Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વન ટૂ થ્રી : નામનુ ચક્કર

વન ટૂ થ્રી : નામનુ ચક્કર
IFM
નિર્માતા : કુમાર મંગત - સુનીલ લુલ્લા
નિર્દેશક : અશ્વિન ઘીર
સંગીત - રાઘવ
કલાકાર : તુષાર કપૂર, ઈશા દેઓલ, સુનીલ શેટ્ટી, સમીરા રેડ્ડી, પરેશ રાવલ, નીતૂ ચંન્દ્રા, ઉપેન પટેલ, તનીષા, સંજય મિશ્રા, મુકેશ તિવારી, મનોજ પાહવા.

શેક્સપિયર દ્વારા લિખિત નાટક 'કોમેડી ઓફ એરર્સ' પર આધારિત બે ફિલ્મો 'દો દૂની ચાર' અને 'અંગૂર' બોલીવુડમાં બની ચૂકી છે. આને આધાર બનાવીને નિર્દેશક અશ્વિની ઘીરે 'વન ટૂ થ્રી' નું નિર્માણ કર્યુ છે. આમાં થોડુ પરિવર્તન કરતા તેમણે ત્રણ પાત્રો મૂક્યા છે. જેમના નામ સરખા છે પરંતુ ચહેરા જુદા છે.

ત્રણ લક્ષ્મીનારાયણ (તુષાર કપૂર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવળ) પરિસ્થિતિવશ પૌડેમાં આવેલી બ્લૂ ડાયમંડ હોટલમાં રોકાય છે. ત્રણે જુદા જુદા કામ માટે આવેલા છે. ત્રણેને એક એક પત્ર મળે છે જે સંજોગોને કારણે બદલાય જાય છે. જેનાથી હાસ્ય ઉભુ થાય છે, અને છેવટે સ્ટોરી ગૂંચવાય જાય છે.

webdunia
IFM
કોમેડી ફિલ્મોમાં જો શ્રેષ્ઠ સંવાદ અને દ્રશ્યો ની સાથે વાર્તા સશક્ત હોય તો ફિલ્મ જોવાની મજા વધી જાય છે, પણ 'વન ટૂ થ્રી' માં ફિલ્મની વાર્તાને છોડીને તેના સંવાદોને વધુ મહત્વ આપવામાં આવ્યુ છે. એમા કોઈ શક નથી કે સંવાદો આ ફિલમનો સૌથી મજબૂત પક્ષ છે અને જે કેટલીય વાર હસાવે પણ છે, છતા સંવાદોના દમ પર વધુ સમય માટે હસી નથી શકાતુ.

'વન ટૂ થ્રી'ના નિર્દેશકનો ઉદ્દેશ્ય છે દર્શકોને કોઈ પણ રીતે હસાવવાનો જેને માટે તેમણે ફૂહડતાનો ઉપયોગ પણ કર્યો છે.
પરેશ રાવળનુ ચરિત્ર અંડરગારમેંટસનો વેપાર કરે છે અને જેને દ્વારા તેમણે ઘણી તક મળી ગઈ છે.

નિર્દેશક અશ્વીની ઘીરને આ વાતનો શ્રેય આપવો જોઈએ કે તેમણે કલાકારોની પસંદગી પાત્ર મુજબ કરી છે. ચરિત્ર પર તેમણે ખૂબ વધુ ધ્યાન આપ્યુ છે અને દરેક ચરિત્રને એક ખાસ અંદાજમાં રજૂ કર્યુ છે. સંજય મિશ્રાને તેમણે હિન્દી ફિલ્મોના જૂના ખલનાયક 'જીવન'ની જેમ રજૂ કર્યા છે.

ફિલ્મની લંબાઈ અને સંગીત તેના નકારાત્મક ભાગ છે. ફિલ્મની લંબાઈ ખૂબ વધુ છે અને ઓછામાં ઓછી અડધો કલાક નાની કરવી જોઈએ. કેટલીય જગ્યાએ ફિલ્મ થંભી ગયેલી લાગી. સુનીલ શેટ્ટીના 'લેફટ-રાઈટ'વાળા સંવાદ પણ જરૂર કરતા વધુ મૂકવામાં આવ્યા છે. એક સીમા પછી તેઓ કંટાળો આપે છે.

ફિલ્મમાં ગીત અગર ન પણ હોત તો કોઈ ફરક ન પડત. ગીત માટે કારણ વગરની પરિસ્થિતિ ઉભી કરી છે. ગીતો જોવા કે સાંભળવા લાયક બિલકુલ નથી.

અભિનયની વાત કરીએ તો, તુષાર કપૂર દરેક ફિલ્મ અને દ્રશ્યમાં એક જેવા જ રહે છે, તેમને કોઈ ફર્ક નથી પડતો કે દ્રશ્ય રોમાંટિક છે કે હાસ્ય. પરેશ રાવળે રસ્તા પર ગારમેન્ટસ વેચનાર વ્યક્તિને ખૂબ જ બારીકાઈથી ભજવ્યુ છે. તેમની ચાલ ઢાલ અને હાવ-ભાવને તેમણે ખૂબ સુંદર રીતે પડદાં પર રજૂ કર્યુ છે. સુનીલ શેટ્ટીએ પોતાની ભૂમિકા સાથે ન્યાય કર્યો છે.

webdunia
IFM
નાયિકાઓને માટે ફિલ્મમાં વધુ કશુ કરવાની તક નહોતી. ઈશા દેઓલનો મેકઅપ ખૂબ જ ખરાબ હતો. સમીરાને પણ વધુ તક નથી મળી. આ બંનેના મુકાબલે પોલીસ ઈંસપેક્ટરના રૂપમાં નીતૂ ચંદ્રા બાજી મારી જાય છે. તેમનો અભિનય એકદમ બિન્દાસ છે. તનીષા નએ ઉપેન પટેલ ભીડમાં ઉભા રહેલા ચહેરા જેવા છે. સંજય મિશ્રા, મનોજ પાહવા, બ્રજેશ હીરજી અને મુકેશ તિવારી હંસાવવામાં સફળ રહ્યા છે.

તકનીકી રૂપથી ફિલ્મ મજબૂત નથી, ખાસ કરીને સંપાદન ખૂબ જ ઢીલુ છે. જો તમે થોડા રિલેકસ થવા કે હંસાવવા માંગતા હોય તો 'વન ટૂ થ્રી' એક સારો ટાઈમપાસ છે.

Share this Story:

Follow Webdunia gujarati