેમણે દ્રશ્યોને લાંબા બનાવવા ઉપરાંત કેટલાક બિનજરૂરી સીન પણ ફિલ્માવ્યા છે. શરૂઆતના કલાક પછી ફિલ્મ પરથી તેમનુ નિયંત્રણ છૂટી જાય છે. તેમને લખેલ સંવાદ કેટલીક જગ્યાએ પ્રભાવિત કરે છે. ફિલ્મમાં ગીત માત્ર લંબાઈ વધારવાનુ કામ કરે છે.
અમિતાભ બચ્ચનને સૌથી વધુ ફુટેજ આપવામાં આવ્યુ છે અને આખી ફિલ્મ તેમના આસપાસ જ ફરે છે. બિગ બી ને અભિનય કરતા જોઈને સારુ લાગે છે. સેફ અલીની એક્ટિંગ તેમના શ્રેષ્ઠ પરફોર્મેંસમાંથી એક છે. એક દલિતના ગુસ્સાને તેમણે સારી રીતે રજૂ કર્યો છે.