ટર્મિનેટર અને ટાઈટેનિક જેવી મહાન ફિલ્મો બનાવનારા હોલીવુડના સર્વશ્રેષ્ઠ
PR
P.R
નિર્દેશક જેમ્સ કૈમરૂને ફરી ધડાકો કર્યો છે. કાલ્પનિક દુનિયાને દર્શાવતી ફિલ્મમાં જેમ્સ કેમરૂને પોતાના દર્શકોને પૃથ્વીથી ઘણા દૂર એવા પેંડોરા ગ્રહ પર લઈ ગયાં છે જ્યાં સૂર્યની એક કિરણને પહોંચવા માટે પણ ત્રણ-ચાર વર્ષ જેટલો સમય લાગે છે.
ખૈર આ વખતે જેમ્સે 'ટાઈટેનિક'ની જેમ પોતાના દર્શકોને સ્વયં પાણીમાં ડૂબતા હોવાનો અનુભવ કરાવ્યો નથી પરંતુ શ્રદ્ધા, વિજ્ઞાન અને ગ્લોબલ વોર્મિગ જેવા મુદ્દાઓને પોતાની પસંદગીના કેન્દ્રસ્થાને રાખ્યાં છે. 'અવતાર' ની આ કથા આજથી 15 વર્ષ પૂર્વે જેમ્સે વિચારી હતી જેને ટેક્નિકલ અને અન્ય પરિબળોની મદદથી અંતિમ ઓપ આપવામાં ચાર વર્ષ લાગ્યાં.
ફિલ્મની કથાવસ્તુ તરફ દૃષ્ટિપાત કરીએ તો..
'અવતાર' ની કથા વર્ષ 2154 ની છે. પૃથ્વીની અમૂક પ્રકાશ વર્ષ દૂર ચંદ્રના આકાર જેવા પેંડોરા ગ્રહ છે જેની માટીમાં અમૂલ્ય ખનીજોનો ભંડાર છે જેની કિમત અબજો રૂપિયાની છે. અમેરિકી સેના આ અમૂલ્ય ખજાનાને પ્રાપ્ત કરવા ઈચ્છે છે જેના માટે તેઓને આ ગ્રહના સ્થાનિય નિવાસીઓ સાથે લડાઈ લડવી પડે છે. આ ગ્રહવાસીઓનું નામ 'નાવી' છે જેઓને અમેરિકી સેના 'બ્લૂ મંકી' ના નામે ઓળખે છે.
'બ્લૂ' રંગનો દેખાવ ધરાવતા આ જંગલી વ્યક્તિઓ અનેક
PR
P.R
કલા-કૌશલ્યમાં નિપુણ છે તેઓની કદ-કાઠી સામાન્ય વ્યક્તિઓથી અનેક ગણી મોટી છે. કેમરુને પોતાની કથાને કહેવા માટે જે કલ્પના રચી છે તે સાચે જ પ્રશંસાને પાત્ર છે. ચમત્કારી વૃક્ષો, ઉડતા ભીમકાય ડ્રેગન, ગાઢ જંગલો, પહાડ, અજીબો ગરીબ કીડા-મકોડા અને પક્ષી, ખતરનાક જંગલી કૂતરાઓ, પેંડોરાના શક્તિશાળી બ્લૂ રંગના નિવાસી દર્શકોને ચકિત કરે છે.
પેંડોરા ગ્રહ સ્વર્ગ જેવો લાગે છે. ફિલ્મ જોતી વખતે દર્શકોના માનસમાં પ્રકૃતિ પ્રેમ જાગૃત થઈ ઉઠે છે. ઈસ 2154 માં મનુષ્ય પાસે કેવા પ્રકારના વિમાનો અને હથિયાર હશે તેની ઝલક પણ ફિલ્મમાં જોવા મળે છે.
ફિલ્મનું મુખ્ય પાત્ર જૈક સુલી ( સૈમ વર્થિંગટન) છે જે અવતાર પ્રોગામનો એક ભાગ છે. હકીકતમાં જૈક પોતાના જોડયા ભાઈના સ્થાને અહીં આવ્યો છે કારણ કે, તેના ભાઈનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં મનુષ્ય અને એલિયનના ડીએનએને ભેળવીને એક એવું શરીર બનાવામાં આવે છે જેને અવતાર કહેવામાં આવે છે. તેને ગાઢ નિંદ્રામાં જઈને દૂરથી નિયંત્રિત કરવામાં આવે છે. અમેરિકી સેના જૈકને નાવી લોકોની દુનિયામાં મોકલીને તેમની રહેણીકહેણી, રહસ્યો વગેરે જાણીને તે સ્થાન પર કબ્જો કરવા ઈચ્છે છે.
શરૂઆતમાં જૈક સુલીનો અવતાર અમેરિકી સૈનાને ઈશારે જ ચાલે છે પરંતુ પેંડોરા ગ્રહના નિવાસીઓ સાથે રહેતા રહેતા તેને ત્યાના લોકો સાથે પ્રેમ થઈ જાય છે અને તેઓની દુનિયાને તે તેમની દૃષ્ટિ વડે જોવા લાગે છે. ધીરે ધીરે જૈકને સમજાવવા લાગે છે કે, તે જે કાર્ય માટે અહીં આવ્યો છે તે લોકહિતાર્થ માટે નથી તે નાવી લોકો માટે સેના સામે યુદ્ધે ચડે છે અને પેંડોરા ગ્રહને બચાવે છે.
જેમ્સે આ વખતે સરળ કથાનો રસથાળ દર્શકો સમક્ષ પિરસ્યો છે. દર્શકોને
PR
P.R
વધુ વિચારવાની જરૂર પડતી નથી કે, આગળ ફિલ્મમાં શું થવાનું છે તેમ છતાં પણ ફિલ્મની 3 ડી વિઝ્યુયલ ઈફેક્ટ અને સિનેમેટોગ્રાફી તેઓને ખુરશી પરથી ઉભા થવા દેતી નથી. ફિલ્મમાં દેખાડવામાં આવેલા પાત્રો, પ્રાણીઓ, વનસ્પતિઓને જોઈને મોઢામાં આંગળી નાખવાનું મન થઈ જાય છે અને એક વખત કોમ્પ્યુટરની રચનાત્મકતા સામે નતમસ્તક થવા માટે મજબૂર થઈ જવાનો વિચાર મગજમાં આવે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ જબરદસ્ત છે. કેમરૂને લડાઈના દૃશ્યો ખુબ જ સારી રીતે ફિલ્મવામાં આવ્યાં છે. મનુષ્યો અને પેંડોરા ગ્રહવાસીઓ વચ્ચે યુદ્ધ છેડાય છે. એક્શન ફિલ્મોને પસંદ કરનારા દર્શકો તેને જોઈને રોમાંચિત થઈ જાય છે.
અભિનય : ફિલ્મનું મોટુ આશ્વર્ય એ છે કે, ફિલ્મની સ્ટારકાસ્ટ. આ ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર ન હોવા છતાં પણ દરેક પાત્રએ શ્રેષ્ઠ અભિનયનો પરીચય આપ્યો છે. સૈમ વર્થિંગટન અને ઝો સલડોનાની રોમેંટિક જોડીને પડદા પર જોવી લોકોને ગમે છે.
નિર્દેશન : ફિલ્મના નિર્દેશક જેમ્સ કેમરૂને દરેક વાતનું પૂરતું ધ્યાન રાખ્યું છે અને પ્રત્યેક પાત્રને ફિલ્મમાં પૂરતો ન્યાય આપ્યો છે. જેમ્સે પોતાની 100 ટકા મહેનત આપીને ફિલ્મનું નિર્માણ કર્યું છે. એ દૃષ્ટિએ ફિલ્મના સાચા હિરો જેમ્સ કેમરૂન ખુદ છે. ફિલ્મની વિજ્યુઅલ ઈફેક્ટ, કથા અને એક્સનનું તેમણે સંતુલન જાળવી રાખ્યું છે અને ટેક્નિકને ફિલ્મ પર હાવી થવા દીધી નથી.
સંગીત : જેમ્સ હાર્નરે ફિલ્મનું સંગીત રચ્યું છે. ફિલ્મમાં લડાઈના દૃશ્યો વખતે બેક ગ્રાઉન્ડમાં વાગનારુ સંગીત દર્શકોના મનમાં જુસ્સો ભરે છે.
ડાયલોગ : ફિલ્મના ડાયલોગ સીધા અને સરળ છે. ક્યારેક ક્યારેક હાસ્ય પણ સર્જે છે.
સરવાળે હોલિવુડની ફિલ્મોના શોખીન દર્શકોને આ ફિલ્મ ભરપૂર મનોરંજન આપવા માટે શ્રેષ્ઠ છે.