Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મૂસાનો રિયાલીટી શો : લક

મૂસાનો રિયાલીટી શો : લક
IFM
નિર્માતા : ઢિલીન મહેતા
નિર્દેશક : સોહમ શાહ
સંગીત - સલીમ-સુલેમાન
કલાકાર - સંજય દત્ત, ઈમરાન ખાન, શ્રુતિ હસન, મિથુન ચક્રવર્તી, ડેની, રવિ કિશન, રતિ અગ્નિહોત્રી, ચિત્રાંશી

જે રીતે ટીવી પર 'બિગ બોસ' જેવા કેટલાક રિયાલીટી શો બતાવવામાં આવે છે, જેમ લોકોને ટાસ્ક આપવામાં આવે છે અને કોણ શો મા રહેશે એ કોઈ નથી જાણતુ, આનો નિર્ણય દર્શકો કરે છે. એ જ રીતનો શો 'લક' ફિલ્મ નો છે. ફરક માત્ર એટલો છે કે એ ખેલમાં ભાગ લેનારા એક એક કરીને માર્યા જાય છે અને જે ભાગ્યશાળી હોય છે એ બચી જાય છે.

મૂસા 'લક'નો વેપાર કરે છે અને ભાગ્યશાળી લોકોને એ ઉઠાવી પોતાની રમતનો ભાગ બનાવી લે છે. લોકો આ વાત પર પૈસા લગાવે છે કે કોન જીવતો આવશે. મૂસા લોકોના નસીબ સાથે જુદી જુદી રમતો રમે છે.

હેલીકોપ્ટરમાં એ બધાને બેસાડી હજારો ફીટ ઉપર લઈ જાય છે અને કૂદવાનુ કહે છે. ત્રણ પેરાશૂટ એવા છે, જે ખુલશે નહી. બદનસીબ લોકો માર્યા જાય છે અને નસીબવાળા જીતી જાય છે. જે બચ્યા તે બીજા રાઉંડમાં ફરીથી જીંદગી અને મોતની રમતમાં પોતાનુ લક અજમાવે છે.

નિર્દેશક અને લેખક સોહમની વાર્તાનો મૂળ વિચાર સારો છે. તેમા થોડી નવીનતા છે. તેઓ ટીવી પર બતાવાતા શો ને ફિલ્મમાં લઈ આવ્યા છે અને તેને લાર્જર ધેન લાઈફનુ રૂપ આપી દીધુ, પરંતુ વાર્તાને તેઓ સારી રીતે વિસ્તાર નથી કરી શક્યા નહી તો એક સારી ફિલ્મ બની શકત;

webdunia
IFM
મૂસા(સંજય દત્ત) ગૈબલિંગને દુનિયાનુ મોટુ નામ છે. લાખન(ડૈની) તેના માટે દુનિયાભરના ભાગ્યશાળી લોકોને શોધવાનુ કામ કરે છે, જે તેની રમતનો ભાગ બની જાય છે. પ્રશ્ન એ છે કે એમા ભાગ્યશાળી લોકોને શોધવાની જરૂર શુ છે, કોઈને પણ પસંદ કરી શકાય છે.

રામ(ઈમરાન ખાન) શોર્ટકટ (ચિત્રાંશી), મેજર (મિથુન ચક્રવર્તી)એક કેદી (રવિ કિશન) અને નતાશા (શ્રુતિ હસન) જુદા જુદા કારણોથી મૂસાની રમતનો ભાગ બને છે. તેઓ થોડા લોકો સાથે મળીને પોતાનુ લક અજમાવે છે.

ટ્રેન સીક્વેંસની સાથે ફિલ્મની સારી શરૂઆત થા છે. નવા નવા પાત્ર વાર્તામાં જોડાય છે અને વાર્તા આગળ વધે છે. આશા બંધાય છે કે સારી ફિલ્મ જોવા મળશે, પરંતુ થોડા જ સમયમાં ફિલ્મ પોતાની દિશા ગુમાવી દે છે. મૂસા આ લોકો સાથે જીવન-મૃત્યુની જે રમત રમે છે એ એટલી રસપ્રદ નથી કે દર્શકોને બાંધી રાખે. એકરસતા હોવાને કારણે ફિલ્મ અટકી ગઈ હોય એવુ લાગે છે. રોમાંસ અને ઈમોશનલ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ એ જબરજસ્તીથી ઠંસાયેલા અને બનાવટી લાગે છે.

ફિલ્મનો અંત પણ હાસ્યાસ્પદ છે, મૂસાના અંતિમ પડકારમાં વિજયી થઈને રામ 20 કરોડ રૂપિયા જીતી જાય છે. આમ છતા એ મૂસા સાથે એક વધુ રમત રમે છે. કેમ ? જેનો કોઈ જવાબ નથી. બંને એકબીજાને ગોળી મારી દે છે. ત્યારબાદ હોસ્પિટલનુ દ્રશ્ય જોઈને લેખકની અક્કલ પર હસુ આવે છે. શ્રુતિ હસનના ડબલ રોલવાળી વાતનો પણ કોઈ મતલબ નથી.

નિર્દેશક સોહમનુ બધુ ધ્યાન ફિલ્મને સ્ટાઈલિશ લુક આપવામાં રહ્યુ અને તેમા થોડા ઘણા તેઓ સફળ રહ્યા. આંખ પર પટ્ટી બાંધી 6 ટ્રેનોની વચ્ચે પાટાને ક્રોસ કરવો, પાણીની અંદર શાર્કવાળુ દ્રશ્ય અને છેલ્લે ટ્રેનવાળુ દ્રશ્ય સારુ બની પડ્યુ છે.

મૂસા જેવો રોલ ભજવવામાં સંજય દત્ત હોશિયાર છે. એકવાર ફરી તેઓ સફળ રહ્યા છે. ઈમરાન ખાનના ચહેરા પર આખી ફિલ્મમાં એક જેવા ભાવ રહ્યા છે. ભલે તેઓ મા સાથે વાત કરી રહ્યા હોય કે પ્રેમિકા સાથે કે પછી પોતાના દુશ્મન સાથે. મિથુન ચક્રવર્તી ઠીક ઠીક છે

કલાકારોની ભીડમાં રવિ કિશન અને ચિત્રાંશી પોતાની હાજરી નોંધાવવામાં સફળ રહ્યા. શ્રુતિ હસને પોતાના કેરિયરને શરૂ કરવા માટે ખોટી ફિલ્મ પસંદ કરી. તેમને વધુ તક નથી મળી. અભિનય પણ તેનો સરેરાશ રહ્યો. ડેની પ્રભાવશાળી રહ્યા.

તકનીકી રૂપે ફિલ્મ સશક્ત છે અને સ્ટંટ સીન ઉલ્લેખનીય છે. સંગીતકારના રૂપમાં સલીમ-સુલૈમાન નિરાશ કરે છે. ટૂંકમા 'લક' માં થોડા રોમાંચક દ્રશ્યો છે, પરંતુ આખી ફિલ્મના રૂપમાં એ નિરાશ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati