Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'સુપરસ્ટાર' ની હકીકત

'સુપરસ્ટાર' ની હકીકત
IFM

નિર્માતા : શ્રી અષ્ટવિનાયક સિને વિઝન લિમિટેડ
નિર્દેશક : રોહિત જુગરાજ
સંગીત : શમીર ટંડન
કલાકાર : કુણાલ ખેમૂ, તુલિપ જોશી, ઔશિમા સાહની, રીમા, શરત સક્સેના, દર્શન જરીવાલા, અમન વર્મા.

બોલીવુડની પુષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મો આ દિવસોમાં સતત જોવા મળી રહી છે. 'ઓમ શાંતિ ઓમ'. 'ખોયા ખોયા ચાઁદ'. 'શોબિજ', 'હલ્લા બોલ' જેવી ફિલ્મો પછી 'સુપરસ્ટાર' પણ બોલીવુડ સાથે જોડાયેલી છે.

એક્શન અને ડ્રામાની સાથે આ ફિલ્મમાં ફિલ્મ ઉદ્યોગની કેટલીય હકીકતોને દર્શકો સામે લાવવામાં આવશે. આ ફિલ્મમાં કુણાલ ખેમૂની બેવડી ભૂમિકા છે.

કુણાલ(કુણાલ) આજની યુવા પેઢીનો પ્રતિનિધિ છે. તે સપના જોવામાં અને તેને કેવી રીતે પૂરા કરવા તે સારી રીતે જાણે છે. તેનુ સપનુ છે કે બોલીવુડમાં સુપરસ્ટાર બનવાનુ. જો કે વર્તમાનમા તેણે એક સ્ટ્રગલરના રૂપમાં જાણવામાં આવ છે,પણ કુણાલને ખબર છે કે તેની આ ઓળખાણ અસ્થાયી છે. કુણાલને મૌસમ ખૂબ પસંદ છે, કદાચ દુનિયામાં સૌથી વધુ.

webdunia
IFM
જિદંગી કુણાલની સાથે એક વિચિત્ર મજાક કર છે. કરોડપતિ યુવક કરણ(કુણાલ ખેમૂ) અચાનક બોલીવુડમાં પ્રવેશ કરે છે અને છવાય જાય છે. કરણના આવવાથી કુણાલના સપના ચૂર ચૂર થઈ જાય છે કારણકે તે કુણાલ જેવો જ દેખાય છે.

કુણાલને મજબૂરીમાં કરણની સાથે ડબલ(ડુપ્લીકેટ)ના રૂપમાં કામ કરવુ પડે છે. બંને વચ્ચે એક અલગ જ પ્રકારની પ્રતિસ્પર્ધા શરૂ થાય છે. અચાનક સ્ટ્રગલર કુણાલની તકદીર પલટાય જાય છે અને તે સુપરસ્ટાર બની જાય છે. તેની ચારેબાજુ ચર્ચાઓ થવા માંડે છે. આ દરમિયાન મૌસમી તેનાથે દૂર થઈ જાય છે.

કેટલાક સમય પછી કુણાલને અનુભવ થાય છે કે મૌસમી જે હવે પત્રકાર બની ચૂકી છે, પોતાના સાથીમિત્ર સાથે તેમના સુપરસ્ટાર બનવા પાછળની હકીકત લોકોની સામે લાવવા માંગે છે. કુણાલની સામે સવાલ છે કે તે હકીકતને સ્વીકારે કે એક હિમંતવાળુ પગલુ ઉઠાવે ?

webdunia
IFM
શુ કરશે કુણાલ ?
શુ છે તે હકીકત ?
કેવી રીતે બન્યો કુણાલ સુપરસ્ટાર ?
જાણવા માટે જુઓ 'સુપરસ્ટાર'.
બીએસસી એનએસઈના સૂચકાંકો
મુંબઇના શેરબજારમાં સોમવારે બીએસઇનો સેંસેક્સ -1408.7 અંક ઘટીને 17,605 પર બંધ થયો હતો, જ્યારે એનએસઇનો નિફ્ટી -496.3 ઘટીને 5,209 પર બંધ થયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati