હલ્લા બોલ-સુપરસ્ટાર બનવાનો જીવન સંઘર્ષ
નિર્દેશક : રાજકુમાર સંતોષી નિર્માતા : સુરેશ શર્મા સંગીત : હિમેશ રેશમિયા કલાકાર : અજય દેવગન, વિદ્યા બાલન, પંકજ કપૂર
નવા વર્ષે 11મી જાન્યુઆરીના રોજ શુક્રવારે બહાર પડતી હલ્લા બોલ અજય દેવગનની માનસિક સંઘર્ષ વાળી ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે. રાજકુમાર સંતોષી એક પ્રતિભાશાળી નિર્દેશક છે અને તે વિચારોત્તેજક ફિલ્મો બનાવે છે તેમની ફિલ્મોમાં દર્શકો માટે મનોરંજનની સાથે કોઈના કોઈ સંદેશ જરૂર હોય છે. રાજકુમાર સંતોષીએ તેની આગામી ફિલ્મ 'હલ્લા બોલ'માં એક સામાન્ય અભિનેતાને સુપરસ્ટાર બનવા અને ત્યાર બાદ તેનો માનસિક અને આંતરિક સંઘર્ષને બતાવ્યો છે. આ ફિલ્મની વાર્તા કાઇક આવી છે અશફાક (અજય દેવગન) એક નાના શહેરમાં રહેનારો યુવક છે. ફિલ્મ સ્ટારોના ગ્લેમર્સથી પ્રભાવિત થઈને તેને પણ એક સ્ટાર બનવાનું સપનું છે. પોતાની આ ઈચ્છાને પૂર્ણ કરવા માટે તે નાટક કરનારી એક ટુકડીમાં જોડાય છે. આ ગ્રુપને સિદ્ધૂ (પંકજ કપૂર) ચલાવે છે. સિદ્ધૂનો ઉદ્દેશ્ય લોકોમાં ચેતના જગાડવાનો છે. અશફાક એક સારો કલાકાર બનવા માટે જોરદાર પરિશ્રમ કરે છે. તેનો સંઘર્ષ રંગ લાવે છે અને તેને ફિલ્મમાં કામ કરવાની તક મળે છે તે પોતાનું નામ બદલીને અશફાકના બદલે સમીર ખાન રાખી દે છે. પોતાના શ્રેષ્ઠ અભિનયના જોરે સમીર ધીરે-ધીરે સફળતાની સીડીઓ ચડવા લાગે છે અને લોકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવી લે છે. તે દરેક ભૂમિકાને શ્રેષ્ઠ પણે ભજવે છે અને સુપરસ્ટાર બની જાય છે.
પ્રશંસા અને તાલીઓના ગડગડાહટમાં સમીર પોતાનું વ્યક્તિત્વ ગુમાવી બેસે છે અને પોતાના દ્રારા ભજવામાં આવેલા ચરિત્રોમાં જીવવા લાગે છે. સફળતાનો નશો તેને ભ્રષ્ટ બનાવી દે છે. તેના આ વ્યવહારના કારણે તેના મિત્રો અને પત્ની સ્નેહા (વિદ્યા બાલન) તેનાથી દૂર જવા લાગે છે.
એક દિવસે પાર્ટીમાં ધટિત એક ઘટનાક્રમ સમીરને પૂરી રીતે બદલી દે છે. પોતાની માનવતા અને ભ્રષ્ટ સુપરસ્ટારની ઈમેજમાં સમીર પોતાને ફસાયેલો અનુભવે છે. શું સમીર તેમાથી નીકળીમાં સફળતા મેળવશે. આ રહસ્ય જોવા માટે આપને થેયટરમાં જવું પડશે અને હિરોની માનસિક તાણ કેવી હોય છે તે જોવાની આપને મજા પડશે.